iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્પ

By Gizbot Bureau
|

Apple iPhone 14 સિરીઝ સ્માર્ટ ફોન ટૂંક સમયમાં લોન્ચ થવાનો છે. ત્યારે હાલ એપનો આ નવો સ્માર્ટ ફોન કેવો હશે, તેમાં કેવા ફીચર્સ હશે, કેવા કલર હશે તે અંગે યુઝર્સ અંદાજો લગાવી રહ્યા છે. હજી સુધી આમાંથી એક પણ વાત સત્તાવાર રીતે સામે આવી નથી પરતું કેટલાક રિપોર્ટ્સ મુજબ આઈફોન 14 કયા કલરમાં હશે તેનો ખુલાસો થઈ ચૂક્યો છે. iPhone 14 અને iPhone 14 Proના રંગના વિકલ્પો સામે આ ચૂક્યા છે. Twitter પર @Jioriku નામના યુઝરે iPhone 14 ગ્રીન, પર્પલ, બ્લૂ, બ્લેક, વ્હાઈટ અને રેડ કલરમાં ઉપલબ્ધ થવાની વાત જણાવી છે. યુઝરનો દાવો છે કે કંપનીએ આ વખતે પિંક કલરને પર્પલ કલર સાથે રિપ્લેસ કર્યો છે.

iPhone 14ના કલર્સ થયા લીક! ગ્રીન, પર્પલ અને બ્લેક સહિત મળશે આટલા વિકલ્

આ કલર્સમાં મળશે આઈફોન 14

જ્યારે iPhone 14 Pro અને Pro max ગ્રીન, પર્પલ, સિલ્વર, ગોલ્ડ અને ગ્રેફાઈટ રંગમાં ઉપલ્ધ થશે. આ મોડેલમાં સિયેરા બ્લૂ રંગની જગ્યાએ કંપની પર્પલ કલરનો ફોન લોન્ચ કરી રહી છે.

Jioriku એ જાહેર કરી માહિતી

Jiorikuએ પોતાના ટ્વિટર પર જુદા જુદા ટ્વિટ કરીને iPhone 14ના જુદા જુદા મોડેલ્સ અંગે જુદી જુદી માહિતી જાહેર કરી છે. તેના ટ્વિટ મુજબ iPhone 14માં A16 Bionic Chipset હશે જે 5nm પ્રોસેસ પર બેઝ્ડ છે. આ ટ્વિટર યુઝરનો દાવો છે કે કંપનીએ iPhone 14 Pro અને Pro Max માટે કંપનીએ A16ને હિટ મેનેજમેન્ટ સિસ્ટમ માટે ટેસ્ટ પણ કરી છે.

આવી હશે ડિસ્પ્લે

તો ડિસ્પ્લે અને ડિઝાઈનની વાત કરીએ તો Jiorikuના દાવા પ્રમાણે iPhone 14ની ડિસ્પ્લે બિલકુલ એવી જ હશે, જેવી Xcodeના કેટલાક દિવસ પહેલા થયેલા લીકસમાં દેખાઈ હતી. તેના ટ્વિટમાં ઉલ્લેખ છે કે,’AOD અદ્દલ એવી જ હશે જેવી Xcodeએ કેટલાક દિવસ પહેલા જાહેર કરેલા લીક્સમાં દર્શાવાઈ હતી. આ વખતે પણ ફોનમાં લોકસ્ક્રીન વિજેટ્સ જોવા મળશે.’

બદલાઈ શકે છે કેમેરા સેન્સર

લીક્સના કહેવા પ્રમાણે iPhone 14ના બોડી મિટરિયલ્સ ગયા વર્ષ જેવા જ હશે. ટ્વિટ મુજબ,’આઈફોનના પ્રોટોટાઈપ માટે ટાઈટેનિયમ હાઉસિંગ ઓપ્શન તૈયાર કરવામાં આવ્યા હતા, પરંતુ મેં ક્યારેય એક્ચ્યુઅલ બોર્ડ, ડિસ્પ્લે સાથેનો પ્રોટોટાઈપ જોયો નથી.’ તો iPhone 14માં સ્ટોરેજ ઓપ્શન બિલકુલ સરખા જ રહેવાના છે. આ ડિપાર્ટમેન્ટમાં કંપનીએ ખાસ કોઈ પરિવર્તન કર્યા નથી. જો કે આઈફોનના કેમેરા સેન્સર આ વખતે બદલાઈ શકે છે, પરંતુ તે કઈ કંપનીના હશે, તે જાણી શકાયું નથી.

ચાર્જિંગ કેપેસિટી

વધુમાં Jiorikuનું કહેવુ છે કે iPhone 14 Proની હોલ પંચ ડિસ્પે પેનલ લૂક થોડી વિચિત્ર લાગી રહી છે. પરંતુ તે ઘણી ખાસ હોઈ શકે છે. તો iPhone 14 સિરીઝના ફોન 30W અથવા 30Wથી વધુની કેપેસિટીના ચાર્જિંગ બ્રિક સાથે આવશે. આ ચાર્જર ગરમ થયા બાદ 27થી 25Wની કેપેસિટી પર કામ કરશે. આ વાયર્ડ ચાર્જિંગની વાત છે. જ્યારે વાયરલેસ ચાર્જિંગ આઈફોન 13 જેવા જ રહેશે.

Best Mobiles in India

Read more about:
English summary
iPhone 14 Colors Leaked; Green, Black, Purple Colors Tipped Ahead Of Launch

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X