Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Billion Days Sale: માત્ર 55,000માં ખરીદો iPhone 14
Apple iPhone 14નું ભારતમાં વેચાણ તાજેતરમાં જ શરૂ થયું છે. તમે આ વેચાણના પહેલા સપ્તાહમાં જ બ્રાન્ડ ન્યૂ iPhone 14 55,000થી પણ ઓછી કિંમતે મેળવી શકો છો. Flipkart Big Billion Days Sale શરૂ થવાને આડે હવે આંગળીને વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. આ સેલ દરમિયાન કઈ વસ્તુ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તે પણ ફ્લિપકાર્ટ દ્વારા જાહેર કરી દેવાયું છે.

iPhone 14 128 જીબી વેરિયંટની કિંમત છે 79,900 રૂપિયા
જો કે આ વેચાણ દરમિયાન લેટેસ્ટ લોન્ચ થયેલા iPhone 14 સિરીઝની કિંમતમાં કોઈ પણ ઘટાડો થાય તેવી શક્યતા નથી. તેમ છતાંય, ફ્લિપકાર્ટ પર iPhone 14 મોડેલ પર 25,995 રૂપિયાની છૂટ મળી શકે છે. 7 સપ્ટેમ્બરે લોન્ચ થયેલા એપલ iPhone 14નું બેઝ મોડેલ જે 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે, તેની સત્તાવાર કિંમત 79,900 રૂપિયા છે.
માત્ર 55,000 રૂપિયામાં મળશે નવો iPhone 14
ફ્લિપકાર્ટ પર પણ એપલનો આ નવો આઈફોન 14 79,900 રૂપિયામાં મળે છે. પરંતુ જો તમે એક્સિસ બેન્કના કાર્ડ દ્વારા નવો આઈફોન 14 ખરીદો છો, તો તમને 5 ટકા કૅશબેક મળશે. સાથે જ યુઝર્સ iPhone 14 ખરીદતા સમયે જો જૂનો સ્માર્ટફોન આપશે, તો 22,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળશે. એટલે કે બેન્ક ઓફર અને એક્સચેન્જ બોનસની સાથે એપલનો નવો આઈફોન 14 ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેયઝ સેલ દરમિયાન 55,000 કરતા પણ ઓછી કિંમતે મળશે.
5,000 રૂપિયાનું પણ ડિસ્કાઉન્ટ
હવે એપલ 14 પ્રો અને એપલ આઈફોન પ્રો મેક્સની વાત કરીએ. આ બંને ફોન ગ્રાહકો જો એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ કે ICICI બેન્ક ક્રેડિટ કાર્ડથી ખરીદી કરશે, તો 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ કેશબેક મળશે. સાથે જ iPhone 14 Pro મોડેલ પર પણ એક્સચેન્જ ઓફર લાગુ થાય છે.
આ ક્રેડિટ કાર્ડથી મળશે વધારે ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડેય્ઝ સેલ 2022ની ઈવેન્ટ માટે એક્સિસ બેન્ક અને ICICI બેન્કે પાર્ટનરશિપ કરી છે. એટલે કે જો ગ્રાહકો ICICI બેન્ક અથવા એક્સિસ બેન્કના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરશે, તો ખરીદી દરમિયાન 10 ટકાનું ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શક્શે.
આ પ્રોડક્ટ્સ પર પણ મળશે ડિસ્કાઉન્ટ
સામાન્ય રીતે આવા સેલ દરમિયાન પસંદગીની બેન્કો પર 10 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ હોય છે, પરંતુ તેની પણ મહત્તમ મર્યાદા 1,500 રૂપિયા રાખવામાં આવતી હોય છે. જો કે ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેય્ઝ સેલ 2022 દરમિયાન જો યુઝર્સ એપલ, સેમસંગ, વન પ્લસ, શાઓમી સહિત અન્ય સ્માર્ટ ફોન પર વધારાનું ડિસ્કાઉન્ટ મેળવી શક્શે. આ ઉપરાંત ગ્રાહકો Apple Airpods, ipad, સ્માર્ટ વૉચ, લેપટોપ અને અન્ય ગેજેટ્સ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મેળવી શક્શે.
Flipkart Big Billion Days Saleની સાથે સાથે સમાંતર રીતે એમેઝોન પર પણ મોટું સેલ ચાલી રહ્યું છે. ઈ કોમર્સની બે મોટી કંપનીઓની હરિફાઈ ગ્રાહકો માટે ફાયદાનો સોદો સાબિત થઈ રહી છે. જો કે ગેજેટ્સથી લઈને ઘરની જરૂરી વસ્તુઓ ખરીદવા ઈચ્છતા હો, આ દિવસો દરમિયાન તમે સારી એવી બચત કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications