iPhone 14 ખરીદો માત્ર 50,000માં, અહીં મળે છે ઓફર

By Gizbot Bureau
|

જો તમે પણ iPhone વાપરવાના શોખીન છો, તો એક શાનદાર ઓફર તમારા માટે જ આવી છે. લેટેસ્ટ લોન્ચ થયેલો iPhone 14 ફ્લિપકાર્ટ પર મસમોટા ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. iPhone 14 128 જીબી ટોરેજ વેરિયંટ જેની કિંમત 79,900 રૂપિયા છે, તે હાલ ફ્લિપકાર્ટ પર 77,400 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. હવે જો તમારી પાસે HDFC બેન્કનું કાર્ડ છે, તો તમે તેના દ્વારા શોપિંગ કરીને બીજું 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ રીતે iPhone 14ની કિંમત ઘટીને 72,400 રૂપિયા થઈ જાય છે. તો iPhone 14નું 256 જીબી સ્ટોરેજ વેરિયંટ 87,400 રૂપિયામાં મળી રહ્યું છે. અહીં પણ HDFC કાર્ડના ઉપયોગ દ્વારા તમે 5000નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. જો કે આ કિંમતની ઉપર પણ બીજા ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ડિસ્કાઉન્ટ જાણવા માટે તમારે આખો આર્ટિકલ વાંચવો પડશે.

iPhone 14 ખરીદો માત્ર 50,000માં, અહીં મળે છે ઓફર

એક્સચેન્જ ઓફર અથવા ટ્રેડ ઈન ઓપ્શનનો કરો ઉપયોગ

iPhone 14 ખરીદવા માટે ઈ કોમર્સ પ્લેટફોર્મની સાથે સાથે એપના ઈ સ્ટોર પર પણ એક્સચેન્જ ઓફર અને ટ્રેડ ઈન ઓપ્શન ઉપલબ્ધ છે. આ ડીલ દ્વારા તમે ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારા જૂના iPhone અથના એન્ડ્રોઈડ સ્માર્ટફોનને એક્સચેન્જ કરી શકો છો. જો તમે ફ્લિપકાર્ટ પરથી iPhone 14 ખરીદવા ઈચ્ચો છો, તો તમે 20,500 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મેળવી શકો છો, જે બાદ ફોનની કિંમત 51,900 રૂપિયા થઈ જશે.

મોટા ભાગના ગ્રાહકોને આ એક્સચેન્જ ઓફર 5000થી લઈને 10000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ કિંમત તમારા જૂના સ્માર્ટફોનની સ્થિતિ પર આધારિત છે. જો તમે આઈફોનના પ્રો વર્ઝનને એક્સચેન્જ નથી કરાવી રહ્યા તો તમને એક્સચેન્જમાં 10000 સુધીનો ફાયદો મળી શકે છે.

iPhone 14ના સ્પેસિફિકેસન્સ

છેલ્લા કેટલાક દિવસથી સપ્લાય ચેનમાં આવી રહેલી મુશ્કેલીને પગલે iPhone 14 કેટલાક વિસ્તારોમાં આઉટ ઓફ ટોક છે. જો તમે નવો આઈફોન ખરીદવા ઈચ્છો અને iPhone 14 અવેલેબલ નથી તો iPhone 13 તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શક છે. હા iPhone 13 ભારતમાં ફ્લિપકાર્ટ પર 69,999 રૂપિયામાં મળી રહ્યો છે.

iPhone 14 અને iPhone 13માં બંનેમાં ખાસ વધારે ફરક નથી. આ બંને સ્માર્ટફોન એપલ એ15 બાયોનિક ચીપસેટ પર કામ કરે છે, અને બંનેમાં પાછળની બાજુ 12 મેગાપિક્સલના કેમેરા આપવામાં આવ્યા છે. તો સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફ્રન્ટ સાઈડ 12 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. iPhone 14 અને iPhone 13 બંને 5જી અને મેગસેફ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ ધરાવે છે.

જો કે, આપણે iPhone 14ની સરખામણી iPhone 14 Pro અને iPhone 14 Pro Max સાથે કરીએ, તો આ ફોન ઘણો પાછળ છે. iPhone 14 સિરીઝમાં કંપનીએ નોચ આપ્યો છે, જ્યારે iPhone 14 Pro સિરીઝમાં ડાયનેમિક આઈલેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં કંપનીએ પિલ પ્લસ હોલ કટઆઉટ મૂક્યો છે. iPhone 14માં 6.1 ઈંચની OLED સ્ક્રીન આપવામાં આવી છે. જો કે, iPhone 14 Pro અને iPhone 14 Pro Maxની કિંમત ઘણી વધારે છે.

Best Mobiles in India

Read more about:
English summary
iPhone 14 Available for Around Rs 50,000, but There Is a Catch

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X