iPhone 14 સહિત Appleની આ પ્રોડક્ટ્સ પર અધધધ ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

ભારતના લગભગ દરેક શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ રિટેઈલ સ્ટોર ધરાવતા વિજય સેલ્સે ફેસ્ટિવ સિઝન અને પોતાની બીજી એનિવર્સરી પર એપલ ડેઝ કેમ્પેઈનની જાહેરાત કરી છે. આ કેમ્પેઈન 23 ડિસેમ્બરે શરૂ થયું છે, જે 31 ડિસેમ્બર સુધી ચાલવાનું છે. જે દરમિયાન ગ્રાહકોને એપલની સંખ્યાબંધ પ્રોડક્ટ્સ મસમોટા ડિસ્કાઉન્ટ પર મળી રહી છે. વિજય સેલ્સના 120 કરતા વધારે આઉટલેટ્સ ઉપરાંત તેના ઓનલાઈન સ્ટોર પર પણ આ ડિસ્કાઉન્ટનો લાભ મળશે.

iPhone 14 સહિત Appleની આ પ્રોડક્ટ્સ પર અધધધ ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ

સૌથી પહેલા આપણે એપલના સ્માર્ટફોન્સ એટલે કે આઈફોનની વાત કરી લઈએ. વિજય સેલ્સના આ સેલ દરમિયાન આઈફોન પર જુદા જુદા ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે, જેમાં iPhone 14ની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થાય છે, તો iPhone 14 Plus તમને 78,699 રૂપિયામાં, iPhone 14 Pro 1,26,100ની કિંમતે, iPhone 14 Pro Max 1,35,800 રૂપિયાની કિંમતે મળી જશે. iPhone 12ની કિંમત આ સેલ દરમિયાન 52,900 રૂપિયા રાખવામાં આવી છે, તો iPhone 13 62,900 રૂપિયામાં ખરીદી શકાશે.

જો iPadની વાત કરીએ તો iPad 9th Genની કિંમત 25,700 રૂપિયાથી શરૂ થાય છે, જ્યારે iPad 10th Genની કિંમત 39,490 રૂપિયા છે. iPad Air 5th Gen આ સેલ દરમિયાન 51,700 રૂપિયામાં મળી રહ્યું છે અને iPad Proની કિંમત 73,000 રૂપિયા રખાઈ છે.

જો તમને મેકબુક વાપરવાનો શોખ છે, તો આ સેલ દરમિયાન તેના પર પણ સારું એવું ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. લેપટોપ કેટેગરીમાં MacBook Air with M1 Chipની કિંમત 77,900 રખાઈ છે, તો MacBook Air with M2 Chip 95,500 રૂપિયામાં મળે છે. MacBook Pro with M2 chip 1,04,300ની કિંમતે અને MacBook Pro with M1 Pro Chip 1,07,500 રૂપિયાની કિંમતે મળે છે. જ્યારે MacBook Pro with M1 Pro Max Chipની કિંમત 2,80,300 રૂપિયા છે.

એપલની વોચ પર પણ વિજય સેલ્સ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Apple Watch Ultra વિજય સેલ્સમાં 86,300 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. HDFC બેન્કના કાર્ડથી ખરીદી પર તમને 4,000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જો કમ HDFC બેન્કના જ કાર્ડ દ્વારા Apple Watch Series 8 ખરીદો છો તો તમને 3000 રૂપિયાના ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ બાદ વોચ 42,900માં પડશે. જ્યારે Apple Watch SE (2nd Gen) HDFC બેન્કના કાર્ડ પર 2000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ બાદ 28,000 રૂપિયામાં ખરીદી શકાય છે.

એપલની વોચની સાથે સાથે તમે જો એપલ કેર + પ્રોડ્ક્ટસ પણ ખરીદો છો, તો તેના પર 20 ટકા ડિસ્કાઉન્ટ મળશે.

ઓડિયો ગેજેટ્સમાં AirPds Pro (2nd Gen) માત્ર 23,400ની કિંમતે મળી રહ્યા છે.

એટલે કે જો તમે સ્પેસિફિક એપલની પ્રોડક્ટ્સ વાપરવાના શોખીન છો, તો એપલ ડેઝ સેલ તમારા માટે એક સુવર્ણ અવસર છે. આ સેલ દરમિયાન તમે એપલની લગભગ બધી જ પ્રોડક્ટ્સ માર્કેટ કરતા ઓછી કિંમતે ખરીદી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
iPhone 14 and All Apple Products Are Cheaper in This Sale

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X