Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 13, iPhone 11 અને iPhone SE થયા સસ્તા, હવે માત્ર આટલામાં ખરીદો!
iPhone 14 Series 7 સપ્ટેમ્બરે લોન્ચ થવાની છે. બરાબર આના કેટલાક દિવસો પહેલા જૂના આઈફોનના ભાવ સતત ઓછા થઈ રહ્યા છે. જો તમે આઈફોન ખરીદવા ઈચ્છો છો, પરંતુ બજેટ ઈસ્યુ છે, તો હાલ આઈફોન ખરીદવા માટે તમારા માટે શ્રેષ્ઠ સમય છે. iPhone 13થી લઈને iPhone SEના મોડેલ પર મસમોટા ડિસ્કાઉન્ટ મળી રહ્યા છે. તમે ઈ કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન અને ફ્લીપકાર્ટ પરથી આ હેન્ડસેટ સસ્તામાં ખરીદી શકો છો. કંપની ડિસ્કાઉન્ટ ઉપરાંત અહીં તમને બેન્ક ઓફર્સ અને એક્સચેન્જ ઓફર પણ મળશે.

iPhone મળી રહ્યો છે આટલો સસ્તો
હાલ iPhone 13 જો તમે એમેઝોન પરથી ખરીદશો તો તમને 17 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે iPhone 11 પણ તમે સસ્તામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોન પર ફ્લીપકાર્ટ 15 ટકા ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. આ જ રીતે iPhone SEના ભાવ પણ ઘટ્યા છે. એટલું જ નહીં તમે બેન્ક ડિસ્કાઉન્ટ અને એક્સચેન્જ ઓફરનો લાભ લઈને આ iPhone હજી પણ ઓછી કિંમતે મેળવી શકો છો.
iPhone 13 પર ઓફર્સ
iPhone 13નું 128 જીબી વેરિયંટ હાલ 65,999ની કિંમતે મળી રહ્યું છે. આ કિંમત બ્લેક કલર વેરિયંટની છે. એમેઝોન પરથી તમે આ ફોન ખરીદી શકો છો. આ ઉપરાંત અહીં તમને 12,750 રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.
યુઝર્સ નો કોસ્ટ EMI પર પણ iPhone 13 ખરીદી શકે છે. આ હેન્ડસેટ 6.1 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે સાથે આવે છે. અને તેની બેટરી લાઈફ 19 કલાકની છે. આ ડિવાઈસ A15 Bionic ચીપસેટ ધરાવે છે.
iPhone 11 પર પણ છે ડિસ્કાઉન્ટ
iPhone 11 તમે માત્ર 39,999ની કિંમતે ખરીદી શકો છો. આ કિંમતમાં તમને 64 જીબી વેરિયંટ મળી જશે. જ્યારે 128 જીબી વેરિયંટની કિંમત હાલ 46,999 રૂપિયા છે. આ હેન્ડસેટ ફ્લીપકાર્ટ પર ઉપલબ્ધ છે. અહીં તમને 17 હજાર રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ પણ મળશે. જો તમે સિટી બેન્કના કાર્ડથી ફોન ખરીદશો તો બીજા પણ કેટલાક ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકો છો.
iPhone SE પર પણ છે ઓફર
iPhone SE પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સ્માર્ટફોનનું 64 જીબી વેરિયંટ તમને 29,999 રૂપિયામાં મળી જશે. જ્યારે 128 જીબી સ્ટોરેજ અને 256 જીબી સ્ટોરેજ વેરિયંટ અનુક્રમે રૂપિયા 34,999 તેમજ 44,999 રૂપિયામાં મળશે. જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડથી ખરીદી કરશો તો તમને 10 ટકા બેન્ક ડિસ્કાઉન્ટ પણ મળશે. તમે ફ્લીપકાર્ટ પરથી આ ફોન ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications