iPhone 11 ખરીદો માત્ર રૂપિયા 40,000માં, જાણો કેવી રીતે

By Gizbot Bureau
|

ઈ-કોમર્સ વેબસાઈટ્સ Flipkart, Amazon પર આજથી સેલ શરૂ થયા છે. આ સેલ દરમિયાન સ્માર્ટ ફોન્સ, ગેજેટ્સ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સેલ દરમિયાન તમે કેટલાક સ્માર્ટફોન સાવ ઓછી કિંમતે ખરીદી શકો છે. Flipkart Big Savings Days Saleમાં તમને iPhone 11 અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે મળી રહ્યો છે. જો તમને આઈફોન વાપરવાનો શોખ હોય તો iPhone 11 ફ્લીપકાર્ટ પર સેલ દરમિયાન માત્ર રૂપિયા 40,000માં મળી રહ્યો છે.

iPhone 11 ખરીદો માત્ર રૂપિયા 40,000માં, જાણો કેવી રીતે

ડિસ્કાઉન્ટનો લો લાભ

Flipkart Big Savings Days Saleની આ કદાચ સૌથી આકર્ષક ડીલ છે. એપ પર દર્શાવેલી માહિતી પ્રમાણે તમે iPhone 11 64GB વેરિયંટ, બ્લેક કલરમાં માત્ર રૂપિયા 39,999માં ઘરે લાવી શકો છો. ઉલ્લેખનીય છે કે જો તમે સિલેક્ટેડ બેન્કના કાર્ડ યુઝ કરશો તો તમને રૂપિયા 2000નું ડિસ્કાઉન્ટ મળશે, જેની સાથે ફોનની લોએસ્ટ પ્રાઈઝ 39,999 છે. આ ડિસ્કાઉન્ટ વગર ફ્લીપકાર્ટ પર આઈફોન 11 રૂપિયા 42,999માં મળી રહ્યો છે.

જાણો, કઈ બેન્કના કાર્ડ પર મળશે ડિસ્કાઉન્ટ

હવે આઈફોન 11ની ખરીદી માટે કઈ કઈ બેન્ક ઓફર મળી રહી છે તેની વાત કરીએ. RBL બેન્ક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, કોટક બેન્ક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ, સિટી બેન્કનું ક્રેડિટ અ ડેબિટ કાર્ડ વાપરીને તમે આ વધારાના 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. આ ઉપરાંત ફ્લીપકાર્ટ એક્સચેન્જ ઓફર પણ આપી રહ્યું છે. જો તમે કોઈ જૂનો ફોન એક્સચેન્જ કરાવશો તો તમને વધુમાં વધુ રૂપિયા 17,000નું ડિસ્કાઉન્ટ મળશે. આ રીતે તમે આઈફોન 11 સાવ જ સસ્તામાં મેળવી શક્શો.

આ વેરિયંટ પર છે ડિસ્કાઉન્ટ

બસ એટલું ધ્યાન રાખો કે આ ઓફર આઈફોન 11ના 64 જીબી બ્લેક વેરિયંટ પર જ મળી રહી છે. જો તમે બીજા કલરના ફોન પસંદ કરશો તો ફોનની કિંમત 46,999 થઈ જશે. આવી જ રીતે જો તમે આઈફોન 11નો 128 જીબી વેરિયંટ ખરીદશો તો તમારે રૂપિયા 51,999 ચૂકવવા પડશે.

માત્ર આ યુઝર્સને મળશે લાભ

આઈફોન વાપરવાના શોખીનો માટે આઈફોન 11 ખરીદવાની આ સૌથી શ્રેષ્ઠ તક છે. કારણ કે માત્ર રૂપિયા 40,000માં આઈફોન 11 ભાગ્યે જ મળી રહ્યો છે. જો કે આ ઓફર માત્ર ફ્લીપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે જ છે. ઉલ્લેખનીય છે કે ફ્લીપકાર્ટ બિગ સેવિંગ્સ ડે સેલ 23 જુલાઈથી શરૂ થઈ ચૂક્યા છે, જે 27 જુલાઈ સુધી ચાલશે.

iPhone 12 પર પણ છે ઓફર

વધુ એક ઓફરની વાત કરીએ તો ફ્લીપકાર્ટ બિગ સેવિંગ્સ ડે સેલમાં iPhone 12 પણ ખૂબ જ સસ્તો મળી રહ્યો છે. જુદા જુદા બેન્ક ડિસ્કાઉન્ટની સાથે આ ફોન તમને ઓછામાં ઓછ રૂપિયા 51,999માં પડશે. જો તમે તમારા જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરાવશો તો આ કિંમત હજી પણ ઘટી શકે છે.

Best Mobiles in India

English summary
iPhone 11 Available Under Rs. 40,000; Here's How

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X