iPad ખરીદો એકદમ સસ્તામાં, Flipkart – Amazon પરછે આ ખાસ ઓફર

By Gizbot Bureau
|

હાલ ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પર સેલ ચાલી રહ્યું છે, ત્યારે iPad 10th Generationના જુદા જુદા મોડેલ્સને તમે સસ્તી કિંમતે ખરીદી શકો છો. જો કે, સાથે એ પણ ધ્યાન રાખજો કે એપલ ટૂંક સમયમાં જ નવી આઈપેડ સિરીઝ લોન્ચ કરી શકે છે. તાજેતરમાં જ કંપનીએ પોતાની એક સ્પેશિયલ લોન્ચ ઈવેન્ટની જાહેરાત કરી છે.

જે 7 મેના રોજ યોજાવાની છે. આ ઈવેન્ટમાં કંપની નવા આઈપેડ લોન્ચ કરી શકે છે, જો કે તેના પહેલા જૂના આઈપેડ મોડેલ્સની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. iPad 10th Generation વર્ષ 2022માં લોન્ચ થયા હતા. આ લોન્ચના 2 વર્ષ બાદ હવે આ ટેબને તમે મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શક્શો. ડિસ્કાઉન્ટ અને નવી કિંમત જાણતા પહેલા આ આઈપેડના ફીચર્સ જોઈએ તો તેમાં 10.9 ઈંચની એલસીડી ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 2360×1640 પિક્સલ છે. આ ઉપરાંત આ આઈપેડ A14 Bionic ચિપથી સજ્જ છે. જેને ચાર્જિંગ માટે યુએસબી ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યો છે.

iPad ખરીદો એકદમ સસ્તામાં, Flipkart – Amazon પરછે આ ખાસ ઓફર

ઓફરની વાત કરીએ તો iPad 10th generation જ્યારે 2022માં લોન્ચ થયા ત્યારે તેની કિંમત 44,900 રૂપિયા રાખવામાં આવી હતી. આ કિંમત વાઈ ફાઈ ફીચર ધરાવતા 64 જીબી સ્ટોરેજ વેરિયંટનો છે. કંપનીની સાઈટ પર હાલ આ આઈપેડને 39,990 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં તમે ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી આ આઈપેડને હજી ઓછી કિંમતે ખરીદી શકો છો. આ બંને ઈ કોમર્સ સાઈટ પર હાલ સ્પેશિયલ સેલ ચાલી રહ્યું છે. એમેઝોન પર ગ્રેટ સમર સેલ ચાલી રહ્યું છે, જ્યારે ફ્લિપકાર્ટ પર બિગ સેવિંગ ડેઝ સેલ લાઈવ છે. ફ્લિપકાર્ટનું સેલ 9 મે સુધી ચાલવાનું છે, જ્યારે એમેઝોને આ સેલ ક્યાં સુધી ચાલશે, તેની જાહેરાત નથી કરી.

iPad 10th generation મોડેલ ઓફર

iPad 10th generation મોડેલ જે એપલની સાઈટ પર 39,900 રૂપિયાની કિંમત પર લિસ્ટ છે, તે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર હજી સસ્તામાં ખરીદી શકાય છે. આ બંને સાઈટ પર સેમ આઈપેડ 31,999 રૂપિયાની કિંમતે લિસ્ટ કરવામાં આવ્યું છે. એટલે કે તમને સીધા જ 12,901 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એમેઝોન બેન્ક ઓફર્સની વાત કરીએ તો ICICI બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 2500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, જ્યારે ફ્લિપકાર્ટ અને SBI કાર્ડથી ખરીદી કરવા પર 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

iPad 10th generation ફીચર્સ

આ આઈપેડમાં 10.9 ઈંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2360×1640 પિક્સલ છે. આ ઉપરાંત આ ટેપ માં A14 Bionic ચિપ મળે છે. આ ટેબમાં 12 મેગાપિક્સલનો કેમેરા મળે છે, જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા છે. કોલ માટે તેમાં ડ્યુઅલ માઈક્રોફોન મળે છે.

Best Mobiles in India

English summary
iPad 10th generation buy at lowest price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X