iOS 18 લોન્ચ. માત્ર આ iPhonesમાં જ મળશે અપડેટ, જુઓ લિસ્ટ

By Gizbot Bureau
|

એપલે પોતાની WWDC 2024 ઈવેન્ટમાં iOS 18 લોન્ચ કરી દીધું છે. iOS 18 એપલનું લેટેસ્ટ સોફ્ટવેર છે. કંપનીનું આ પહેલું સોફ્ટવેર છે, જેમાં AI સપોર્ટ આપવામાં આવ્યો છે. iOS 18ની સાથે ઘણા જુદા જુદા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેમાં ગૂગલ પિક્સલ જેવું મેજિક ઈરેઝર ટૂલ પણ સામેલ છે. iOS 18ની સાથે ઘણા કસ્ટમાઈઝેશન ફીચર્સ પણ આવ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે iOS 18ની અપડેટ્સ કયા કયા આઈફોનમાં મળી રહી છે. સૌથી પહેલા તો તમને એ જણાવી દઈએ કે iOS 18 હાલ માત્ર ડેવલપર્સ માટે જ ઉપલબ્ધ છે. તેનું પબ્લિક બીટા વર્ઝન જુલાઈમાં રિલીઝ થશે.

iOS 18 લોન્ચ. માત્ર આ iPhonesમાં જ મળશે અપડેટ, જુઓ લિસ્ટ

આ લિસ્ટમાં રહેલા iPhonesમાં જ મળશે iOS 18 અપડેટ

1. iPhone XR

2. iPhone XS

3. iPhone XS Max

4. iPhone 11

5. iPhone 11 Pro

6. iPhone 11 Pro Max

7. iPhone 12

8. iPhone 12 Mini

9. iPhone 12 Pro

10. iPhone 12 Pro Max

11. iPhone 13

12. iPhone 13 Mini

13. iPhone 13 Pro

14. iPhone 13 Pro Max

15. iPhone 14

16. iPhone iPhone 14 Pro

17. iPhone 14 Plus

18. iPhone 14 Pro Max

19. iPhone 15

20. iPhone 15 Plus

21. iPhone 15 Pro

22. iPhone 15 Pro Max

23. iPhone SE 3rd Generation

24. iPhone SE 2nd Generation

iOS 18ના ખાસ ફીચર્સ

iOS 18ની સાથે એઆઈ જનરેટિવ રાઈટિંગ ટૂલ પણ મળશે, જે કોઈ પણ વિષય પર કન્ટેન્ટ સંક્ષેપમાં લખી શકે છે, આ ફીચર એપલ ડિવાઈસની બધી એપ્સમાં સપોર્ટેડ છે. એપલના યુઝર્સ મેસેજ, કીનોટ, ફ્રી ફોર્મ અને પેકેજમાં એઆઈ ઈમેજ પણ ક્રિએટ કરીને તેનો ઉપયોગ કરી શક્શે. એપલના કહેવા પ્રમાણે યુઝર્સ આ ટૂલનો ઉપયોગ કરીને રિયલ ઈમેજ બનાવી શક્શે, જેને જુદી જુદી રીતે ઉપયોગમાં લઈ શકાશે. આ ઈમેજ બનવા માટે ટૂલ ગેલેરીમાં રહેલી ઈમેજિસનો ઉપયોગ કરશે.
આ ઉપરાંત હવે સિરી સામાન્ય બોલચાલની ભાષા સમજીને તેનો પણ અર્થ કાઢી શક્શે. એપલની જુદી જુદી એપ્સની સાથે સાથે સિરી પણ એઆઈથી સજ્જ બની છે. સિરી હવે કોઈ પણ એપમાં તમારા કમાન્ડથી કામ કરી શક્શે. જો તમારે ફોટો એડિટ કરવો હશે, તો સિરીને કમાન્ડ આપો, સિરી એડિટ એપમાં જઈને એ કામ કરી નાખશે.

એપલે પોતાના એઆઈને એપલ ઈન્ટેલિજન્સ નામ આપ્યું છે. તેનો સપોર્ટ ફોટોઝ એપ માટે પણ આપવામાં આવ્યો છે. જે મુજબ ફોટોઝ એપ હવે તમારા બેસ્ટ ફોટોઝ અને વીડિયોઝ જાતે જ સિલેક્ટ કરીને સ્ટોરી લાઈન પ્રમાણે એક વીડિયો બનાવી શક્શે.

Best Mobiles in India

English summary
iOS 18 launched know the features and which iphones will get update

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X