iOS 17 ડેવલપર બીટા વર્ઝન વગર પૈસે કરો ઈન્સ્ટોલ, આ રહી રીત

By Gizbot Bureau
|

એપલે 5 જૂને થયેલી પોતાની ઈવેન્ટ Apple WWDC 2023 ઈવેન્ટમાં ઘણી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. આ ઈવેન્ટ દરમિયાન હાર્ડવેર પ્રોડક્ટ ઉપરાંત કંપની નવી ઓપરેટિંગ સિસ્ટમ iOS 17, iPadOS 17, tvOS 17, WatchOS 10 અને macOS Sonoma લોન્ચ કરી ચૂકી છે. iOS 17માં ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જે હવે આઈફોનમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે આ નવી ઓપરેટિંગ સિસ્ટમની જાહેરાત બાદ iOS 17 માત્ર એવા ડેવલપર્સને આપવામાં આવ છે, જેમણે ડેવલપર મેમ્બરશિપ પ્રોગ્રામ માટે સાઈન અપ કર્યું છે.

iOS 17 ડેવલપર બીટા વર્ઝન વગર પૈસે કરો ઈન્સ્ટોલ, આ રહી રીત

જો કે હવે એપલે ડેવલપર અકાઉન્ટમ માટે iOS 17નું બીટા વર્ઝન ફ્રી કરી દીધું છે. ત્યારે, ચાલો અમે તમને જણાવે કે તમે આ લેટેસ્ટ વર્ઝન કેવી રીતે ડાઉનલોડ કરી શક્શો.

Apple iOS 17 Developer Beta

Apple iOS 17નું ડેવલપર બીટા વર્ઝન હવે ડેવલપર્સ માટે ફ્રીમાં ઉપલબ્ધ છે. એટલે કે જે યુઝર્સ 99 ડૉલર્સ કે પછી 8,700 રૂપિયાની વાર્ષિક ફી નથી ભરી રહ્યા, તેઓ પણ ટેસ્ટિંગ માટે લેટેસ્ટ Apple iOS 17 ડેવલપર બીટા ડાઉનલોડ કરી શકે છે.

જો કે આ ફ્રી અકાઉન્ટમાં તમને કેટલાક પસંદગીના ફીચર્સનો લાભ નહીં મળે. તમને એ પણ જણાવી દઈએ કે Apple iOS 17નું પબ્લિક બીટા વર્ઝન જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવશે.

કેવી રીતે કરશો ડાઉનલોડ?

નવા વર્ઝનને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે આઈફોનના સેટિંગ્સ મેન્યુમાં જવાનું છે. અહીં તમને General નામનો વિકલ્પ મળશે, જી અંદર Software Update મળશે, તેના પર ક્લિક કરો. હવે તમન Beta અપડેટ માટેનું બટન મળશે, તેના પર ક્લિક કરો. બાદમાં તમારે Developer beta પર ક્લિક કરવાનું છે. હવે તમે Apple IDથી લોગ ઈન કરી શકો છો. આટલું કરતાની સાતે જ તમને iOS Developer Beta જોવા મળશે. તેને ડાઉનલોડ કરીને સિમ્પલી ઈન્સ્ટોલ કરી દો.

આટલા આઈફોનમાં મળશે Apple iOS 17નો સપોર્ટ

· iPhone 14 Pro Max

· iPhone 14 Pro

· iPhone 14 Plus

· iPhone 13 Pro Max

· iPhone 13 Pro

· iPhone 13

· iPhone 13 mini

· iPhone 12 Pro Max

· iPhone 12 Pro

· iPhone 12

· iPhone 12 mini

· iPhone SE 3rd Gen

· iPhone SE 2nd Gen

· iPhone 11 Pro Max

· iPhone 11 Pro

· iPhone 11

· iPhone XS Max

· iPhone XS

· iPhone XR

નીચેના આઈફોન્સમાં નહીં મળે અપડેટ

· iPhone X

· iPhone 8 Plus

· iPhone 8

· iPhone 7 Plus

· iPhone 7

· iPhone 6s Plus

· iPhone 6a

· iPhone SE

iOS 17ના આ છે ખાસ ફીચર્સ

iPad OS 17માં એપલે પર્સનલાઈઝ્ડ લૉક સ્ક્રીન ફીચર આપ્યું છે. જેના દ્વારા યુઝર્સ પોતાના ટેબ્લેટની મેઈન ડિસ્પ્લેને પોતાની જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઈઝ્ડ કરી શક્શે. સાથે જ, તેમાં નવું ફોટો ફીચર પણ મળશે. જેના દ્વારા યુઝર્સ ટેબ્લેટની લૉક સ્ક્રીન પર પોતાને ગમતો ફોટો લગાવી શક્શે. આ ઉપરાંત યુઝર્સ તેમાં લાઈવ ફોટો કે પછી સ્લો મોશન ઈફેક્ટ ધરાવતા ઈમોજી પણ લગાવી શક્શે.

Best Mobiles in India

English summary
iOS 17 Developer beta download in free follow these steps

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X