ઈન્ટેક્સસે 3 નવા 4 કે યુએચડી સ્માર્ટ એલઇડી ટીવી મોડેલ લોન્ચ કર્યા, રૂ. 52,990 થી શરૂ થાય છે

|

હોમ ગ્રોન ઇલેકટ્રોનિક કંપની ઈન્ટેક્સે પોતાના 4 કે યુએચડી સ્માર્ટ એલઇડી ટીવી પ્રોડક્ટ ને 3 નવા મોડેલ લોન્ચ કરી અને એક્સપાન્ડ કર્યું છે. એલઇડી-એસયુ 4303, એલઇડી-એસયુ 5003 અને એલઇડી-એસયુ 5503. જેની અંદર જીઓ સિનેમા એપ પહેલા થી જ આવે છે. અને તેની કિંમત રૂ. 52,990 , 72,000 અને 1,00,000 રાખવા માં આવી છે.

ઈન્ટેક્સસે 3 નવા 4 કે યુએચડી સ્માર્ટ એલઇડી ટીવી મોડેલ લોન્ચ કર્યા

ઇન્ટેક્સ ના એલઇડી એસયુ 4303, એલઇડી-એસયુ 5003 અને એલઇડી-એસયુ 5503 43-ઇંચ, 50 ઇંચ અને 55-ઇંચ ની સ્ક્રીન સાઈઝ માં આવે છે, અને તેની અંદર 3840x2160 પિક્સેલ રીઝોલ્યુશન આપવા માં આવેલ છે. અને આ ત્રણેય મોડેલ એન્ડ્રોઇડ v 6.0 પર ચાલે છે, અને ડ્યુઅલ કોર પ્રોસેસર દ્વારા પાવર આપવા માં આવેલ છે. આ ટીવી ની અંદર 1.5જીબી ની રેમ અને 8જીબી નો સ્ટોરેજ આપવા માં આવે છે.

અને તેની અંદર ઇન્ટેક્સ નો ખુદ નો જ એક એપ સ્ટોર આવે છે જેની અંદર 200 કરતા પણ વધુ એપ આપવા માં આવી છે અને તેની અંદર તમારી પોપ્યુલર એપ્સ જેમ કે ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર વગેરે નો પણ સમાવેશ થાય છે. તેની અંદર ઇન્ડિયા ની ઘણી બધી ભાષાઓ પણ આપવા માં આવશે અને સ્ક્રીન રિઝોલ્યૂશન અને સાઈઝ ને પણ બદલી શકાશે.

કનેક્ટિવિટી ની વાત કરીયે તો તેની અંદર બિલ્ટ ઈન વાઇફાઇ, 3 HDMI, અને 2 USB પોર્ટ આપવા માં આવેલ છે. તેના બીજા ફીચર્સ ની વાત કરીયે તો તેની અંદર મિરકાસ્ટ, અને આય સેફ ટી મેટ્રિક્સ ટેકનોલોજી ટાઈમ લેગ ને દૂર કરવા અને બીજી વડતુંઓ ને સ્ટેબલ રાખવા માટે આપવા માં આવેલ છે. અને આ ટીવી માં 9ms નો રિસ્પોન્સ ટાઈમ આપવા માં આવેલ છે જે કંપની ના દાવા મુજબ પિક્ચર ક્વોલિટી ને સુધારવા માં મદદ કરે છે.

ઇન્ટેક્સ ટેક્નોલોજિસના ડિરેક્ટર નિધિ માર્કંડયે જણાવ્યું હતું કે, "ઇન્ટેક્સ પર, પ્રીમિયમ ચિત્ર ગુણવત્તાને દરેકને સુલભ બનાવવાનો અમારો સતત પ્રયાસ છે. આ નવા મોડલો સાથે, ઇન્ટેક્સે તેમની નવી ઉંમરની મનોરંજન જરૂરિયાતો સાથે ટેક સમજશકિત ગ્રાહકોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેના 4 કે સ્માર્ટ સ્માર્ટ ટીવી પોર્ટફોલિયોમાં વધારો કર્યો છે. જિયો સિનેમા એપ્લિકેશન દ્વારા, અમારા દર્શકોને 100000+ કલાકના મનોરંજનની મજા આવે છે. આ નવી શ્રેણી સસ્તી કિંમતે આકર્ષક, મોટા સ્ક્રીન જોવાના અનુભવને પ્રદાન કરવાના અમારા ધ્યેયમાં મોટી કૂદકો છે. દરેક નવા ઓફરિંગ ઇન્ટેક્સ ગ્રાહકો માટે એક જુદું, વધુ અદ્યતન અનુભવ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, ઉચ્ચ અંતર પ્રદર્શન આપે છે અને તેમની અપેક્ષાઓ સુધી જીવે છે. "

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Intex launches three new 4K UHD Smart LED TV models, price starts at Rs 52,990

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X