ટેક ઇન્ડસ્ટ્રી માં સૌથી ધનિક સ્ત્રીઓ વિષે જાણો

By Gizbot Bureau
|

ઘણા સમય સુધી એવું માનવા માં આવતું હતું કે ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી જે છે તે ઓલ બોયઝ ક્લ્બ છે અને તેની અંદર મોટી મોટી પોસ્ટ પર ઘણા સમય સુધી પૈસા વાળા અને પાવરફુલ પુરુષો જ તેને ચલાવતા પણ હતા. પરંતુ છેલ્લા થોડા સમય થી આ પરિસ્થિતિ ની અંદર બદલાવ જોવા મળ્યો છે અને ઘણી બધી સ્ત્રીઓ એ આ ઇન્ડસ્ટ્રી ની અંદર મોટી મોટી જગ્યા ઓ ને હાંસેલ કરી અને એ વાત ને ખોટી સાબિત કરી છે. અને આ વાત નો અંદાજો લગાવવા માટે ફોર્બ્સ મેગેઝીન ના એન્યુઅલ બિલિયોનર સ્ત્રીઓ નું લિસ્ટ જોવું જોઈએ. તો આ આર્ટિકલ ની અંદર અમે તમને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રી ની અંદર કામ કરતી 9 સૌથી વધુ ધનિક સ્ત્રીઓ વિષે જણાવીશુ.

ટેક ઇન્ડસ્ટ્રી માં સૌથી ધનિક સ્ત્રીઓ વિષે જાણો

જુડી ફોલ્કનર

જુડી ફોલ્કનર ની નેટ વર્થ $3.6 બિલિયન છે, જુડી ફોલ્કનર એ અમેરિકા ની લીડીંગ મેડિકલ રેકોર્ડ પ્રોવાઇડર સોફ્ટવેર ની સીઈઓ છે. જેનું નામ એપિક સિસ્ટમ છે.

મેગ વ્હિટમેન

મેગ વ્હિટમેન ની નેટ વર્થ $3.4 બિલિયન છે, અને તે મીડિયા કંપની ક્યુલિબી ની સીઈઓ છે, અને તે ઈ બે ની સીઈઓ પણ રહી ચુકી છે. અને તે એચપીઈ, પ્રોક્ટર અને ગેમ્બલ અને ડ્રૉપબૉક્સ ના બોર્ડ ની અંદર પણ પોતાનું સ્થાન ધરાવે છે.

ઝોઉ કુનફી

ઝોઉ કુનફી ની નેટ વરહ $3 બિલિયન છે, અને તે લેન્સ ટેક્નોલોજી ની સીઈઓ છે જે કે જે એક સ્માર્ટફોન સ્ક્રીન સપ્લાયર છે અને તેમના ક્લાયન્ટ્સ ની અંદર સેમસંગ, એલજી, નોકિયા વગેરે જેવી કંપનીઓ આવે છે.

થાઇ લી

થાઇ લી ની નેટ વર્થ $2.1 બિલિયન છે, અને થાઇ લી એ એસ.એચ.આઇ ઇન્ટરનેશનલના સીઈઓ છે, જે ઉત્તર અમેરિકાના સૌથી મોટા આઇટી સોલ્યુશન્સ પ્રદાતા છે.

વાંગ લાચિન

વાંગ લાચિન ની નેટ વર્થ $2 બિલિયન છે, અને વાંગ લાચ્યુન એ ચેરમેન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક લક્સશેર પ્રીસીઝન ઉદ્યોગના એક તૃતિયાંશ માલિક છે. કંપની એપલને ઇલેક્ટ્રોનિક કનેક્ટર્સ પૂરા પાડે છે.

શેરિલ સેન્ડબર્ગ

શેરિલ સેન્ડબર્ગ ની નેટ વર્થ $1.6 બિલિયન છે, અને શેરિલ સેન્ડબર્ગ સોશિયલ નેટવર્કિંગ વિશાળ ફેસબુકના સી.ઓ.ઓ. છે.

ઝેંગ ફેંગક્વિન

ઝેંગ ફેંગક્વિન ની નેટ વર્થ $1.6 બિલિયન છે, અને ઝેંગ ફેંગક્વિન લિંગાઇ ટેક્નોલૉજીની અધ્યક્ષ છે. કંપની હ્યુવેઇ અને ઍપલ જેવી તકનીકી કંપનીઓને સ્માર્ટફોન, ટેબ્લેટ્સ અને લેપટોપ્સ માટે ઇલેક્ટ્રોનિક ઘટકો પ્રદાન કરે છે.

જયશ્રી ઉલલ

જયશ્રી ઉલલ ની નેટ વર્થ 1.2 બિલાઇન છે, અને જયશ્રી ઉલલ એ આ લિસ્ટ ની અંદર એક માત્ર મહિલા ભારતીય છે, અને તે એરિસ્ટા નેટવર્ક ની પ્રેસિડન્ટ અને સીઈઓ છે, આ કંપની ક્લાયદ નેટવર્કિંગ સોલ્યુશન આપે છે.

સફ્રા કેટઝ

સફ્રા કેટઝ ની નેટ વર્થ $1 બિલિયન છે, અને સફ્રા કેટઝ ઓરેકલ ની સીઈઓ છે, અને તે સિલિકોન વેલી ની અંદર અમુક હાઈએસ્ટ પેઈડ ફિમેલ એક્ઝિક્યુટિવ્સ માની એક છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
International Women's Day: These are the 9 richest women in technology industry

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X