Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર મળશે Snapchatવાળું ફીચર, હવે ડિલીટ નહીં કરવો પડે મોકલેલો ફોટો
મેટાની માલિકીનના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ આખી દુનિયા કરે છે. યુઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે કંપની સમયાંતરે પોતાની એપ્સમાં નવા નવા ફઈચર્સ એડ કરતી રહે છે. હવે ઈન્સ્ટાગ્રામ એક નવા ફીચર પર કામ કરી રહ્યું ચે. આ ફીચર સ્પષ્ટ રીતે સ્નેપચેટને ટક્કર આપવા માટે લવાઈ રહ્યું છે.
કંપની જે ફીચર પર કમ કરી રહી છે, તેનું નામ Peek છે. આમાં ફોટો સેન્ડ કર્યા બાદ રિસીવરને ફોટો માત્ર એક જ વાર જોવાની પરમિશન મળશે. જેવો રિસીવર ફોટો જોઈ લેશે કે ફોટો પોતાની જાતે જ ડિલીટ થઈ જશે.

શું છે ઈન્સ્ટાગ્રામનું નવું ફીચર?
જો તમે સ્નેપચેટ યુઝ કરો છો, તો તમને ખ્યાલ જ હશે, કે સ્નેપચેટ પર જ્યારે પણ કોઈ ફોટો મોકલવામાં આવે છે, ત્યારે તેના પર એકવાર ક્લિક કર્યા બાદ તે તરત જ જાતે જ ડિલીટ થઈ જાય છે. આ ફીચરની ડિમાન્ડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ લાંબા સમયથી કરી રહ્યા હતા. કંપનીએ હવે આ ફીચર લોન્ચ કરવાની તૈયારી કરી લીધી છે. આ ફીચર સ્નેપચેટની જેમ જ કામ કરશે.
મળતી માહિતી પ્રમાણે કંપની આ ફીચરના ડેવલપમેન્ટ પર કામ કરી રહી છે. BeReal અને Snapchat જેવા જ આ ફીચરને લઈને ઘણા રિપોર્ટ્સ સામે આવી ચૂક્યા છે.
ટેક ક્રંચના રિપોર્ટ મુજબ આ ફીચર સૌથી પહેલા રિવર્સ એન્જિનિયર Alessandro Paluzziએ ઈન્સ્ટાગ્રામ પર સ્પોટ કર્યું હતું, જે એક પ્રોટોટાઈપ છે. હાલ પીક ફીચર યુઝર્સ માટે લાઈવ નથી. જો કે, આ પીક ફીચર સ્ટોરીઝના સેક્શનમાં ક્યાંક મળે તેવી શક્યતા છે.
અત્યારે સામે આવેલા સ્ક્રીનશોટ મુજબ પીક દ્વારા એકબીજાને તમે જે ફોટો શૅર કરવા ઈચ્છો છો, તે તમારે કેમેરાથી જ ક્લિક કરવો પડશે. કારણ કે તમે આ ટૂલનો ઉપયોગ ગેલેરીમાં રહેલી ઈમેજ શૅર કરવા માટે નહીં કરી શકો. સાથે જ એકવાર શૅર કરેલો ફોટો યુઝર્સ એડિટ પણ નહીં કરી શકે, ન તો તેમાં કોઈ ફિલ્ટર લગાવી શકે. આ કોન્સેપ્ટ પણ BeReal જેવો જ છે.
Candid Stories જેવું ફીચર
ઈન્સ્ટાગ્રામનું આ અપકમિંગ ફીચર લગભગ કેન્ડીડ સ્ટોરીઝ ફીચર જેવું જ છે. આ ફીચરનું સૌથી પહેલા 2022માં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ફીચર ક્યારેય યુઝર્સ માટે રોલઆઉટ ન થયું. આ ફીચર પણ સંપૂર્ણ રીતે બી રિયલનું ક્લોન ફીચર જ હતું.
હજી પણ પીક ફીચર ક્યારે રોલઆઉટ થશે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. જો કે ઘણા રિપોર્ટ્સ મુજબ ટૂંક સમયમાં યુઝર્સ આ ફીચરનો લાભ લઈ શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
