Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagramનો બદલાઈ જશે લૂક, હવે આ રીતે દેખાશે તમારા ફોટોઝ
Instagram યુઝર્સના એક્સપીરિયન્સને વધુ સારો કરવા માટે નવા નવા ફીચર રોલઆઉટ કરતું રહે છે. આ ફોટો શેરિંગ અને રીલ મેકિંગ પ્લેટફોર્મ હાલ પણ એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ફીચર આવ્યા બાદ તમારા પ્રોફાઈલનો લૂક સંપૂર્ણપણે બદલાઈ જશે. રિપોર્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર દેખાતી ગ્રિડ બદલવાનું આયોજન કરી રહ્યું છે. આગામી દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર દેખાતી સ્ક્વેર ગ્રિડ બદલાઈ શકે છે.
યુઝર્સને મળી શકે છે આ નવું ફીચર
Instagram એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. જ્યારે પણ આ ફીચર રોલઆઉટ થશે, તો તમારા પ્રોફાઈલ પર ફોટોઝ દેખાવાની સ્ટાઈલ બદલાઈ જશે. આ નવું ફીચર રોલઆઉટ થયા બાદ તમારા પ્રોફાઈલ ગ્રિડમાં ફોટોઝ બરાબર એવી રીતે દેખાશે, જેવી રીતે તમારી ગ્રિડમાં રીલ્સ દેખાય છે. હાલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કોઈની પણ પ્રોફાઈલમાં ફોટોઝ સ્ક્વેર ગ્રિડમાં દેખાય છે. જો કે આ ફીચર આવ્યા બાદ બધા જ ફોટોઝ વર્ટિકલી દેખાશે. ઈન્સ્ટાગ્રામ દ્વારા આગામી દિવસોમાં વર્ટિકલ ગ્રીડ ફીચર લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે.

બીટા ટેસ્ટર્સને મળ્યું છે આ ફીચર
જો કે આવા કોઈ ફીચરની જાહેરાત ઈન્સ્ટાગ્રામ દ્વારા સત્તાવાર રીતે કરવામાં નથી આવી, પરંતુ કેટલાક પસંદગીના બીટા યુઝર્સને ઓલરેડી આ ફીચર મળી ચૂક્યુ છે. જેને કારણે કહી શકાય છે કે આ પ્રકારનું ફઈચર આવવાની શક્યતાઓ વધારે છે. ઈન્સ્ટાગ્રામ હાલ બીટા યુઝર્સ સાથે વર્ટિકલ પ્રોફાઈલ ગ્રીડનું પરીક્ષણ કરી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં આ અંગે એક પોસ્ટ પણ શૅર કરી છે. એડમ મોસેરીની પોસ્ટ પ્રમાણે ઈન્સ્ટાગ્રામે પ્રોફાઈલ માટે વર્ટિકલ ગ્રીડનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. એટલે હવે તમારી પોસ્ટ સ્ક્વેરને બદલે વર્ટિકલી દેખાવા લાગશે.
લોન્ચ બાદ ક્યારેય નથી બદલાઈ ગ્રીડ
જો ઈન્સ્ટાગ્રામમાં પ્રોફાઈલની ગ્રીડ સ્ક્વેરને બદલે વર્ટિકલી દેખાશે, તો યુઝર્સ માટે આ એક મોટું પરિવર્તન હશે, કારણ કે ઈન્સ્ટાગ્રામ લોન્ચ થયા બાદ ક્યારેય આ ગ્રીડમાં ફેરફાર નથી થયો. ઈન્સ્ટાગ્રામે એપ લોન્ચ થઈ ત્યારથી જ પ્રોફાઈલ માટે ચોરસ લેઆઉટ રાખી છે. જો કે આજના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થતા મોટા ભાગના ફોટોઝ અને વીડિયોઝ વર્ટિકલ છે, એટલે તેને સ્ક્વેર ગ્રીડમાં ફિટ કરવા માટે ફોટો કે વીડિયોને ક્રોપ કરવો પડછે, પરંતુ વર્ટિકલ ગ્રીડ ફીચર આવ્યા બાદ આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications