Instagram પર કેમ વાઈરલ નથી તમારી પોસ્ટ, આ ફીચરથી જાણો

|

આજની ગળાકાપ હરિફાઈમાં ટકી રહેવા માટે દરેક સોશિયલ મીડિયા સાઈટ્સ અને એપ્લીકેશન નવા નવા ફીચર ઉમેરીને પોતાની પ્રોડ્ક્ટસને ડેવલપ કરતા રહે છે, જેથી તેઓ યુઝર ફ્રેન્ડ્લી એક્સપીરિયન્સ આપી શકે. મેટાની પ્રખ્યાત સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પણ સતત અપડેટ થઈ રહ્યું છે. હવે, ઈન્સ્ટાગ્રામ એક એવું ફીચર લઈને આવ્યું છે, જેના દ્વારા ક્રિએટર્સ અને બિઝનેસ અકાઉન્ટ્સ ધરાવતા યુઝર્સ એ જાણી શક્શે કે તેમી પોસ્ટ રેકમન્ડેશનમાંથી કે પછી ડિસ્કવરી ફીચર્સમાંથી બ્લોક તો નથીને. ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસેરીના કહેવા પ્રમાણે,’પ્લેટફોર્મ પર હવે એવી સુવિધા મળવાની છે, જેના કારણે પ્રોફેશનલ અકાઉન્ટ યુઝર્સ જાણી શક્શે કે તેમનું કન્ટેન્ટ તેમને ફોલો ન કરતા હોય, તેવા યુઝર્સને રેકમેન્ડ કરવામાં આવે છે કે નહીં.’

Instagram પર કેમ વાઈરલ નથી તમારી પોસ્ટ, આ ફીચરથી જાણો

તમારી પોસ્ટ રેકમેન્ડેશનમાં છે કે નહીં તે કેવી રીતે જાણશો?

એડમ મોસેરી એ ટ્વિટર પર આપેલી માહિતી પ્રમાણે સેટિંગ્સ મેન્યુમાં અકાઉન્ટ વિકલ્પની અંદર તમને અકાઉન્ટ સ્ટેટસ જોવા મળશે. જ્યાંથી પ્રોફેશનલ અકાઉન્ટધારક યુઝર્સ તેમની પોસ્ટને રેકમન્ડેશનમાંથી બ્લોક કરવામાં આવી છે કે નહીં તે ચેક કરી શક્શે. વધુમાં મોસેરીએ કહ્યું,’અમે નવા ટ્રાન્સપરન્સી ટૂલ્સ ઉમેરવા જઈ રહ્યા છીએ, જેના દ્વારા તમારા ફોટોઝ અને વીડિયોઝના રેકમન્ડેશન સ્ટેટસને જાણી શકાશે.’

મોસેરીએ વીડિયો જાહેર કરીને આપી માહિતી

ક્રિએટર્સ અને બિઝનેસ પ્રોફાઇલ યુઝર્સ સેટિંગ્સમાં જઈ શકે છે અને જોઈ શકે છે કે તેઓએ પોસ્ટ કરેલા કોઈપણ ફોટા અથવા વિડિયોને કાઢી નાખવામાં આવ્યા છે કારણ કે તે અમારા સમુદાયના ધોરણો અથવા સમુદાય દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે કે નહીં.

ટ્રાન્સપરન્સી ટૂલનો આ રીતે થશે ઉપયોગ

ઈન્સ્ટાગ્રામના એક્સપ્લોર અને અન્ય સ્થાનો પર રેકમેન્ડેશન માટે, Instagram પોસ્ટ્સે ભલામણ કરેલ સામગ્રીની આસપાસના કમ્યુનિટી દિશાનિર્દેશો અને નિયમોનું પાલન કરવું આવશ્યક છે. અત્યાર સુધી ક્રિએટર્સ એ નહોતા જાણી શક્તા કે તેમણે કરેલી પોસ્ટ્સ તેમને ફોલો ન કરતા હોય તેવા યુઝર્સને પણ બતાવાઈ રહી છે કે નહીં.

યુઝર્સ પડકારી શક્શે ઈન્સ્ટાગ્રામનો નિર્ણય

નવા ટ્રાન્સપરન્સી ટૂલ દ્વારા હવે યુઝર્સ એ જાણી શક્શે કે તેમણે કરેલી પોસ્ટ તમામ યુઝર્સને રેકમેન્ડ કરાઈ રહ્યા છે કે નહીં. જો કોઈ પોસ્ટ રેકમેન્ડ ન કરવામાં આવી હોય તો ઈન્સ્ટાગ્રામ આ માટેના કારણની જાણ યુઝરને કરશે. જો તમારા કન્ટેન્ટને રેકમેન્ડેશનમાંથી કાઢી નાખવામાં આવશે તો ક્રિએટર્સ અને બિઝનેસ પ્રોફાઈલ ઈન્સ્ટાગ્રામના આ નિર્ણયને પડકારી પણ શકે છે.

મોસેરીએ વીડિયોમાં છેલ્લે કહ્યું કે,’અમે જાણીએ છીએ કે ક્રિએટર્સ માટે Instagram કેવી રીતે કામ કરે છે તે સમજવું મહત્વપૂર્ણ છે જેથી તેઓ લાંબા ગાળે પ્લેટફોર્મનો વધુ સારો ઉપયોગ કરી શકે.’ ઉલ્લેખનીય છે કે ઈન્સ્ટાગ્રામ સતત પોતાની એપ અપગ્રેડ કરી રહ્યું છે, જેથી યુઝર્સ વધારેને વધારે અસરકારક રીતે પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram Will Now Allow Creators To Check if Their Posts Are Being Blocked for Recommendations

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X