Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Threads થયું સુપરહિટ, 10 મિલિયન કરતા પણ વધારે યુઝર્સ, અહીં જાણો બધું જ
ટ્વિટરને ટક્કર આપવા માટે મેટા હવે મેદાનમાં ઉતરી ચૂકી છે. કંપનીની જે એપની ચર્ચા અત્યાર સુધી ચાલી રહી હતી, તે એપ લોન્ચ થઈ ચૂકી છે. જી હાં, અમે Threadsની જ વાત કરી રહ્યા છીએ. આ એપ ઈન્સ્ટાગ્રામ પર બેઝ્ડ છે, જેને ટેક્સ્ટ શેરિંગ ફોર્મેટમાં લોન્ચ કરવામાં આવી છે.

Threads લોન્ચ થયાના 24 કલાકની અંદર જ તેના 1.5 કરોડથી વધુ યુઝર્સ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે યુઝર્સ સુપરસ્પીડ પર આ એપમાં સાઈન ઈન કરી રહ્યા છે. આ વાતની માહિતી મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે પોતે આપી છે. કંપનીએ આ એપને ટેક્સ્ટ શેરિંગ અને પબ્લિક કન્વર્ઝેશન એપનો દરજ્જો આપ્યો છે.
જો મસ્કના ટ્વિટર સાથે કમ્પેર કરીએ તો આ એપ ઘણી જુદી છે. Threads ટ્વિટરના જૂના વર્ઝન જેવી છે, જ્યાં તમે ટેક્સ્ટ ફોર્મેટમાં તમારા વિચારો રજૂ કરી શકો છો. એક તરફ જ્યાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર પોતાને વીડિયો ટેક્સ્ટ બેઝ્ડ સોશિયલ મીડિયા બનાવી રહ્યું છે, ત્યારે Threads માત્ર ટેક્સ્ટ બેઝ્ડ પ્લેટફોર્મ છે. ચાલો જાણીએ Threads એપની ખાસ વાતો.
શું છે ઈન્સ્ટાગ્રામ Threads?
Threads એપ ઈન્સ્ટાગ્રામની ટીમ દ્વારા ડેવલપ કરવામાં આવી છે, જે સીધી જ ટ્વિટરની કોમ્પિટિટર છે. આ એપ ટેક્સ્ટ બેઝ્ડ કન્વર્ઝેશન માટે લોન્ચ કરવામાં આવી છે.
શું વીડિયોઝ અને ફોટોઝ શૅર કરી શકાશે?
Threads એપ પર યુઝર્સ 500 કેરેક્ટર્સની ટેક્સ્ટ સાથે વીડિયોઝ અને ફોટોઝ પોસ્ટ કરી શક્શે. સાથે જ યુઝર્સ અહીં 5 મિનિટનો વીડિયો શ2ર કરી શક્શે. અહીં લિંક પોસ્ટ કરવાની પણ સુવિધા મળે છે.
ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે Threads?
આ એપને તમે ગૂગલ પ્લે સ્ટોર અથવા એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. બંને જગ્યાએ એપ ફ્રીમાં ઉપલબ્ધ છે.
કયા કયા દેશોમાં ઉપલબ્ધ છે Threads?
Threads એપ 100થી વધુ દેશોમાં એક સાથે લોન્ચ કરવામાં આવી છે. આ લિસ્ટમાં ભારત પણ સામેલ છે. જો કે શરૂઆતના ગાળામાં યુરોપિયન યુનિયનમાં આ એપ ઉપલબ્ધ નહીં હોય.
કેવી રીતે કરશો સાઈન અપ?
Threads પર સાઈન અપ કરવું સરળ છે. આ માટે તમારે નવું અકાઉન્ટ બનાવવાની જરૂર નથી. પરંતુ તમે તમારા ઈન્સ્ટાગ્રામ ક્રેડેન્શિયલ્સ યુઝ કરીને સાઈન અ કરી શકો છો. જો તમારા ફોનમાં પહેલાથી જ ઈન્સ્ટાગ્રામ છે, તો તમારે પાસવર્ડ પણ એન્ટર નહીં કરવો પડે.
કેવી રીતે કરશો ફોલો?
લોગ ઈન કર્યા બાદ તમને એ બધા જ યુઝર્સનું લિસ્ટ જોવ મળશે, જેને તમે ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો છો. તમે આમાંથી કોઈ પણ યુઝરને ફોલો કરી શકો છો. આ ઉપરાંત તમે તમારી પ્રોફાઈલને પબ્લિક અને પ્રાઈવેટ પણ રાખી શકો છો.
પોસ્ટ કેવી રીતે કરશો?
Threadsનું કામ પણ તેના નામ મુજબ જ છે. એપ ઓપન કરતા જ તમને અહીં નોટપેડની સાઈન જોવા મળશે. અહીં જઈને તમે તમારા મેસેજ કે વિચારો લખીને પોસ્ટ કરી શકો છો.
Threads પર શું શું જોવા મળશે?
આ પ્લેટફોર્મ પર તમને મોટાભાગે ટેકસ્ટ કન્ટેન્ટ, ફોટોઝ, વીડિયોઝ જોવા મળશે. ટ્વિટરની જેમ જ ફોલોઈંગ અને રેકમેન્ડેડ કન્ટેન્ટ વચ્ચે સ્વિચ કરવાનો ઓપ્શન અહીં નથી.
શું Threads પર એડ્ઝ જોવી પડશે?
હાલ તો Threads પ્લેટફોર્મ પર એડ્ઝ જોવા નહીં મળે. પરંતુ ભવિષ્યમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ એડ્ઝ જોવા મળી શકે છે.
બ્લુ ટિક કેવી રીતે મળશે?
Threads પર હાલ બ્લુ ટિક જેવો કોઈ ઓપ્શન આપવામાં નથી આવ્યો. પરંતુ જે યુઝર્સના ઈન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક છે, તે યુઝર્સના Threads પ્રોફાઈલ પર બ્લૂ ટિક જોવા મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications