Instagram Postને હવે સરળતાથી કરી શકાશે રિપોસ્ટ, આવશે નવું ફીચર

By Gizbot Bureau
|

Instagram આજકાલ સૌથી વધારે વપરાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે. ખાસ કરીને રીલ્સ આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામના યુઝર્સમાં વધારો નોંધાયો છે. ઈન્ટાગ્રામના ઘણાં ફીચર્સ યુઝર્સને નવો યુઝર એક્સપિરીયન્સ પૂરો પાડી રહ્યા છે. જો કે, આ ગળાકાપ હરિફાઈના જમાનામાં જ્યાં હજી નવા નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માર્કેટમાં આવી રહ્યા છે, ત્યારે ઈન્સ્ટાગ્રામ પણ પોતાના યુઝર્સને જુદા જુદા ફીચર આપવા માટે કટિબદ્ધ છે.

Instagram Postને હવે સરળતાથી કરી શકાશે રિપોસ્ટ, આવશે નવું ફીચર

ઈન્સ્ટાગ્રામનું નવું ફીચર

ફેસબુક અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર સરળતાથી યુઝર્સ કોઈ પણ પોસ્ટને રિ પોસ્ટ કે રિ ટ્વિટ કરી શકે છે. Instagram પર હજી સુધી બીજા કોઈ યુઝરની પોસ્ટને રીપોસ્ટ કરી શકાતી નથી. આ માટે થર્ડ પાર્ટી એપ્સની મદદ લેવી પડે છે. પરંતુ ટૂંક સમયમાં ઈન્સ્ટાગ્રામ યુઝર્સની આ મુશ્કેલીનો ઉકેલ લઈને આવી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામમાં નવું રિપોસ્ટનું ઓપ્શન ક્યાં આવશે, તે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું.

હવે કરી શકાશે રિપોસ્ટ

જો તમને પણ બીજા કોઈએ પોસ્ટ કરેલા મીમ્સ, વીડિયો પોસ્ટ કે અન્ય કોઈ પણ પોસ્ટ ફરી પોસ્ટ કરવી છે, તો હવે આ માટેનો વિકલ્પ મળવાનો છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ સરળતાથી બીજા કોઈ પણ યુઝરની પોસ્ટને રિપોસ્ટ કરી શક્શે.

Meta એ પણ કર્યું કન્ફર્મ

ટેકક્રંચના લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં જ પોતાના કેટલાક યુઝર્સ માટે નવું ફીચર રોલ આઉટ કરવાનું છે. આ નવા ફીચર દ્વારા યુઝર્સ અન્ય કોઈ પણ યુઝરની પોસ્ટને રિ પોસ્ટ કરી શક્શે. આ નવા ફીચર્સની ચર્ચા ગુરુવારે સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નેવેરાની પોસ્ટ બાદ શરૂ થઈ છે. જે બાદ ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ પણ આ વાત કન્ફર્મ કરી છે.

મેટાના એક પ્રવક્તાએ ટેકક્રંચને આ નવા ફીચર વિશે માહિતી આપી છે. આગામી દિવસોમાં મેટા આ નવા ફીચરને પોતાના કેટલાક યુઝર્સ સાથે ટેસ્ટ કરવાનું છે. મેટાના પ્રવક્તાના જણાવ્યા મુજબ તેઓ પોતાના યુઝર્સને નવી સુવિધા આપવા જઈ રહ્યા છે. યુઝર્સ નવા ફીચરની મદદથી કોઈ પણ પોસ્ટને રિપોસ્ટ કરી શક્શે. આ બિલકુલ એવું જ છે, જેવું ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં થાય છે. કોઈ પણ યુઝર્સ બીજા યુઝરની સ્ટોરી પોતાની સ્ટોરીમાં સરળતાથી પોસ્ટ કરી શકે છે. પરંતુ આ સુવિધા પોસ્ટ માટે ઉપલબ્ધ નથી.

અહીં મળશે રિપોસ્ટનું ઓપ્શન

હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સને આ સુવિધા મળશે, જેના દ્વારા તેઓ ફેસબુકની માફક કોઈ પણ પોસ્ટને રિપોસ્ટ કરી શક્શે. મેટ નેવેરાએ ટ્વિટ કરીને આ નવા ઓપ્શન વિશે માહિતી આપી છે. મેટ નેવેરાએ આ નવા ફીચરને એક સ્ક્રીનશોટ દ્વારા દર્શાવ્યું છે. જેમાં ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસેરીનું અકાઉન્ટ દેખાય છે. મેટ નેવેરાએ આ ટ્વિટમાં લખ્યું છે કે,’ પ્રોફાઈલમાં રિપોસ્ટનું ટેબ? આ શું છે એડમ?’

આ ફોટોમાં દેખાય છે કે ઈન્સ્ટાગ્રામ પોસ્ટને રિપોસ્ટ કરવા માટે બે રાઉન્ડ એરોનો વિકલ્પ આપેલો છે. જેનો અર્થ સ્પષ્ટ છે કે કંપની એક નવા ફીચર પર કામ કરી રહી છે, જેને ટૂંક સમયમાં જ રોલઆઉટ કરવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram soon to give repost option, testing going on

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X