Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagramનું નવું ફીચર Multiple Links in Bio, બાયોમાં એડ કરો 5 લિંક
આખરે ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે એક મચ અવેઈટેડ ફીચર રોલઆઉટ કર્યું છે. Multiple Links in Bio ફીચર, હવે રોલ આઉટ થઈ ચૂક્યુ છે. આ ફીચરની ક્રિએટર્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પોતાના પ્રોફાઈલ પર બાયોમાં માત્ર 1 જ લિંક પોસ્ટ કરી શક્તા હતા. પરંતુ હવે તેઓ એક સાથે 5 લિંક એડ કરી શક્શે. ઈન્સ્ટાગ્રામ પર બિઝનેસ કરતા યુઝર્સ તેમજ ઈન્ફ્લુએન્સર્સ માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થવાનું છે. બયો દ્વારા આવા યુઝર્સ પોતાના બીજા સોશિયલ મીડિયા હેન્ડલ્સ તેમજ જરૂરી લિંક્સને ઈન્સ્ટાગ્રામ પર પ્રમોટ કરી શકે છે. અત્યાર સુધી આવી એક જ લિંક શૅર કરી શકાતી હતી. પરંતુ હવે એક સાથે 5 લિંક શૅર કરી શકાશે.

માર્ક ઝકરબર્ગે કરી નવા ફીચરની જાહેરાત
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે પોતાની ઈન્સ્ટાગ્રામ ચેનલ દ્વારા Multiple Links in Bio ફીચર અંગે જાહેરાત કરી છે. તેમણએ પોતે માહિતી આપતા સ્વીકાર્યું કે યુઝર્સ લાંબા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા. હવે આ ફીચર બધા જ યુઝર્સ માટે રોલઆઉટ કરી દેવાયું છે. માર્ક ઝકરબર્ગે કહ્યું કે, આજથી યુઝર્સ પોતાના બાયોમાં એક સાથે 5 લિંક એડ કરી શક્શે.
ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસ્સેરીએ જાહેર કર્યો વીડિયો
મેટામાં ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસ્સેરીએ ટ્વિટર પર એક વીડિયો શૅર કરીને આ ફીચર અંગે ડિટેઈલમાં માહિતી આપી છે.
આ યુઝર્સને લાભ કરાવશે ઈન્સ્ટાગ્રામનું લેટેસ્ટ ફીચર
આ નવી અપડેટની મદદથી યુઝર્સ પોતાની વેબસાઈટ, બ્લોગ, વ્લોગ અને અન્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સને ઈન્સ્ટાગ્રામના બાયોમાં લિંક કરી શક્શે. આ અપડેટ એવા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ તેમજ ઈન્સ્ટાગ્રામ પર બિઝનેસ કરતા યુઝર્સ માટે કારગર સાબિત થવાની છે, જેઓ પોતાના બિઝનેસ, મલ્ટીપલ પ્રોડક્ટ્સ, સર્વિસ અને વેબસાઈટ વગેરને પ્રમોટ કરવાનો રસ્તો શોધી રહ્યા છે. હવે આવા યુઝર્સ પોતાને ઉપયોગી એવી જુદી જુદી 5 લિંક્સને બાયોમાં શૅર કરી શક્શે. પરિણામે તેમના ફોલોઅર્સ પણ એક સાથે આ બધી જ લિંક્સ જોઈ શક્શે, અને સર્ફ કરી શક્શે.
ઈન્સ્ટાગ્રામ પર બાયો કેવી રીતે એડ કરશો?
- ઈન્સ્ટાગ્રામ પર બાયો એડ કરવા માટે સૌથી પહેલા તમારે તમારી પ્રોફાઈલ ઓપન કરવાની છે.
- બાદમાં તમારે એડિટ પ્રોફાઈલ પર ક્લિક કરવાનું છે.
- અહીં તમને બાયોની સાથે લિંકનો વિકલ્પ જોવા મળશે.
- જ્યાં તમે જુદી જુદી 4 લિંક્સને પોતાની પ્રોફાઈલ પર પેસ્ટ કરી શકો છો.
બસ, અહીં તમારે જે લિંક્સને પ્રમોટ કરવી છે, તે લિંક્સ પેસ્ટ કરી દો. અને રાઈટ સાઈડ ઉપરની તરફ રહેલી યસની સાઈન પર ક્લિક કરો, તમારી લિંક બાયોમાં દેખાવા લાગશે. સારી વાત એ છે કે તમે આ લિંક કયા પ્રકારે તમારા ફોલોઅર્સને દેખાય તમાટે ટાઈટલ પણ અલગથી લખી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications