ભારત માં ઇન્સ્ટાગ્રામ રીલ્સ માંથી કઈ રીતે પૈસા કમાવવા?

By Gizbot Bureau
|

ઇન્સ્ટાગ્રામ એ એક એવી સોશિયલ મીડિયા એપ છે કે જેને તેના લોન્ચ પછી ઘણી બધી સફળતા જોવા મળી છે. અને આ ફોટો શેરિંગ એપ એ હવે કોઈ પણ બિઝનસ માટે તેમની પ્રોડક્ટ ને પ્રમોટ કરવા માટે અથવા કોઈ વ્યક્તિ ને પોતાના ટેલેન્ટ ને શોકેઝ કરવા માટે સૌથી પ્રથમ પસન્દ બની ચૂક્યું છે. અને આ એપ ની અંદર તેના લોન્ચ પછી ઘણા બધા ફીચર્સ ને જોડવા માં આવ્યા છે. અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને ટિક્ટોક ના પ્રતિસ્પર્ધી તરીકે લોન્ચ કરવા માં આવ્યું હતું.

ભારત માં ઇન્સ્ટાગ્રામ રીલ્સ માંથી કઈ રીતે પૈસા કમાવવા?

અને જયારે ભારત ની અંદર ટિક્ટોક ને બેન કરવા માં આવ્યું હતું ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને ખુબ જ સારી સફળતા જોવા મળી હતી. જોકે અત્યારે ઇન્સ્ટાગ્રામ દ્વારા તમને રીલ્સ માટે કોઈ સીધું પેમેન્ટ આપવા માં આવતું નથી પરંતુ તેમ છત્તા તમે તેના દ્વારા પૈસા કમાય શકો છો.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ શું છે?

ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને ગયા વર્ષે લોન્ચ કરવા માં આવી હતી અને તે સમયે ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની અંદર યુઝર્સ માત્ર 15સેકન્ડ નો વિડિઓ શૂટ કરી શકતા હતા. અને ત્યાર પછી તેના સમય ની અંદર વધારો કરી ને 30 સેકન્ડ કરવા માં આવ્યો હતો અને આ વર્ષે તેને પણ વધારી ને હવે તેને 60 સેંકડન કરી દેવા માં આવેલ છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની અંદર તમે શોર્ટ વિડિઓઝ ને શૂટ કરી અને એડિટ પણ કરી શકો છો.

ઇન્સ્તાગ્રામ રીલ્સ કઈ રીતે બનાવવી?

- તમારા સ્માર્ટફોન ની અંદર ઇન્સ્ટાગ્રામ એપ ને ઓપન કરી અને જમણી બાજુ સ્વાઇપ કરો ત્યાર પછી તમને સ્ટોરી, રીલ્સ અને લાઈવ એમ ત્રણ ઓપ્શન જોવા મળશે જેની અંદર થી રીલ્સ ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી તમે કોઈ પણ 60સેકન્ડ નો વિડિઓ શૂટ કરી શકો છો અથવા તમારા ગેલેરી માંથી પણ કોઈ પણ વિડિઓ ને મૂકી શકો છો.

- અને તેની અંદર તમને ઘણા બધા વિકલ્પ પણ આપવા માં આવે છે જેવા કે, ઓડીઓ, સ્પીડ, ઈફેક્ટ વગેરે. જેની અંદર થી તમે કોઈ પણ મ્યુઝિક ને પસન્દ કરી ને વિડિઓ બનાવી શકો છો. અથવા તમે મ્યુઝિક ને પછી થી પણ એડ કરી શકો છો.

- ત્યાર પછી તમારા વિડિઓ ને ચેક કરો અને પ્રિવ્યુ પર ક્લિક કરો. ત્યાર પછી વિડિઓ ને અપલોડ કરવા માટે નેક્સટ પર ક્લિક કરો. ત્યાર પછી તમે તેની અંદર કેપશન ને એડ કરી અને લોકો ને ટેગ પણ કરી શકો છો. અને જો તમે રીલ ને પોસ્ટ કરવા નથી માંગતા તો તમે તેને સેવ પણ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને કઈ જગ્યા પર જોઈ શકાય છે?

ઇન્સ્તાગ્રામ રીલ્સ ને જોવા માટે તમારે સર્ચ બટન ની બાજુ માં આપેલ જગ્યા પર જવા નું રહશે. અને ત્યાર પછી વધુ રીલ્સ વિડિઓઝ જોવા માટે તમારે સ્વાઇપ અપ કરવા નું રહેશે. અને તમે થર્ડ પાર્ટી એપ્સ ની મદદ થી રીલ્સ ને તમારા સ્માર્ટફોન ની અંદર ડાઉનલોડ પણ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામ રીલ્સ માંથી કઈ રીતે પૈસા કમાય શકાય છે?

જેવું કે ઉપર જણાવવા માં આવ્યું હતું ઇન્સ્ટાગ્રામ દ્વારા તમારી રીલ્સ માટે કોઈ સીધું પેમેન્ટ આપવા માં આવતું નથી. પરંતુ તમે પેઈડ પ્રમોશન ની મદદ થી કમાય શકો છો. તો ઇન્સ્ટાગ્રામ રીલ્સ માંથી કઈ રીતે કમાય શકાય છે તેના વિષે જાણવા માટે તેના જણાવેલ સ્ટેપ્સ ને અનુસરો.

- તમારી રીલ્સ માટે કોઈ પણ પ્રોમોશન્લ સોન્ગ ને પસન્દ કરો.

- અને ત્યાર પછી કોઈ પણ એવી એક બ્રાન્ડ માટે રીલ્સ બનાવો કે જે બ્રાન્ડ તે રીલ્સ ની બદલે તમને પૈસા આપવા માટે તૈયાર હોઈ.

- જો તમે ખાવા ના શોખીન હોવ તો તમે એક રેસ્ટોરન્ટ પર રીલ્સ બનાવી શકો છો જેના બદલ માં તે રેસ્ટોરન્ટ દ્વારા તમને પૈસા આપવા માં આવી શકે છે.

- અને કોઈ પણ વસ્તુ ની રીવ્યુ કરવા થી પણ તમને ઇન્સ્ટાગ્રામ રીલ્સ ની અંદર પૈસા મળી શકે છે .

શું ઇન્સ્ટાગ્રામ દ્વારા ભવિષ્ય ની અંદર રીલ્સ માટે સીધું પેમેન્ટ કરવા માં આવી શકે છે?

હા, ઇન્સ્ટાગ્રામ દ્વારા એક એવા ફીચર પર કામ પણ કરવા માં આવી રહ્યું છે જેનું નામ બોનસીસ છે. જેના દ્વારા યુઝર્સ જયારે નવું રીલ મુકશે ત્યારે તેમને પૈસા કમાવવા માટે મદદ કરવા માં આવશે. જોકે આ વાત વિષે ઇન્સ્ટાગ્રામ દ્વારા કોઈ પુષ્ટિ કરવા માં આવેલ નથી. પરંતુ આ ફીચર આવવા ના પુરેપુરા ચાન્સ અત્યારે દેખાય રહ્યા છે. હા આ ફીચર માટે સ્નેપચેટ ના સ્પોટલાઇટ ની જેમ કોઈ ક્રાઈટેરિયા જરૂર થી રાખવા માં આવી શકે છે. સ્નેપચેટ સ્પોટલાઇટ ની અંદર કોઈ પણ વિડિઓ ની અંદર માત્ર ત્યારે જ પૈસા આપવા માં આવે છે જયારે તે વિડિઓ જાતે બનાવેલ હોઈ, કોઈ પણ જગ્યા પર થી ચોરી કરેલ ના હોઈ, તેની અંદર યુનિક કન્ટેન્ટ હોઈ અને જયારે તે એક ચોક્સ લોકો સુધી પહોંચે ત્યાર પછી જ તેના પર પૈસા આપવા માં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram is one of the social media platforms which have witnessed immense popularity after its launch. As of now, Instagram doesn't pay you directly for your Reels but you can still earn money through Reels. Here's how to earn money from Instagram Reels in India.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X