Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર આવ્યું Teen accounts ફીચર, ટીનેજર્સને મળશે આ સુવિધા
Instagram દ્વારા એક નવા ફીચર Teen Accountsની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચરના નામ પરથી જ ખબર પડી રહી છે કે તેનો ઉદ્દેશ્ય ટીનેજરની સેફ્ટી એન્શ્યોર કરવાનો છે. લોકપ્રિય શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર કરોડો ટીનેજર યુઝર્સ છે. એટલે Meta દ્વારા તેની સેફ્ટી અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને નવું ફીચર લાવવામાં આવ્યું છે. આ ફીચર દ્વારા ઈન્સ્ટાગ્રામ ટીનેજર્સની સેફ્ટી વધુ મજબૂત બનાવશે.
આ ફીચર ટીનેજર સાથે ઈન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટ કરનારા લોકો અને ટીનેજર ઈન્સ્ટાગ્રામ પર જે કન્ટેન્ટ જોઈ રહ્યા છે, તેને લિમિટ કરવા જેવી સુવિધા આપે છે. ચાલો, ડિટેઈલમાં જાણીએ.

Instagram Teens Account
આ નવા ફીચરની મદદથી ટીનેજરનું અકાઉન્ટ એની જાતે જ ટીન અકાઉન્ટમાં જતું રહેશે. ઈન્સ્ટાગ્રામનું આ ફીચર ઓટોમેટિક 16 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ટીનેજરના અકાઉન્ટને ટીન અકાઉન્ટમાં નાખી દેશે. ટીનેજર અકાઉન્ટમાં બિલ્ટ ઈન સેફ્ટી હોય છે, જેનાથી આ અકાઉન્ટ સાથે કોણ કનેક્ટ થઈ શક્શે, તેઓ કયું કન્ટેન્ટ જોશે, તે આ ફીચર દ્વારા નક્કી થાય છે. ટીનેજરના અકાઉન્ટમાં જઈને તેમાં કંઈ પણ ફેરફાર કરવા માટે પહેલા તેમના પેરેન્ટ્સની પરવાનગી લેવી જરૂરી બનશે.
Metaની લેટેસ્ટ બ્લોગ પોસ્ટ પ્રમાણે આ નવું ફીચર કોઈ પણ ટીનેજરના માતા-પિતાને મદદ કરશે. સાથે જ ટીનેજર યુઝર એક્સપ્લોરમાં જઈને એવા સબ્જેક્ટ પણ પસંદ કરી શક્શે, જે સબ્જેક્ટનું કન્ટેન્ટ તે જોવા ઈચ્છે છે.
ટીનેજરના અકાઉન્ટમાં આ નવા ફીચરથી નીચે આપેલી સુવિધાઓ મળસે.
પ્રાઈવેટ અકાઉન્ટ
આ ફીચરને લીધે દરેક ટીનેજરનું અકાઉન્ટ પ્રાઈવેટ થઈ જશે, એટલે કોણ તેમને ફોલો કરશે, કોણ નહીં, તે તેઓ જાતે નક્કી કરી શક્શે. જે યુઝર્સ તેમને ફોલો નથી કરતા, તેમની સાથે તેઓ ચેટ નહીં કરી શકે, તેમનું કન્ટેન્ટ નહીં જોઈ શકે. આ ફીચર 16 વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર્સ અને એપ પર સાઈન અપ કરનારા 18 વર્ષથી ઓછી ઉંમરના ટીનેજર પર લાગુ તશે.
મેસેજ રિસ્ટ્રીક્શન્સ
ટીનેજરને માત્ર એવા યુઝર્સના મેસેજ મળશે, જેમને તે ફોલો કરે છે, અથવા જેમની સાથે તેઓ પહેલાથી કનેક્ટેડ છે.
Sensitive Content Control
ટીનેજર ફીચર અંતર્ગત સૌથી આકરું ફીચર સેન્સિટિવ કન્ટેન્ટ કંટ્રોલ છે, જેનાથી એક્સપ્લોર અને રીલ્સમાં મારામારી કે કોસ્મેટિક પ્રક્રિયાના પ્રચાર જેવા કન્ટેન્ટને સીમિત કરી દેવાશે.
Limited Interactions
ઈન્સ્ટાગ્રામમાં જે લોકો યુઝર્સને ફોલો કરે છે, તે જે તમને ટેગ કરી શક્શે. એટી બુલિંગ ફીચર, હિડન વર્ડ્ઝ ફીચરને પણ સૌથી આકરા સ્તરે સેટ કરી શકાશે.
ટાઈમ લિમિટની મર્યાદા
દર 60 મિનિટે તમારી એપમાં એક નોટિફિકેશન આવશે, જે યુઝરને એપ બંધ કરવાનું કહેશે.
Sleep Mode
આ સ્લીપ મોડ 10 વાગ્યાથી 7 વાગ્યા સુધી એક્ટિવ રહેશે, જેનાથી નોટિફિકેશન મ્યુટ થઈ જશે અને ડીએમ પર ઓટો રિપ્લાય થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications