Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Twitter બાદ હવે Instagram પર પણ Blue tick માટે ચૂકવવી પડશે ફીઝ
એલન મસ્કે ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ વેરિફિકેશન ટીક માટે યુઝર્સ પાસેથી ફીઝ લેવાની શરૂઆત કરી છે. ટ્વિટરના આ પગલાએ આખા વિશ્વમાં જબરજસ્ત ચર્ચા જગાવી હતી. હવે લાગી રહ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પણ ટ્વિટરના પંથે ચાલવાની તૈયારીમાં છે. સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંના એક એવા ઈન્સ્ટાગ્રામ પર પણ યુઝર્સને બ્લુ ટિક આપવામાં આવે છે, જે યુઝર્સને પોતાની ઓળખ આપે છે.

એક રિવર્સ એન્જિનિયર એલેસેન્ડ્રો પાલુજીને જોવા મળેલા એક કોડ પરથી ખ્યાલ આવી રહ્યો છે કે ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં જ પેઈડ વેરિફિકેશન ફીચર લોન્ચ કરી શકે છે. TechCrunch સાથે શૅર કરવામાં આવેલા એક સ્ક્રીનશોટમાં “IG_NME_PAID_BLUE_BADGE_IDV” અને “FB_NME_PAID_BLUE_BADGE_IDV” એમ બે લાઈન લખેલી જોવા મળી રહી છે. આ કોડ પરથી સ્પષ્ટ છે કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને પેઈડ વેરિફિકેશન ફીચર પર કામ કરી રહ્યા છે.
ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શન માટે વસુલે છે ફી
ટ્વિટરે તાજેતરમાં જ પોતાના બ્લૂ સબસ્ક્રિપ્શન માટે દર મહિને 8 ડૉલર લેવાની જાહેરાત કરી છે. જેના લાભમાં વેરિફિકેશન બેજ પણ સામેલ છે. ટ્વિટરની આ સુવિધા લેવા માટે એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યુઝર્સે માસિક ફી ચૂકવવી પડશે. હાલમાં યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, જાપાન, યુકે, સાઉદી અરેબિયા, ફ્રાંસ, જર્મની, ઈટાલી, પોર્ટુગલ અને સ્પેનમાં ટ્વિટર વેરિફિકેશન બેજ માટે ફી વસુલી રહ્યું છે. હજી સુધી ટ્વિટરે ભારતમાં આ પેઈડ ફીચર લોન્ચ નથી કર્યું. પરંતુ એપલના એપ સ્ટોર પર આ ફીચર જોવા મળે છે. IOS યુઝર્સે ટ્વિટરન આ પેઈડ સેવા વાપરવા માટે મહિને 999 રૂપિયા ચૂકવવા પડી શકે છે. ગત વર્ષે નવેમ્બર મહિનામાં એલન મસ્કે જાહેરત કરી હતી કે ભારતમાં પણ બ્લૂ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ થશે, પરંતુ હજી સુધી કંપનીએ તેન શરૂઆત કરી નથી.
શું ઈન્સ્ટાગ્રામ BeRealની કોપી કરે છે?
ઈન્સ્ટાગ્રામ એક એવી એપ બની ગઈ છે, જ્યાં લોકો ફિલ્ટરની સાથે સાથે પિક્ચર પર્ફેક્ટ ફોટો અથવા શોર્ટ વીડિયો શૅર કરવાની કોશિશ કરે છે. પરંતુ એવું લાગે છે કે ઈન્સ્ટાગ્રામ હવે લોકોને અર્થપૂર્ણ કન્ટેન્ટ અપલોડ કરવા માટે પ્રેરી શકે છે. એટલે જ એપ્લીકેશન પોતાના પ્લેટફોર્મ પર BeReal એપ પરથી પ્રેરિત ફીચર લાવવા જઈ રહ્યું છે. કંપનીને પોતે સ્વીકાર્યું છે કે આ પ્રકારના ફીચરનું ટેસ્ટિંગ ફેસબુકની સ્ટોરીઝ માટે પણ ચાલી રહ્યું છે.
હવે જો ઈન્સ્ટાગ્રામ પણ વેરિફિકેશન બેજ માટે ફી વસુલશે, તો તેનો અર્થ એ છે કે પ્લેટફોર્મ પર કોઈ પણ વ્યક્તિ પૈસા ભરીને વેરિફિકેશન બેજ લઈ શક્શે. જો કે હજી સુધી ફેસબુક કે ઈન્સ્ટાગ્રામે આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામે તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ પ્લેટફોર્મ કેન્ડીડેટ સ્ટોરીઝ ફીચર પણ ટેસ્ટ કરી રહ્યું છે, જેનાથી લોકો સ્ટોરીમાં કંઈ પણ કેપ્ચર અને શૅર કરી શક્શે. જો કે આ માત્ર એવા યુઝર્સને જ જોવા મળશે, જેઓ પોતે પણ આ ફીચરનો ઉપયોગ કરીને સ્ટોરીમાં કંઈક શૅર કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામનું આ ફીચર પણ BeReal પરથી પ્રેરિત છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
