Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagramમાં હવે શેડ્યુલ કરી શકાશે પોસ્ટ અને રીલ્સ, સ્ટેપ્સ કરો ફોલો
Metaનું ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ હવે લગભગ ફેસબુકનું ક્લોન બનવા જઈ રહ્યું છે. ઈન્સ્ટાગ્રામમાં તાજેતરમાં જ એક નવું ફીચર રોલ આઉટ કરવામાં આવ્યું છે, જેને લીધે યુઝર ઈન્સ્ટાગ્રામ પર પણ ફેસબુકની જેમ પોસ્ટ અને રીલ્સ શેડ્યુલ કરી શક્શે. ઈન્સ્ટાગ્રામે ક્રિએટર્સ માટે ફોટો, રીલ્સ સહિતનું કન્ટેન્ટ 75 દિવસ એડવાન્સમાં શેડ્યુલ કરી શકાય અને લાઈવ વીડિયોઝ 90 દિવસ એડવાન્સમાં શેડ્યુલ કરી શકાય તેવું ટૂલ જાહેર કર્યુ છે.

આ સમયે મળશે બધા જ યુઝર્સને શેડ્યુલિંગ ફીચર
આગામી સપ્તાહમાં ઈન્સ્ટાગ્રામનું આ શેડ્યુલિંગ ફીચર વિશ્વના બધા જ યુઝ્સને મળી જશે. ઈન્સ્ટાગ્રામ પર ઈન્ફ્લુઆન્સર્સ, ઓનલાઈન બિઝનેસ અને કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આ શેડ્યુલિંગ ટૂલ વરદાન સાબિત થવાનું છે. અત્યાર સુધી યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેડ્યુલ કરવા માટે થર્ડ પાર્ટી ટૂલ્સનો ઉપયોગ કરતા હતા.
આ સ્ટેપ્સ ફોલો કરીને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરો શેડ્યુલ
જો, તમારે પણ ઈન્સ્ટાગ્રામના ઈન-એપ શેડ્યુલિંગ ફીચરનો ઉપયોગ કરવો છે, તો બસ અહીં આપેલા સરળ સ્ટેપ્સ ફોલો કરો.
1. સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
2. હવે ક્રિએટ પોસ્ટ માટેના પ્લસ આઈકન પર ક્લિક કરો, અને હંમેશની જેમ કોઈ ફોટો કે વીડિયો અપલોડ કરવા માટે સિલેક્ટ કરો.
3. તમે રીલ્સ ક્રિએટ કરવા માટેના પ્રોફાઈલ ઈમેજ સાથેના પ્લસ આઈકન પર ક્લિક કરી શકો છો.
4. હવે નેક્સ્ટના આઈકન પર ક્લિક કરો અને તમારે જે ફિલ્ટરનો ઉપયોગ કરવો છે, તે પસંદ કરો.
5. તમારે તમારી પોસ્ટમાં જે કેપ્શન લગાવવું છે, કે પછી લોકેશન, મ્યુઝિક જેવી વસ્તુ એડ કરવી છે, તો એ કરી દો.
6. બાદમાં તમારે પેજની નીચે રહેલા એડવાન્સ સેટિંગમાં ટેપ કરવાનું છે.
7. અહીં સ્ક્રોલ ડાઉન કરીને શેડ્યુલ વિકલ્પ પર ક્લિક કરો.
8. હવે તમારે જે દિવસે પોસ્ટ શૅર કરવી છે, અથવા લાઈવ શૅર કરવું છે, તે દિવસ અને સમય કરો.
9. પછી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ફ્લોમાં જાવ અને શેડ્યુલ પોસ્ટ પર ક્લિક કરો.
ઈન્સ્ટાગ્રામે આ ફીચર્સ પણ કર્યા છે લોન્ચ
ઈન્સ્ટાગ્રામે શેડ્યુલ્ડ ફીચર્સની સાથે અચીવમેન્ટ્સ ફોર ક્રિએટર્સ નામનું ફીચર પણ લોન્ચ કર્યું છે, જે ક્રિએટર્સને અચીવમેન્ટ્સ અનલોક કરવા માટે ટાર્ગેટ પૂરો કરવા પ્રોત્સાહિત કરશે. ઈન્સ્ટાગ્રામના આ રીલ્સ એચીવમેન્ટ્સને યુઝર્સ બીજા ક્રિએટર્સ સાથે કોલેબ કરીને, ઈન્ટરએક્ટિવ સ્ટીકર્સ જેમ કે ક્વિઝ એડ કરીને, રીલ્સમાં પોલ્સ અને સવાલો એડ કરીને, રીલ્સને રિમિક્સ કરીને, ટ્રેન્ડિંગ ઓડિયો અને ઈફેક્ટનો ઉપયોગ કરીને અનલોક કરી શક્શે.
નવા ફીચર્સનું ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
વધુમાં હવે ઈન્સ્ટાગ્રામ પોતાના ક્રિએટર્સને તેમનું કન્ટેન્ટ મોનિટાઈઝ કરવા માટે ડિજિટટલ કલેક્ટિબિલિટીઝ સાથે ડીલ કરવા માટે નવા ફીચર્સ પણ ટેસ્ટ કરી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામ પોતાના ક્રિએટર્સને NFT ખરીદ-વેચાણ દ્વારા પણ મદદ કરવા પર કામ કરી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications