Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર આવ્યું જોરદાર ફીચર, આ રીતે એક રીલમાં એડ કરો 20 ઓડિયો
ઈન્સ્ટાગ્રામ પર દ્વારા ગઈકાલે એક જબરજસ્ત ફીચરની જાહેરાત કરવામાં આવી છે. આ ફીચરનું નામ છે મલ્ટીપલ ઓડિયો ટ્રેક ફીચર. એટલે કે એક રીલમાં હવે યુઝર્સ એક કરતા વધારે ઓડિયો એડ કરી શક્શે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલી એક પોસ્ટમાં આ ફીચર વિશે માહિતી આપવામાં આવી છે. જેના પ્રમાણે યુઝર્સ એક રીલમાં હવે એક સાથે 20 ઓડિયો ટ્રેક ઈન્સર્ટ કરી શક્શે, સાથે જ ટેક્સ્ટ, ક્લિપ્સ અને સ્ટીકર્સ તો એડ કરી જ શકાશે.
મેટાની માલિકીના આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જણાવ્યા પ્રમાણે આ એક સાથે મિક્સ કરેલા જુદા જુદા ઓડિયોને ક્રિએટરના ફેન્સ રિયુઝ પણ કરી શક્શે. એટલે કે હવે ઈન્સ્ટાગ્રામ પર એક રીલમાં જુદા જુદા ઓડિયો મિક્સ કરવા માટે કોઈ થર્ડ પાર્ટી એડિટિંગ ટૂલની જરૂર નહીં પડે. હવે તમે ઈન્સ્ટા પર જ આ કામ કરી શક્શો.

એક ઈન્સ્ટા રીલમાં મલ્ટીપલ ઓડિયો કેવી રીતે એડ કરશો?
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ ઓપન કરો અને રીલ્સ સેક્શનમાં જાવ.
સ્ટેપ 2: હવે તમારો કેમેરા યુઝ કરીને રીલ રેકોર્ડ કરો અથવા તો તમારે જે વીડિયોની રીલ બનાવવી છે તે યુઝ કરીને જમણી બાજુ નીચેની તરફ દેખાતા નેક્સ્ટ બટન પર ટેપ કરો.
સ્ટેપ 3: એકવાર આટલું થઈ જાય પછી Edit Video બટન પર ટેપ કરો અને પછી Add Audio બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે તમારે જે ટ્રેક એડ કરવો છે, તે સિલેક્ટ કરો અને રીલ માટે તમારે જે પાર્ટ યુઝ કરવો છે તે કટ કરો.
સ્ટેપ 5: હવે ફરી Add Audio બટન પર ટેપ કરો અને બીજો ઓડિયો ટ્રેક સિલેક્ટ કરો, જે તમારે રીલમાં એડ કરવી છે.
સ્ટેપ 6: ધ્યાન રાખો કે આ ટ્રેક ઓવરલેપ થઈ શકે છે.અને તમે ટ્રેક પર ટેપ કરીને તેને એડજસ્ટ કરી શકો છો.
સ્ટેપ 7: એકવાર તમારી રીલ એડિટ થઈ જાય પછી ટોપ રાઈટ કોર્નર પર દેખાતા એરો બટન પર ટેપ કરો અને રીલને સોશિયલ મીડિયા પર શૅર કરી દો.
હવે ઈન્સ્ટાગ્રામ દ્વારા એક રીલમાં વધારે ઓડિયો એડિટ કરવાની પરવાનગી આપવામાં આવી છે, એટલે ક્રિએટર્સ વધારે ક્રિએટિવિટી સાથે કામ કરી શકે છે. છેલ્લા કેટલાક મહિનામાં કંપનીએ રીલ્સ અને સ્ટોરીઝ માટે નવા ફીચર એડ કર્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications