Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagramનું નવું ટૂલ, આ રીતે બનાવશો રીલ તો વ્યુઝ મળશે અધધધ
Instagramના યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે. જો તમે પણ ક્રિએટર છો, ક્રિએટર બનવા ઈચ્છો છો, રીલ્સ બનાવવાનો શોખ છે, તો આ સમાચાર તમારા માટે ખાસ છે. ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે એક નવું ટૂલ લોન્ચ કર્યું છે, જેની મદદથી ઈન્સ્ટાગ્રામ યુઝર્સ રીલ્સ બનાવીને લાખો વ્યુઝ અને ફોલોઅર્સ મેળવી શકે છે.

ઈન્સ્ટાગ્રામ રીલ્સ થઈ ચૂકી છે સુપરહિટ
ઈન્સ્ટાગ્રામ રીલ્સે ટિકટોકનું સ્થાન મેળવી લીધુ છે, એ વાત કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. રીલ્સની સફળતાને જોતા કંપનીએ રીલ્સ લવર્સ માટે એક નવું એડિટિંગ ટૂલ લોન્ચ કર્યું છે. સાથે જ ઈન્સ્ટાગ્રામે ટ્રેન્ડિંગ કન્ટેન્ટને સર્ચ કરવા માટે એક ફીચર શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં ટિકટોક બેન થયા બાદ ઈન્સ્ટાગ્રામે રીલ્સની શરૂઆત કરી હતી. જે બાદ ઈન્સ્ટાગ્રામના યુઝર્સમાં મોટો વધારો નોંધાયો છે. વીડિયોગ્રાફી લવર્સ હવે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને ફોલોઅર્સ વધારી રહ્યા છે, કમાણી કરી રહ્યા છે. જેને જોતા કંપની પણ યુઝર એક્સપીરિયન્સ સારો કરવા માટે નવા નવા ફીચર લાવી રહી છે.
આ રીતે બનાવો મનોરંજક રીલ
નવા ટૂલમાં વીડિયો એડિટિંગને લઈને મોટો ફેરફાર કરાયો છે. આ નવી અપડેટ બાદ હવે ક્રિએટર્સ ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં વીડિયો ક્લિપ, ઓડિયો, ટેક્સ્ટ અને સ્ટીકર એક જ સ્ક્રીન પર અપલોડ કરી શક્શે. પહેલા યુઝર્સે આ બધા જ અપલોડ અલગ અલગ કરવા પડતા હતા. પરંતુ આ નવા ફીચરની મદદથી ક્રિએટર્સ માટે રીલ એડિટ કરવી ખૂબ જ સરળ બની જશે.
ફેવરિય ક્રિએટર્સને મોકલો ગિફ્ટ
સાથે જ કંપનીએ ઈન્સ્ટાગ્રામ યુઝર્સના કામને વધુ સરળ બનાવવા માટે ટ્રેન્ડિંગ વીડિયો સર્ચ કરવા એક નવા લેટેસ્ટ ફીચરને લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી રીલ ક્રિએટર્સ કન્ટેન્ટના પર્ફોમન્સ વિશે સરળતાથી એનાલિસીર કરી શક્શે. સાથે જ ઈન્સ્ટાગ્રામ રીલ્સમાં એક નવું ટૂલ ગિફ્ટિંગ ફીચર પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ટૂલની મદદથી યુઝર્સ પોતાના ગમતા ક્રિએટર્સની રીલ્સ જોતા જોતા સીધા જ તેમને ગિફ્ટ મોકલી શક્શે.
પહેલા પણ આવી ચૂકી છે આ ઈફેક્ટ્સ
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પોતાના ક્રિએટર્સ માટે જુદા જુદા ફીચર્સ લોન્ચ કરી ચૂક્યુ છે. જેની મદદથી ક્રિએટર્સ આકર્ષક ટ્રેન્ડિંગ રીલ્સ બનાવી શકે છે. જો કે કંપનીએ તાજેતરમાં જ ઓટોમેટિક રીતે એડિટિંગ કરીને સ્ક્રીન પર ક્રિએટર્સના વીડિયો બનાવીને પોસ્ટ કરે તે માટે ઈફેક્ટ રોલ આઉટ કરી હતી. જેનો ઉપયોગ કરવા માટે યુઝર્સે માત્ર ઈન્સ્ટાગ્રામ પર જઈને રીલ કમેમેરા ઓપન કરીને ઈફેક્ટ ટ્રે અથવા તો ગેલેરી ખોલવાની હોય છે. જે બાદ આ ફીચર જાતે જ વીડિયોમાંથી રીલ બનાવી દે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications