Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagramનું તમને ટાઈમ પર સુવાનું યાદ કરાવશે, Nighttime Nudges ફીચરનો કરો ઉપયોગ
ઈન્સ્ટાગ્રામ દ્વારા ટીનેજર્સ માટે એક નવું ફીચર Nighttime Nudges લોન્ચ કરવામાં આવ્યું છે. ઈન્સ્ટાગ્રામ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ આ ફીચર ઈન્સ્ટાગ્રામ પર સમય વીતાવતા ટીનેજર્સનો ટાઈમ સીમિત કરશે. એટલે કે જે ટીનેજર્સ રાતના સમયે જાગીને ઈન્સ્ટાગ્રામનો વધુ ઉપયોગ કરે છે, તેને Nudges જોવા મળશે, જે તેમને સૂવા માટેની સૂચના આપશે. ટીનેજર્સને રાત્રે જાગીને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા અટકાવવા માટે આ ફીચર લોન્ચ કરાયું છે. આ ફીચરને કારણે તેઓ સમયસર એપ બંધ કરીને પૂરતી ઉંઘ લેવા માટે પ્રેરાશે.

રાત્રે સુઈ જવાનું કહેશે નવું ફીચર
મેટાની માલિકીના શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની લોકપ્રિયતા જબરજસ્ત છે. આખા વિશ્વના લોકો આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ખાસ કરીને ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ દરેક ઉંમરના લોકો જુએ છે, અને તેઓ રીલ્સ જોવામાં કલાકો પસાર કરી દે છે. જેને કારણે પેરેન્ટ્સને પોતાના બાળકોના અભ્યાસ અને ઉંઘને લઈને ચિંતા સતાવતી હોય છે. તેમની આ ચિંતાને દૂર કરવા માટે જ Nighttime Nudges ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ ફીચર ટીનેજર્સના અકાઉન્ટ્સ માટે રોલઆઉટ કરાયું છે, જેથી તેઓ રાત્રે મોડે સુધી જાગીને ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ ન કરે.
ઈન્સ્ટાગ્રામ યુઝરને આપશે સૂચના
ઈનસ્ટાગ્રામ પર જો કોઈ પણ ટીનેજર યુઝર મોડી રાત્રે 10 મિનિટ કરતા વધારે સમય સુધી રીલ્સ જોશે અથવા તો મેસેન્જરનો ઉપયોગ કરશે, તો ઈન્સ્ટાગ્રામ જાતે જ તેને સમયસર સુવા માટેની સૂચના આપસે. મેટા દ્વારા એક બ્લોગ પોસ્ટ કરીને આ માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે પૂરતી ઉંઘ જરૂરી છે. ખાસ કરીને યુવાનો માટે ઉંઘ જરૂરી છે. એટલે કંપની દ્વારા Nighttime Nudges ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે ટીનેજર જે મોડી રાત સુધી રીલ્સ જોયા કરે છે, અથવા મેસેજ કર્યા કરે છે, તેમને ઈન્સ્ટાગ્રામનું આ ફીચર ઉંઘી જવાનું યાદ કરાવશે.
ક્વિટ મોડ અને ટેક અ બ્રેક ફીચર પહેલેથી જ છે મોજૂદ
નાઈટટાઈમ નજ હવે ઈન્સ્ટાગ્રામના એ ફીચર્સની યાદીમાં સામેલ થઈ ચૂક્યુ છે, જેનો ઉદ્દેશ્ય ટીનએજર્સનો એપ પર સમય ઘટાડવાનો છે. એપ પર હાલમાં ટેક અ બ્રેક નામની સુવિધા છે, જે ટીનેજર્સને ઈન્સ્ટાગ્રામ પરથી બ્રેક લેવા માટે પ્રેરે છે. આ ઉપરાંત ક્વિટ મોડ નામનું ફીચર પણ એક્ટિવ છે. જે રાત્રે 11 વાગ્યા બાદ તમારી પ્રોફાઈલ પર આવતા કોઈ પણ નોટિફિકેશનને દર્શાવતી નથી. અને સામને યુઝરને જાણ કરે છે કે તમે વાત કરવા માટે ઉપલબ્ધ નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications