Instagram પર આવ્યા નવા ફીચર, હવે બનાવી શકાશે ગ્રુપ

By Gizbot Bureau
|

હાલ વિશ્વના સૌથી વધુ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે ફરી કેટલાક નવા ફીચર્સ રોલઆઉટ કર્યા છે. આ ફીચર્સમાં ઈન્સ્ટાગ્રામ નોટ્સ, કેન્ડીડ સ્ટોરીઝ અને ગ્રુપ પ્રોફાઈલ્સનો સમાવેસ થાય છે. ઈન્સ્ટાગ્રામન કહેવા પ્રમાણે, આ નવા ફીચર્સની મદદથી યુઝર્સ પોતાના મિત્રો, સગાં-સંબંધીઓ સાથે ઈન્સ્ટાગ્રામ પર જ વીડિયોઝ અને ફોટોઝ સિવાયના જુદા જુદા માધ્યમથી કનેક્ટ રહી શક્શે.

Instagram પર આવ્યા નવા ફીચર, હવે બનાવી શકાશે ગ્રુપ

ચાલો જાણીએ, દરેક ફીચર વિશે વિગતે

નોટ્સ

ઈન્સ્ટાગ્રામ નોટ્સનો ઉપયોગ હાલ મોટા ભાગના યુઝર્સ કરી જ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સત્તાવાર રીતે આ ફીચર હવે રિલીઝ કર્યું છે. જેમાં યુઝર માત્ર 60 કેરેક્ટર્સ અને ઈમોજીમાં પોતાના વિચારો લખીને ફોલોઅર્સ સુધી પહોંચી શકે છે. આ માટે તમારે માત્ર તમારા ઈનબોક્સને ઓપન કરવાનું છે. હવે હીં તમને ઓડિયન્સ સિલેક્ટ કરવાનો વિકલ્પ મળશે, જેમાં તમે તમારા વિચારો ફોલોઅર્સને દર્શાવવા માગો છો કે માત્ર ક્લોઝ ફ્રેન્ડ્ઝને તે નક્કી કરી શક્શો. બસ આટલું સિલેક્ટ કર્યા બાદ તમારે જે જણાવવું છે, તે લખીને પોસ્ટ કરી દો. નોટ્સ પણ સ્ટોરીની જેમ 24 કલાક સુધી દેખાશે. આ નોટ્સ તમારા ઓડિયન્સને અથવા ફોલોઅર્સને ઈનબોક્સમાં ઉપરની તરફ જોવા મળશે. નોટ્સ જેને દેખાઈ રહી છે, તે યુઝર્સ આ નોટ્સ પર તમને રિપ્લાય પણ કરી શક્શે.

કેન્ડીડ સ્ટોરીઝ

ઈન્સ્ટાગ્રામનું કેન્ડીડ સ્ટોરીઝ ફીચર હજી ટેસ્ટિંગના તબક્કામાં છે. આ ફીચર યુઝર્સ જે તે સમયે જે કામ કરી રહ્યા છે, તેના ફોટોઝ કેપ્ચર કરવા માટે નોટિફિકેશન આપશે. યુઝરે પોસ્ટ કરેલી કેન્ડીડ સ્ટોરીઝ એવા યુઝર્સને જ જોવા મળશે, જેઓ પોતે પણ કેન્ડીડ સ્ટોરીઝ પોસ્ટ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામની બ્લોગપોસ્ટ મુજબ,’જે યુઝર્સ રોજે કેન્ડીડ સ્ટોરીઝનું રિમાઈન્ડર મેળવવા નથી ઈચ્છા, તેઓ સેટિંગમાં જઈને આ ફીચર ઓફ પણ કરી શકે છે.’ આ કેન્ડીડ સ્ટોરીઝનું ફીચર ફેસબુક માટે પણ ટૂંક સમયમાં મળવાનું છે.

ગ્રુપ પ્રોફાઈલ

ગ્રુપ પ્રોફાઈલ એ નામ મુજબ જ એક એવું ગ્રુપ ક્રિએટ કરશે, જ્યાં યુઝર્સ સ્ટોરીઝ અને પોસ્ટ કેટલાક ખાસ લોકો માટે પોસ્ટ કરી શક્શે. દાખલા તરીકે તમે તમારી સ્ટોરીઝ કે પોસ્ટ તમારા કેટલાક નક્કી કરેલા મિત્રોને જ દર્શાવવા માગો છો, તો આ ગ્રુપ પ્રોફાઈલ ફીચર કામ લગશે. ગ્રુપ પ્રોફાઈલ બનાવવા માટે યુઝર્સે માત્ર +ના આઈકન પર ક્લિક કરવાનું છે, અને ગ્રુપ પ્રોફાઈલનો વિકલ્પ પસંદ કરવાનો છે.

કોલાબોરેટિવ કલેક્શન્સ

ઈન્સ્ટાગ્રામે કોલાબોરેટિવ કલેક્શન્સ નામનું એક નવું ફીચર પણ લોન્ચ કર્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતાને ગમતી જે પોસ્ટ સેવ કરે છે, તેવા જ બીજા સરખો રસ ધરાવતા યુઝર્સનું ગ્રુપ બનાવશે. જો તમારે આ ફીચરનો ઉપયોગ કરવો છે, તો તમારે બસ તમને ફીડમાંથી જે પોસ્ટ ગમે છે, તેને સેવ કરવાની છે, અથવા તો તમારા કોઈ મિત્રને આ પોસ્ટ શૅર કરવાની છે.

ઉલ્લેખનીય છે કે ટેક્નોલોજી ક્ષેત્રે અને સોશિયલ મીડિયા ક્ષેત્રે આજે જબરજસ્ત ગળાકાપ હરિફાઈ ચાલી રહી છે, ત્યારે ઈન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયા એપ્સ રોજબરોજ નવા નવા ફીચર્સ લોન્ચ કરીને યુઝર્સને પકડી રાખવા માટે પ્રયાસ કરી રહી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram Launched New Features Called Group Profiles Candid Stories

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X