Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagramની કોઈ પણ રીલ થઈ શક્શે ડાઉનલોડ, થર્ડ પાર્ટીની નથી જરૂર
Instagram યુઝર્સ માટે એક શાનદાર સમાચાર આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પોતાના યુઝર્સને એક જબરજસ્ત ફીચર ગિફ્ટ આપવા જઈ રહ્યું છે. હવે યુઝર્સ ઈસ્ટાગ્રામના વીડિયો શેરિંગ પેજ એટલે કે રીલ્સમાં પોસ્ટ થયેલી કોઈ પણ રીલ્સને આસાનીથી ડાઉનલોડ કરી શક્શે. ઈન્સ્ટાગ્રામને સ્પર્ધા પૂરી પાડી રહેલા શોર્ટ વીડિયો પ્લેટફોર્મ ટિકટોકમાં આ સુવિધા વર્ષોથી ઉપલબ્ધ છે, ત્યારે હવે ઈન્સ્ટાગ્રામ પર પોતાના યુઝર્સને ડાઉનલોડ ફીચર આપવા જઈ રહ્યું છે. આ ફીચરની મદદથી ઈન્સ્ટાગ્રામ યુઝર્સ કોઈ પણ રીલને મોબાઈલમાં ડાઉનલોડ કરી શક્શે અને ઓફલાઈન પણ જોઈ શક્શે. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામ યુઝર્સે કોઈ પણ રીલને ડાઉનલોડ કરવા માટે થર્ડ પાર્ટી એપ કે પછી થર્ડ પાર્ટી પ્લેટફોર્મનો ઉપયોગ કરવો પડતો હતો.

ઈન્સ્ટાગ્રામનું નવું ફીચર
મેટાની માલિકીના પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એપના હેડ એડમ મોસ્સેરીએ પોતાની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ દ્વારા આ નવી સુવિધા અંગે યુઝર્સને માહિતી આપી છે. તેમણે પોતાની નવી બ્રોડકાસ્ટ ચેનલમાં લખ્યું છે કે અમેરિકામાં હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સ કોઈ પણ પબ્લિક અકાઉન્ટ દ્વારા શૅર કરવામાં આવેલી રીલ્સને સહેલાઈથી ડાઉનલોડ કરવા માટેનું ફીચર રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. જો કે, આનો સીધો અર્થ છે કે આ સુવિધા હાલ પૂરતી માત્ર અમેરિકાના યુઝર્સ માટે જ અવેલેબલ હશે.
ભારત સહિત અન્ય યુઝર્સ માટે કેમેરા રોલમાં જ ઈન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ કરવાની સુવિધા ક્યારે ઉપલબ્ધ થશે, તે અંગે કંપનીએ હજી સુધી કોઈ માહિતી સત્તાવાર રીતે જાહેર નથી કરી. પરંતુ એ નક્કી છે કે અમેરિકા બાદ ઈન્સ્ટાગ્રામ આગામી મહિનાઓમાં આ ફીચર ગ્લોબલી રિલીઝ કરશે.
આ અકાઉન્ટમાં પોસ્ટ થયેલી રીલ્સ ડાઉનલોડ નહીં કરી શકાય.
ઈન્સ્ટાગ્રામના સીઈઓ એડમ મોસ્સેરીએ આ નવા ફીચરની જાહેરાત દરમિયાન તેની મર્યાદા પણ જણાવી છે. જે મુજબ યુઝર્સ કોઈ પણ પ્રાઈવેટ અકાઉન્ટ દ્વારા શૅર કરવામાં આવેલી રીલને આ નવી ફીચરથી ડાઉનલોડ નહીં કરી શકે. તો પબ્લિક અકાઉન્ટ ધરાવતા યુઝર્સ પણ પોતાની રીલ્સ ડાઉનલોડ કરવા પર રોક લગાવી શક્શે. આ માટે યુઝર્સે સેટિંગમાં જઈને કેટલાક સુધારા કરવા પડશે.
કેવી રીતે સેવ કરશો રીલ
એડમ મોસ્સેરીએ પોતાના મેસેજમાં યુઝર્સ કેવી રીતે રીલ ડાઉનલોડ કરી શક્શે, તેની પ્રોસેસ પણ સમજાવી છે. આ માટે યુઝર્સે રીલ પર આપવામાં આવેલા શૅર બટન પર ક્લિક કરવાનું છે. જે બાદ તમને ડાઉનલોડનો ઓપ્શન મળશે. તેના પર ક્લિક કરતાની સાથે જ તમારા ડિવાઈસમાં રીલ ડાઉનલોડ થઈ જશે.
તાજેતરમાં રોલઆઉટ થયું હતું આ ફીચર
ઈન્સ્ટાગ્રામ સતત પોતાના યુઝર્સ માટે નવા ફીચર રોલઆઉટ કરી રહ્યું છે. તાજેતરમાં જ પ્લેટફોર્મ દ્વારા બ્રોડકાસ્ટ ચેનલ નામનું ફીચર ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું હતું.
આ ફીચર ટેલિગ્રામની ચેનલ્સની જેમ કામ કરે છે. ચેનલ ક્રિએટ કરનાર યુઝર જ અહીં મેસેજ કરી શકે છે. બાકીના યુઝર ચેનલમાં મેસેજ નથી કરી શક્તા, ન તો રિપ્લાય કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications