Just In
Instagram એ લોન્ચ કર્યું નવી ફીચર Quiet Mode, યુઝર્સનો બચશે સમય
Instagram એ પોતાના નવા ફીચર Quiet Modeની જાહેરાત કરી છે, જેના દ્વારા યુઝર્સ પોતાના ફ્રેન્ડ્ઝ અને ફોલોઅર્સ માટે એક મર્યાદા બનાવી શક્શે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાના જરૂરી કામ પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શક્શે.

મેટાએ આપેલી માહિતી મુજબ જ્યારે પણ કોઈ ઈન્સ્ટાગ્રામ યુઝર ક્વિટ મોડ ફીચરનો ઉપયોગ કરશે કે તેમના પ્રોફાઈલ પર આવતી બધી જ નોટિફિકેશન્સ પોઝ થઈ જશે, અને તેમની પ્રોફાઈલનું સ્ટેટસ પણ એપ દ્વારા In Quiet Mode કરી દેવાશે. જો આ ગાળા દરમિયાન કોઈ અન્ય યુઝર તમને મેસેજ કરશે, તો ઈન્સ્ટાગ્રામ મેસેજ મોકલનાર યુઝરને ઓટોમેટિક એવો મેસેજ મોકલશે, કે તમે હાલ ક્વિટ મોડ એક્ટિવેટ કરેલો છે.
આમ તો કંપની આ ફીચર્સ બધા જ યુઝર્સ માટે રોલ આઉટ કરવાની છે, પરંતુ મેટાના જણાવ્યા પ્રમાણે આ ફીચર ખાસ ટીનેજર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. જેના કારણે સ્ટુડન્ટ્સ પોતાના અભ્યાસ પર વધારે ફોકસ કરી શકે, અને ભણવાના સમય દરમિયાન વારંવાર આવતી નોટિફિકેશન કે મેસેજથી તેમનું ધ્યાન ન ભટકે.
ઈન્સ્ટાગ્રામે હાલ ક્વિટ મોડ માત્ર અમેરિકા, યુકે, આયરલેન્ડ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના યુઝર્સ માટે રોલઆઉટ કર્યું છે. પરંતુ નજીકના ભવિષ્યમાં આખા વિશ્વના બધા જ દેશના યુઝર્સ માટે ક્વિટ મોડ ફીચર લોન્ચ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આજકાલ દરેક વાલીની એ ફરિયાદ હોય છે કે તેમના બાળકો ભણવા કરતા વધારે સમય સોશિયલ મીડિયા પર અને મોબાઈલ પર વીતાવે છે. ત્યારે ઈન્સ્ટાગ્રામનું આ ટૂલ બાળકોના સોશિયલ મીડિયા યુઝને મર્યાદિત કરવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે. જેને કારણે બાળકો પોતાના અભ્યાસ સહિત અગત્યના કામો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
કંપનીએ પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "અમે એવી સિસ્ટમ ડેવલપ કરવા પર કામ કરી રહ્યા છીએ, જેનાથી યુઝર્સ સોશિયલ મીડિયા પર શું અને ક્યારે જુએ છે, તેના પર તેમન કંટ્રોલ હોય. જ્યારે જ્યારે તેઓ સોશિયલ મીડિયા પર આવે ત્યારે કેટલો સમય વીતાવે તે તેમના હાથમાં હોય. ક્વિટ મોડનું ફીચર પણ આ જ સિસ્ટમનો એક ભાગ છે."
ઈન્સ્ટાગ્રામના આ જ ઈનિશિયેટિવના ભાગરૂપે, એપ્લીકેશન પર યુઝર્સને તેમની એક્સપ્લોર ફીડમાં શું દેખાય છે તેના પર વધુ કંટ્રોલ આપવા માટેના ફીચર્સ પણ રજૂ કર્યા છે. ઉદાહરણ તરીકે, હાલ તમે જે કન્ટેન્ટ જોઈ રહ્યા છો, જો તે તમારે ભવિષ્યમાં ન જોવું હોય, તો તમે નોટ ઈન્ટ્રેસ્ટેડ ફીચર દ્વારા ઈન્ટ્રાગ્રામની AIને નોટિફાઈ કરી શકો છો.. આગામી સમયમાં ઇન્સ્ટાગ્રામ એક્સપ્લોર ફીડમાં આવતા સજેશન્સ માટે શબ્દો અથવા શબ્દોની સૂચિ, ઇમોજીસ અથવા હેશટેગ્સ, જેમ કે #fitness અથવા #recipesને તમે બ્લોક કરી શક્શો. જેથી તમારે જે કન્ટેન્ટ નથી જોવું, તે તમારી ફીડમાં નહીં દેખાય.
ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયમાં ઈન્સ્ટાગ્રામ પેરેન્ટલ સુપરિવિઝન ટૂલ પણ લોન્ચ કરી ચૂક્યુ છે, જેના દ્વારા પેરેન્ટ્સ પોતાના બાળકોની એક્ટિવિટીઝ પર નજર રાખી શકે છે. હવે બધી જ સોશિયલ મીડિયા કંપનીઝ પોતાના પ્લેટફોર્મમાં ફેરફાર કરી રહી છે, અને ઈન્સ્ટાગ્રામ પણ તેમાંની જ એક છે. ઈન્સ્ટાગ્રામે પોતાના યુઝર્સ માટે યુઝર સેફ્ટી પરના નિષ્ણાતોએ આપેલી ટિપ્સ અને આર્ટિકલ્સ સાથે પેરેન્ટ્સ માટે એજ્યુકેશન હબ તૈયાર કર્યું છે અને એક ટૂલ લોન્ચ કર્યું છે, જેના દ્વારા વાલીઓ એ જાણી શકે છે કે તેમના બાળકો Instagram પર કેટલો સમય વિતાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470