Instagram પર તમારું બાળક શું કરે છે તેનું રાખો ધ્યાન, વાપરો આ ફીચર

By Gizbot Bureau
|

સોશિયલ મીડિયા હવે બધાના જીવનનો ભાગ બની ચૂક્યુ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા જ સોશિયલ મીડિયા વાપરતાં થઈચૂક્યા છે. આપણે બધા જ જાણીએ છીએ કે ઈન્સ્ટાગ્રામ સૌથી લોકપ્રિય સૌથી ફાસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંનું એક છે. ખાસ કરીને મેટાએ જ્યારથી ઈન્સ્ટાગ્રામમાં ટીકટોક જેવું રીલ્સ ફીચર અને મ્યુઝિક સહિતના ફીચર્સ લોન્ચ કર્યા છે, ત્યારથી ઈન્સ્ટાગ્રામના યુઝર્સમાં વધારો થઈ રહ્યો છે.

Instagram પર તમારું બાળક શું કરે છે તેનું રાખો ધ્યાન, વાપરો આ ફીચર

ઈન્સ્ટાગ્રામ લાવ્યું પેરેન્ટલ સુપરવિઝન ટૂલ

ઈન્સ્ટાગ્રામના 50 ટકા કરતા વધારે યુઝર્સ યુવાનો કે પછી ટીનેજર્સ છે. એટલે જ મેટાએ કેટલાક મહિનાઓ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ફેમિલી સેન્ટર અને પેરેન્ટલ સુપરિવિઝન ટૂલની જાહેરાત કરી હતી. ઈન્સ્ટાગ્રામ હવે આ ફીચર ભારતમાં પણ રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. આ ટૂલને કારણે તમારા બાળકો ઈન્સ્ટાગ્રામ પર શું એક્ટિવિટી કરે છે, કોની પોસ્ટ જુએ છે, કોને ફોલો કરે છે, તે બધું જ તમે જાણી શક્શો. તમારા બાળકો એપ પર કેટલો સમય વીતાવે છે તે પણ તમે આ બંને ટૂલથી જાણી શક્શો.

વાલી રાખી શક્શે આટલું ધ્યાન

આ ટૂલ દ્વારા તમે એ પણ નક્કી કરી શક્શો, કે તમારા બાળકો ઈન્સ્ટાગ્રામ પર કેટલો સમય વીતાવશે. એટલે કે સમયમર્યાદા પણ ગોઠવી શકાશે. જ્યારે તમારા બાળકો ઈન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ શેર કરશે, કે પછી કોઈ પોસ્ટ રિપોર્ટ કરશે ત્યારે આ બંને ટૂલ્સ તમને જાણ કરશે. તમારા બાળકો કયા પ્રકારના અને કોના અકાઉન્ટ ફોલો કરશે, તે પણ જાણી શકાશે. જો તમારા બાળકો પોતાના પ્રોફાઈલમાં કોઈ નવા મિત્રને એડ કરે છે, તો તે પણ તમારી નજરથી છૂટશે નહીં.

પેરેન્ટ્સ માટે રખાઈ છે કેટલીક મર્યાદા

જો કે અહીં કેટલીક મર્યાદાઓ પણ રાખવામાં આવી છે. કોઈ પણ માતાપિતા પોતાના બાળકોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની હિસ્ટ્રી અને મેસેજ નહીં વાંચી શકે. સાથે જ જો તમારા બાળકનું અકાઉન્ટ પબ્લિક નહીં હોય, એટલે કે પ્રાઈવેટ હશે, તો તેમણે શું પોસ્ટ કર્યું છે, તે પણ નહીં જાણી શકાય. તમારા બાળકો તેમના અકાઉન્ટના કર્તા હર્તા છે. એટલે તેમના અકાઉન્ટનો પાસવર્ડ પણ તે જ બદલી શક્શે.

આ રીતે ટૂલને કરો અબલ

- સૌથી પહેલા તમારા ફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.

- હવે તમારી પ્રોફાઈલમાં જાવ અને જમણી બાજુ રહેલા તમારા પ્રોફાઈલ પિક્ચર પર ક્લિક કરો.

- હવે અહીં જમણી બાજુ રહેલા More Option પર ક્લિક કરો.

- છેલ્લે સેટિંગ્સમાં જાવ અને અહીં Supervision વિકલ્પને પસંદ કરો.

Best Mobiles in India

Read more about:
English summary
Instagram Launch Parental Supervision Tool Know What Your Children Do

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X