Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
SnapChatનું ટેન્શન વધશે, Instagram લાવી રહ્યું છે નવું ફીચર
ખૂબ જાણીતું શોર્ટ વીડિયો મેકિંગ અને ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ હવે એક નવું ફીચર લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ ફીચર અત્યારુધી માત્ર સ્નેપચેટ પર જ હતું. અત્યારે સામે આલી માહિતી પ્રમાણે આ ફીચરનું નામ સ્ટોરીઝ હોઈ શકે છે, જેમાં યુઝર પોતાના ફોટોઝ વીડિયો 24 કલાક માટે જ શૅર કરી શકે છે, બાદમાં આ ફોટોઝ વીડિયોઝ જાતે જ ગાયબ થઈ જશે. વેઈટ, તમને એવું લાગે છે કે આ ફીચર તો ઓલરેડી ઈન્સ્ટાગ્રામ પર છે જે ને. તો ટ્વિસ્ટ એ છે કે ઈન્સ્ટાગ્રામ આ ફીચર હવે મેસેજમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે.
આ ફીચર સ્નેપચેટ સ્ટોરીઝ જેવું જ છે. જેમાં તમે પોતાના મિત્રો કે ફોલોઅર્સ સાથે તમે ઈચ્છો તે ક્ષણોને વીડિયો અને ફોટોઝ દ્વારા શૅર કરી શક્શો, જેને તેઓ સેવ નહીં કરી શકે. આ મોમેન્ટ્સ 24 કલાકમાં જાતે જ વેનિશ થઈ જશે. આ ફીચરને કારણે ઈન્સ્ટાગ્રામ યુઝર્સની પ્રાઈવસી વધુ મજબૂત બનશે.

ઈન્સ્ટાગ્રામનું આ ફીચર સ્નેપચેટના ઓટોમેટિક હિડન ફીચરની જેમ જ કામ કરશે. જેમાં કોઈ પણ મેસેજ કે વીડિયો તમે કોઈ યુઝરને શૅર કરો છો, તો તે 24 કલાક બાદ ઓટોમેટિક મેસેજ કે વીડિયો, ફોટો ગાયબ થઈ જાય છે. તમારે આ મેસેજ મેન્યુઅલી ડિલીટ કરવાની જરૂર નથી પડતી. મનાઈ રહ્યું છે કે ઈન્સ્ટાગ્રામનું આ ફીચર સ્નેપચેટને ટક્કર આપી શકે છે.
જો કે ઈન્સ્ટાગ્રામના આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે હજી રાહ જોવી પડશે. ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા હાલ ઓટોમેટિક હાઈડિંગ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. ટેસ્ટિંગ સમાપ્ત થયા બાદ આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ માટે OTAના માધ્યમથી રિલીઝ કરવામાં આવશે. જે બાદ યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર આ ઓટોમેટિક હાઈડિંગ ફીચરનો ઉપયોગ કરી શક્શે.
અન્ય ફીચર્સનું પણ ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
ઈન્સ્ટાગ્રામના જણાવ્યા પ્રમાણે હવે વ્યુઝ એ રીલ, લાઈવ, ફોટો, કરાઉઝલ, સ્ટોરીઝ સહિત બધા જ મીડિયા ફોર્મેટમાં પ્રાઈમરી મેટ્રિક બનશે. ક્રિએટર હવે આ જ મેટ્રિકનો ઉપયોગ કરીને કન્ટેન્ટ કેવું પર્ફોર્મ કરે છે, તેનું ધ્યાન રાખી શક્શે. આને લગતી અપડેટ આગામી અઠવાડિયાઓમાં રિલીઝ થશે. વ્યુઝને કારણે તમારું કન્ટેન્ટ કેવું પર્ફોમ કરી રહ્યું છે, તે જોવા માટેનું માત્ર એક જ મેટ્રિક ઈન્સ્ટાગ્રામ પર રહેશે.
આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ યુઝર્સને એક નવો એક્સપીરિયન્સ મળવાનો છે. પહેલા પ્લેટફોર્ યુઝ્સને કરાઉઝરમાં વધુમાં વધુ 10 ફોટો, વીડિયો શૅર કરવાની પરમિશન હતી, હવે આ સંખ્યા વધારીને 20 કરી દેવાઈ છે. એટલે કે નવી અપડેટ બાદ યુઝર્સ એક સાથે 20 ફોટોઝ વીડિયોઝ શૅર કરી શક્શે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications