Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર હવે અંગત મિત્રો માટે બનાવી શક્શો બીજી પ્રોફાઈલ, આવશે નવું ફીચર
Instagram એક નવા ફીચર Flipsideનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. લોકપ્રિય શોર્ટ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ Instagram પોતાની એપને વધુ પ્રાઈવેટ બનાવવા માટે આ નવા ફીચર પર કામ કરી રહી છે. Instagramના હેડ એડમ મોસ્સેરીના કહેવા પ્રમાણે હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે. આ ફીચર યુઝરને એક અકાઉન્ટ દ્વારા જ બીજી પ્રોફાઈલ બનાવવાની સુવિધા આપશે. જે તમારા પસંદગીના મિત્રો માટે હશે. આ પ્રોફાઈલ તમારા હાલના પ્રોફાઈલના ઓપ્શનલ પ્રોફાઈલ તરીકે દેખાશે. આ પ્રોફાઈલ પર શૅર કરેલી સ્ટોરી અને પોસ્ટ માત્ર ગણતરીના જ મિત્રો અથા ફોલોઅર્સને જોવા મળશે.

Instagramનું Flipside ફીચર
એક થ્રેડ પોસ્ટમાં ઈન્સ્ટાગ્રામના હેડ એડમ મોસ્સેરી એ કન્ફર્મ કર્યું છે કે કંપની ફ્લિપસાઈડ નામના ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. મોસેરી થ્રેડ પોસ્ટ પર એક યુઝરને જવાબ આપતા કહ્યું છે કે ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારનું ફીચર આવવાનું છે, તેનો તેમને પણ વિશ્વાસ નથી થતો. એક તરફ ક્લિયર સ્પેસ બનાવવી સારી લાગે છે, જે વધુ પ્રાઈવસી આપે છે. બીજી તરફ સેકન્ડરી અકાઉન્ટ યુઝર્સને નજીકના મિત્રો અથવા પસંદગીના ફોલોઅર્સ સુધી પહોંચાડે છે. અમે જોઈશું કે ટેસ્ટિંગ ફેઝમાં અમને યુઝર્સના કેવા રિએક્શન મળી રહ્યા છે, ત્યાર બાદ આ ફીચરને રોલઆઉટ કરવું કે નહીં તે અંગે નિર્ણય કરીશું.
ઓલરેડી રોલઆઉટ કરાયું ફીચર
આ ઉપરાંત એક સોશિયલ મીડિયા કન્સલટન્ટે વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ફ્લિપસાઈડ ટૂલ દર્શાવવામાં આવ્યું છે. આમાં યુઝર્સને ઈન્સ્ટાગ્રામ પોતાના પેજ પર એક અંગત સ્પેસ બનાવવાની સુવિધા આપી રહ્યું છે. જ્યાં યુઝર્સ પોતાના મિત્રોના સબસેટ માટે વધારે પર્સનલ ફોટોઝ અને વીડિયોઝ પોસ્ટ કરી શક્શે. એટલે કે હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝ માટે કેટલાક યુઝર્સ માટે શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગત વર્ષે લીક થઈ હતી માહિતી
તમને જણાવી દઈએ કે ફ્લિપસાઈડ ફીચર વિશે ગત વર્ષે એટલે કે ડિસેમ્બર 2023માં પહેલીવાર ડેવલપર અલસાન્ડ્રો પાલુઝીએ માહિતી આપી હતી. જેમણે પોસ્ટ કરેલા ફોટો મુજબ ફ્લિપસાઈડ ફીચરનો અર્થ થાય છે કે આ માત્ર તમારા અને તમારા પસંદગીના મિત્રો માટે એક નવી સ્પેસ છે, જ્યાં માત્ર તમે પસંદ કરેલા લોકો જ તમારી નવી પ્રોફાઈલ જોઈ સક્શે. ફોલોરસ એક બટન પર ટેપ કરીને અથવા તો મુખ્ય પ્રોફાઈલ પર નીચેની બાજુ સ્વાઈપ કરીને કોઈ પણ યુઝરના ફ્લિપસાઈડ અકાઉન્ટ સુધી પહોંચી શક્શે. જો કે, આ ફીચર ક્યારે બધા માટે રોલાઉટ થશે, તે અંગે હજી સુધી કોઈ માહિતી સામે નથી આવી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications