Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર હવે મિત્રોનું લોકેશન ટ્રેક કરો, Friend Map ફીચર થશે લોન્ચ
Instagram ટૂંક સમયમાં જ પોતાના યુઝર્સ માટે એક અતિઉપયોગી ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ફીચરની મદદથી તમે તમારા મિત્રો, ફોલોઅર્સ કે ઓળખીતા લોકોનું લોકેશન ટ્રેક કરી શક્શો. તાજેતરમાં જ સામે આવેલી માહિતી મુજબ ફોટો અને વીડિયો શેરિંગ એપ ટૂંક સમયમાં જ આ નવા ફીચરને Friend Map નામથી લોન્ચ કરવા જઈ રહી છે. આ નવા ફીચર અંતર્ગત ઈન્સ્ટાગ્રામ પર વર્લ્ડ મેપનો ઈન્ટરફેસ મળશે. આ મેપ પર તમે તમારા મિત્રોનું લોકેશન ટ્રેક કરી શક્શો. ચાલો, જાણીએ કે આ ફીચર કેવી રીતે કામ કરવાનું છે.

Alessandro Paluzzi નામના મોબાઈલ ડેવલપરે પોતાના એક્સ હેન્ડલ પર ઈન્સ્ટાગ્રામના આ નવા ફ્રેન્ડ મેપ ફીચર અંગે માહિતી આપી છે. આ પોસ્ટમાં આ ફીચરના કેટલાક સ્ક્રીનશોટ પણ આપવામાં આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આ નવું ફીચર કેવી રીતે કામ કરવાનું છે.
Friend Mapથી શોધો તમારા મિત્રો ક્યાં છે.
ટ્વિટર પર શૅર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ મેપ સેક્શન અંતર્ગત વર્લ્ડ મેપ જોઈ શકાય છે. આ મેપ દ્વારા ઈન્સ્ટાગ્રામ યુઝર્સ પોતાના ફ્રેન્ડઝનું લોકેશન ટ્રેક કરી શક્શે. જો કે, આ ફીચર માત્ર ત્યારે જ કામ કરશે, જ્યારે તમારા મિત્રોએ પોતાનું લોકેશન ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યું હશે.
આ સ્ક્રીનશોટમાં જોઈ શકીએ છે, તે પ્રમાણે યુઝર્સ નવા ફ્રેન્ડ્સ મેપ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર નોટ પણ શૅર કરી શક્શે. આ ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ અને ડિરેક્ટ મેસેજમાં શૅર કરતા નોટ્સ ફીચરની જેમ જ કામ કરશે. જો હાલ સામે આવેલી આ માહિતી સાચી હશે, તો હવે ઈન્સ્ટાગ્રામ યુજ્સ સ્ટોરી, મેસેજ અને સ્ટેટસ સેક્શનમાં પણ નોટ્સ લખીને શૅર કરી શકે છે. હાલ તો બસ એટલી જ આશા કે આ લોકેશન શેરિંગ ફીચર એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન ધરાવતું હશે.
આ ઉપરાંત અન્ય એક સ્ક્રીનશોટમાં જોઈ શખાય છે કે ઈન્સ્ટાગ્રામ યુઝર્સને ફ્રેન્ડ મેપ અંતર્ગત લોકેશન શૅર કરવા પર કેટલાક ઓપ્શન પણ મળે છે. આ ઓપ્શન અંતર્ગત યુઝર્સ એ નિર્ણય કરી શક્શે કે મેપ પર તેમનું લોકેશન ઈન્સ્ટાગ્રામ પર કોણ કોઈ જોઈ શક્શે. અહીં એક ઘોસ્ટ મોડ પણ મળી શકે છે. જે અંતર્ગત તમારું લોકેશન કોણ નહીં જોઈ શકે, તે તમે નક્કી કરી શક્શો. સાથે જ જો તમારે તમારું લોકેશન માત્ર ક્લોઝ ફ્રેન્ડ્ઝને જ બતાવવું છે, તો તેનો પણ ઓપ્શન હશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications