Instagramમાં Reels જોઈને કંટાળ્યા છો, તો આ રીતે રમો ગમે, છે હિ઼ડન ફીચર

By Gizbot Bureau
|

ઈન્સ્ટાગ્રામ યંગ્સ્ટર્સથી લઈને પ્રૌઢ લોકોમાં પણ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ પર યુઝર્સ ફોટો અને વીડિયો બંને શૅર કરી શકે છે, સાથે જ અન્ય યુઝર્સના ફોટોઝ અને વીડિયોઝ જોઈ શકાય છે, લાઈક કરી શકાય છે, કમેન્ટ પણ કરી શકાય છે. ઈન્સ્ટાગ્રામ રીલ્સ પણ આ પ્લેટફોર્મનું સૌથી જાણીતું ફીચર છે.

રીલ્સનું આપણા બધાને એવું વળગણ લાગ્યું છે કે કલાકો સુધી આપણે ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ સ્ક્રોલ કરતા રહીએ છીએ. પણ જો હવે તમે ઈન્સ્ટાગ્રામ પર વીડિયોઝ જોતા જોતા કંટાળી ગયા છો, તો ઈન્સ્ટાગ્રામ પર ગેમ્સ પણ રમી શકો છો. જી હાં, ઈન્સ્ટાગ્રામ પર ગેમ્સ રમવાનું હિ઼ડન ફીચર પણ છે. મોટા ભાગના લોકોને આ ફીચર અંગે માહિતી નથી. જો તમે પણ ઈન્સ્ટાગ્રામના ગેમ ફીચર વિશે નથી જાણતા, તો આ આર્ટિકલ ખાસ તમારા માટે જ છે.

Instagramમાં Reels જોઈને કંટાળ્યા છો, તો આ રીતે રમો ગમે, છે હિ઼ડન ફીચર

ફોટો અને વીડિયો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામે કેટલાક સમય પહેલા જ પોતાના ડીએમ સેક્શનમાં Emogi Game રોલઆઉટ કરી હતી. આ ગેમમાં તમને સ્ક્રીન પર સંખ્યાબંધ ઈમોજી જોવા મળે છે, અને સાથે જ એક પેડલ મળે છે. આ ગેમમાં તમારે પેડલની મદદથી ઈમોજીને નીચે પડતા અટકાવવાના છે. જેટલા ઈમોજી તમે નીચે પડતા બચાવશો, એટલો જ ગેમમાં તમારો સ્કોર વધતો રહેશે. આ ગેમ રમવા માટે તમારે અલગથી કોઈ એપ ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી. આ ગેમ પહેલાથી જ ઈન્સ્ટોલ્ડ છે. ચાલો જાણીએ કે આ ગેમ કેવી રીતે રમી શકાય છે?

Instagram પર આ રીતે રમો હિડન ગેમ

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.

સ્ટેપ 2: હવે ઈન્સ્ટાગ્રામના ચેટ સેક્શન પર જાવ.

સ્ટેપ 3: હવે કોઈ પણ વ્યક્તિનું ચેટ ઈન્સ્ટાગ્રામ ડીએમ ઓપન કરો.

સ્ટેપ 4: બાદમાં તમારા ચેટના ટેક્સ્ટ સેક્શનમાંથી કોઈ પણ ઈમોજી સિલેક્ટ કરીને સામેના યુઝરને મોકલી દો.

સ્ટેપ 5: હવે આ ઈમોજી પર ટેપ કરો.

સ્ટેપ 6: ઈમોજી પર ટેપ કરતાની સાથે જ તમારી સામે એક નવી વિન્ડો ઓપન થશે.

સ્ટેપ 7: આ વિન્ડોમાં જ તમે ઈન્સ્ટાગ્રામની હિડન ગેમ રમી શક્શો.

આ ગેમ કેવી રીતે રમવાની છે?

સ્ટેપ 1: Instagramમાં ચાલુ થયેલી આ ગેમમાં તમને એક સાથે ઘણા બદા ઈમોજી ઉપરથી નીચે પડતા દેખાશે.

સ્ટેપ 2: હવે આ ઈમોજીને તમારે પેડલ અથવા સર્ફ બોર્ડથી અથડાઈને ઉપરની તરફ ફેંકવાના છે.

સ્ટેપ 3: તમે જેટલા ઈમોજી નીચે પડતા બચાવશો, તેટલો જ સ્કોર તમારો વધવા લાગશે.

Best Mobiles in India

English summary
Instagram game how to access and play this hidden feature

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X