Just In
- 585 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 586 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 587 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 587 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કેટલી જગ્યાએ ખુલ્લુ છે તમારું Instagram, જાણશો તો ચોંકી જશો, તરત કરો આ કામ
જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝર છો, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઘણીવાર એવું થાય છે કે ફોન ઉપરાંત અન્ય ડિવાઈસમાં પણ આપણે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ લોગઈન કરીએ છીએ. પરંતુ કામની ઉતાવળમાં આવા અકાઉન્ટ ખુલ્લા જ ભૂલી જઈએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે જાણતા અજાણતા તમારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ જુદા જુદા 10 ડિવાઈસમાં ખુલ્લો હોઈ શકે છે. જો કે ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની સિક્યોરિટીને લઈને ચિંતા કરવાની જરૂર નથી.

ઈન્સ્ટાગ્રામ લોગ ઈન એક્ટિવિટી કરી શકાય છે ડિલીટ
ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સને લોગ ઈન એક્ટિવિટી ડિલીટ કરવાનો ઓપ્શન મળે છે. આ આર્ટિકલમાં અમે તમને એન્ડ્રોઈડ અને આઈફોન બંને ડિવાઈસમાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટની લોગ ઈન એક્ટિવિટી ડિલીટ કરવાની પ્રોસેસ જણાવી રહ્યા છીએ.
એન્ડ્રોઈડ ફોનમાં ઈન્સ્ટાગ્રામ લોગઈન એક્ટિવિટી આ રીતે કરો ડિલીટ
સ્ટેપ 1: સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો
સ્ટેપ 2: હવે બોટમ રાઈટ કોર્નર પર પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે ટોપ રાઈટ કોર્નર પર દેખાતા ત્રણ લાઈનવાળા મેન્યુ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે અકાઉન્ટ સેન્ટર પર ટેપ કરો.
સ્ટેપ 5: બાદમાં Password and Security પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે Where you’re logged in પર ટેપ કરો.
સ્ટેપ 7: બાદમાં ઈન્સ્ટાગ્રામ આઈડી નીચે કરંટ ડિવાઈસ ઉપરાંત એક્સ્ટ્રા ડિવાઈસની માહિતી તમને દેખાશે.
સ્ટેપ 8: હવે ઈન્સ્ટાગ્રામ આઈડી પર ટેપ કરો.
સ્ટેપ 9: આટલું કરતા જ તમારું અકાઉન્ટ જ્યાં જ્યાં ખુલ્લુ છે, તે ડિવાઈસની ડેટ સાથે માહિતી મળશે.
સ્ટેપ 10: બધા જ ડિવાઈસ એક એક સિલેક્ટ કરીને લોગઆઉટ કરશો તો જે તે અકાઉન્ટમાંથી તમારી પ્રોફાઈલ લોગઆઉટ થઈ જશે.
આઈફોનમાંથી આ રીતે ડિલીટ કરો ઈન્સ્ટાગ્રામની લોગ ઈન એક્ટિવિટી
સ્ટેપ 1: સૌથી પહેલા ઈન્સ્ટાગ્રામ એપ ઓપન કરો.
સ્ટેપ 2: હવે બોટમ રાઈટ કોર્નર પર પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે ટોપ રાઈટ કોર્નર પર દેખાતા ત્રણ લાઈન મેન્યુ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 4: હવે Account Centre પર ટેપ કરો.
સ્ટેપ 5: બાદમાં Password and security પર ટેપ કરો.
સ્ટેપ 6: હવે Where you’re logged in પર ટેપ કરો.
સ્ટેપ 7: હવે તમારા ઈન્સ્ટાગ્રામ આઈડીની નીચે કરંટ ડિવાઈસ ઉપરાંત અન્ય ડિવાઈસની માહિતી દેખાશે.
સ્ટેપ 8: હવે ઈન્સ્ટાગ્રામ આઈડી પર ટેપ કરો.
સ્ટેપ 9: આટલું કરતા જ આ આઈડી કયા ડિવાઈસમાં ક્યાં ક્યાં ખુલ્લુ છે, તે ખ્યાલ આવશે.
સ્ટેપ 10: બસ Select devices to log out પર ટેપ કરો.
સ્ટેપ 11: તમારે હવે એક એક ડિવાઈસને સિલેક્ટ કરીને લોગઆઉટ કરવાનું છે. એટલે તમારું કામ થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications