ઈન્ફોકસ ટર્બો 5 સ્માર્ટફોન લોન્ચ, કિંમત 6999 રૂપિયા

Posted By: anuj prajapati

ઈન્ફોકસ ઘ્વારા એક મોટી બેટરી ક્ષમતા સાથે ટર્બો 5 ડબ નવા સ્માર્ટફોનના લોન્ચની જાહેરાત કરી છે. આ ઉપકરણની યુએસપી તેની 5000 એમએએચની બેટરી છે જે તેને બેસ્ટ બેટરી બેકઅપ આપી શકે છે.

ઈન્ફોકસ ટર્બો 5 સ્માર્ટફોન લોન્ચ, કિંમત 6999 રૂપિયા

ઇન્ફૉકસ ટર્બો 5 ઓનલાઇન રિટેલર એમેઝોન ઇન્ડિયા દ્વારા સંપૂર્ણપણે ઉપલબ્ધ છે. 2 જીબી રેમ વેરિયન્ટની કિંમત 6,999 રૂપિયા અને 3 જીબી રેમ વેરિયન્ટની કિંમત 7,999 રૂપિયા રાખવામાં આવી છે. આ ડિવાઈઝ જુલાઇ 4, 2017 થી શરૂ થશે. ચાલો અહીંથી ઇન્ફોકસ ટર્બો 5 ની અન્ય વિગતો જુઓ.

પાવરફુલ ડિઝાઇન

પાવરફુલ ડિઝાઇન

ઇન્ફૉકસ ટર્બો 5 માં એક શક્તિશાળી ડિઝાઈન છે. તે પાતળો અને હલકો હોવા છતાં એક મેટલ બિલ્ડ છે ઉપરાંત, પાછળના ભાગમાં ફિંગરપ્રિન્ટ સેન્સર છે જે ફોનને અનલૉક કરી શકે છે. તે અન્ય કાર્યો જેમ કે ફ્લેશ લાઈટ શરૂ કરીને અને સેલ્ફી ક્લિક કરે છે. ઉપકરણમાં એચડી 720 પિક્સલ રિઝોલ્યૂશન સાથે 5.2-ઇંચનું આઇપીએસ ડિસ્પ્લે છે. તે 2.5 ડી કર્વ ગ્લાસ પેનલ સાથે આવે છે.

હાર્ડવેર ફીચર

હાર્ડવેર ફીચર

ઇન્ફોકસ સ્માર્ટફોન ક્વાડ કોર મીડિયા ટેક MT6734 પ્રોસેસરનો ઉપયોગ કરે છે. આ ડિવાઈઝ બે વેરિયંટ માં ઉપલબ્ધ છે - એક 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ સાથે અને બીજી 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે. બંને વેરિયંટમાં માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો.

સારો કેમેરો

સારો કેમેરો

ઇન્ફોકસ સ્માર્ટફોન તેના પાછળના ભાગમાં 13 મેગાપિક્સલ મુખ્ય કેમેરાને ફલેગિત કરે છે. એચડીઆર મોડ, પેનોરમા મોડ, ફિલ્ટર્સ, ઇમેજ સ્ટેબિલાઈઝેશન અને બ્યૂટી મોડ છે. આગળ, ડિવાઇસ પાસે 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા છે.

બેટરી મુખ્ય

બેટરી મુખ્ય

ઇન્ફૉકસ ટર્બો 5 એ 5000 એમએએચની બેટરી સાથે ફીટ કરવામાં આવે છે, જે સ્ટેન્ડબાય ટાઇમના 34 દિવસ સુધી, ઉપયોગના 50 કલાક સુધી, ઑનલાઇન વીડિયો જોવાના 15 કલાક સુધી અથવા વીડિયો કૉલિંગના 23 કલાક સુધી ચાલવાનો દાવો કરે છે.

English summary
InFocus Turbo 5 with a massive 5000mAh battery has been launched today and is exclusive to Amazon.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot