12 GB Ram, 108 MP camera વાળા ફોનની સેલ લાઈવ, બસ આટલી જ છે કિંમત

By Gizbot Bureau
|

આજના સમયમાં એપ્સ અને ઓપરેટિંગ સિસ્ટમ હેવી થઈ રહ્યા છે. જેને કારણે ફોનમાં વધુને વધુ રેમની જરૂર પડવા લાગી છે. પહેલા જેટલા સ્ટોરેજ આવતા ફોનમાં હવે એટલી તો રેમ આવવા લાગી છે. પહેલા 2 જીબી, 4 જીબી, 6 જીબી અને 8 જીબી રેમ ધરાવતા ફોન માર્કેટમાં લોન્ચ થયા. પરંતુ હવે ફોનનો વપરાશ એટલો વધ્યો છે કે આ બધી જ રેમ ઓછી પડી રહી છે. એટલે માર્કેટમાં 12 જીબી રેમ ધરાવાત ફોન્સ પણ આવી ગયા છે.

ઈન્ફિનિક્સે પોતાની 7મી એનિવર્સરી પર ગ્રાહકો માટે ખાસ Infinix note 40 series Racing Edition નામનો ફોન લોન્ચ કર્યો છે. આ સિરીઝમાં કંપનીએ ભારતમાં Infinix note 40 Pro અને Infinix note 40 Pro+ એમ બે જુદા જુદા ફોન લોન્ચ કર્યા છે. આજથી એટલે કે 26 ઓગસ્ટથી Infinix note 40 series Racing Edition નું પહેલું સેલ લાઈવ થઈ ચૂક્યુ છે. તો ચલો, ફટાફટ આ ફોનના સ્પેક્સ, કિંમત અને સેલ ડિટેઈલ્સ જાણી લઈએ.

12 GB Ram, 108 MP camera વાળા ફોનની સેલ લાઈવ, બસ આટલી જ છે કિંમત

Infinix note 40 Pro અને Infinix note 40 Pro+ ના સ્પેસિફિકેશન્

પ્રોસેસર

Infinix note 40 Pro અને Pro+ ફોનમાં ઈન્ફિનિક્સ દ્વારા MediaTek DIMENSITY 7020 ચિપસેટ, Octa-core (2x2.2 GHz) Cortex-A78 સીપીયુ આપવામાં આવ્યું છે.

ડિસ્પ્લે

ઈન્ફિનિક્સના આ ફોન 6.78 ઈંચ, FHD+ 1080*2436, FLEXIBLE AMOLED, 60Hz/120Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરતી સ્ક્રીન ધરાવે છે.

રેમ અને સ્ટોરેજ

ઈન્ફિનિક્સ ફોનને કંપનીએ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ કેપેસિટીથી સજ્જ કર્યા છે. આ ફોનમાં UFS2.2 સ્ટોરેજ ટાઈપ અને LPDDR4X રેમ મળે છે. જ્યારે Pro+ મોડેલમાં 12GB રેમ અને 256GB સ્ટોરેજ કેપેસિટી મળે છે.

બેટરી

પ્રો મોડેલમાં 5000 mAh બેટરી અને 45 W MAX ની ગજબ ચાર્જિંગ સ્પીડ કેપેસિટી મળે છે. જ્યારે Pro+ 4600 mAh બેટરી ક્ષમતા અને 100 W MAX ચાર્જિંગની સ્પીડ કેપેસિટી આપવામાં આવી છે.

કેમેરા

બંને ફોનમાં108MP OIS + 2MP + 2MP બેક કેમેરા અને 32MP ફ્રંટ કેમેરા મળે છે

Infinix note 40 series Racing Edition ક્યાંથી ખરીદી શકાશે?

Infinix note 40 series Racing Edition તમે માત્ર ઓનલાઈન જ ખરીદી શકો છો. બપોરે 12 વાગ્યાથી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર તેનું પહેલું સેલ લાઈવ થઈ ચૂક્યુ છે.

Infinix note 40 series Racing Edition ની કિંમત

Infinix note 40 series Racing Edition ની કિમત 18,999 રૂપિયાથી શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે આ કિંમત જુદા જુદા ડિસ્કાઉન્ટ બાદની છે.

Best Mobiles in India

English summary
Infinix note 40 series Racing Edition sale live know price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X