Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Infinixએ ખૂબ ઓછી કિંમતમાં લોન્ચ કર્યા અદ્યતન લેપટોપ, જાણો ડિટેઈલ
જો તમે નવું લેપટોપ ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, અને બજેટનો પ્રોબ્લેમ છે, તો તમારા માટે Infinix ના નવા લોન્ચ થયેલા લેપટોપ્સ એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. ઈન્ફિનિક્સે ખૂબ જ ઓછી કિંમતમાં લેટેસ્ટ લેપટોપ Infinix INBook Y1 Plus Neo લોન્ચ કર્યા છે. જેમાં તમને 15.6 ઇંચની ફૂલ એચડી રિઝોલ્યુશન સ્ક્રીન મળી રહી છે.

Infinix INBook Y1 Plus Neoના સ્પેસિફિકેશન
Infinixના આ નવા લેપટોપમાં કંપની 15.6 ઈંચની ફૂલ એચડી ડિસ્પ્લે આપી રહી છે, જે 87 ટકા RGB અને 260 નિટ્સ પીક બ્રાઈટનેસ ધરાવે છે. આ લેપટોપમાં ઈન્ટેલ UHD ગ્રાફિક્સની સાથે સાથે 1.1 ગીગાહર્ટ્ઝ સેલેરિયોન N5100 ક્વોડ કોર પ્રોસેસર પણ યુઝર્સને મળી રહ્યું છે.
આ લેપટોપની કનેક્ટિવિટીની વાત કરીએ તો તમને કંપની બ્લૂટુત 5.1, વાઈ ફાઈ અને ડેટા ટ્રાન્સફર માટે USB અને બે USB 3.0 પોર્ટ્સ આપી રહી છે. સાથે જ યુઝર્સને શાનદાર સાઉન્ડ મળે તે માટે કંપની 2 વૉટના સ્ટીરિયો સ્પીકર્સ અને 35 મિલીમીટરનો માઈક્રોફોન જેક પણ આપી રહી છે.
આ નવા લેપટોપમાં વીડિયો કોલિંગ માટે 2 મેગાપિક્સલનો ફૂલ એચડી વેબકેમ આપવામાં આવ્યો છે. સાથે જ ઈનફિક્સનું આ લેટેસ્ટ લેપટોપ 8 GB LPDDR4X રેમ અને 256 GB/512 GB SSD સ્ટોરેજ ધરાવે છે. વધુમાં આ લેપટોપના બેટરી બેકઅપની વાત કરીએ તો તેમાં 40 Wની બેટરી આપવામાં આવી ચે, જે 45 વોટ પીડી ટાઈપ સી ફાસ્ટ ચાર્જરથી લેપટોપને ચાર્જ કરે છે. ફાસ્ટ ચાર્જિંગ માટે કંપનીનો દાવો છે કે આ લેપટોપ માત્ર 60 મિનિટ એટલે કે એક કલાકની અંદર 75 ટકા ચાર્જ થઈ શકે છે. તો બેટરી લાઈફ પણ સારી હોવાનો કંપનીનો દાવો છે. કંપનીના કહેવા મુજબ આ લેપટોપ ફૂલ ચાર્જ કરવા પર 7 કલાકનો વીડિયો પ્લેબેક અને 8 કલાકનું વેબ બ્રાઉઝિંગ નોન સ્ટોપ આપી શકે છે.
Infinix INBook Y1 Plus Neoની કિંમત અને કલર અવેલિબિલીટી
હવે મૂળ વાત પર આવીએ કે કંપની જેને ખૂબ જ ઓછી કિંમતનો દાવો કરીને વેચી રહી છે, તે Infinix INBook Y1 Plus Neo લેટેસ્ટ લેપટોપની પ્રાઈઝ શું છે. તો Infinix INBook Y1 Plus Neoના 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ધરાવાત વેરિયંટની કિંમત માત્ર 20,990 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે 8 જીબી રેમ અ 512 જીબી સ્ટોરેજ ધરાવતા વેરિયંટની કિંમત 22,990 રૂપિયા રાખવામાં આવી છે. જો કે કંપનીનું કહેવું છે કે આ લેપટોપની સ્પેશિયલ લોન્ચ પ્રાઈઝ છે. એટલે કે થોડા સમય બાદ આ કિંમત બદલાઈ શકે છે.
Infinix INBook Y1 Plus Neo લેપટોપ બ્લૂ, ગ્રે અને સિલ્વર એમ ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે. આ લેપટોપ 26 એપ્રિથી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications