વિશ્વના ટોપ 500 સુપર કમ્પ્યુટરના લિસ્ટમાં સામેલ છે ભારતનું આ કમ્પ્યુટર

By Gizbot Bureau
|

AI ટેક્નોલોજી હાલ આખા વિશ્વમાં યુઝર્સને આકર્ષી રહી છેય આ ટેક્નોલોજી સાથે યુઝર રોજિંદું તો નહીં પરંતુ પ્રોફેશનલ કામ પાર પાડી રહ્યા છે. હવે ઈન્ટરનેટ યુઝર્સ માટે AI સુપર કમ્પ્યુટર પણ બની ચૂક્યા છે. ભારતે પણ પોતાનું એક એઆઈ સુપર કમ્પ્યુટર તૈયાર કરી દીધું છે. આ સુપર કમ્પ્યુટર વિશ્વના ટોચના 500 સુપર કમ્પ્યુટરના લિસ્ટમાં સામેલ છે. ભારતના આ સુપર કમ્પ્યુટરનું નામ AIRAWAT છે.

વિશ્વના ટોપ 500 સુપર કમ્પ્યુટરના લિસ્ટમાં સામેલ છે ભારતનું આ કમ્પ્યુટર

AIRAWAT એ વિશ્વના ટોચના સુપર કમ્પ્યુટરમાં મેળવ્યું સ્થાન

ચાલુ વર્ષે જર્મનીમાં ઈન્ટરનેશનલ સુપરકમ્પ્યુટિંગ કોન્ફરન્સ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સ જર્મનીના હેમ્બર્ગમાં 21થી 25 મે વચ્ચે યોજાઈ હતી. જેમાં ટોચના 500 ગ્લોબલ સુપર કમ્પ્યુટરનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. આ લિસ્ટમાં AIRAWATએ પોતાની જગ્યા બનાવી છે. એટલું જ નહીં AIRAWAT આ જબરજસ્ત સુપર કમ્પ્યુટર્સની યાદીમાં 75મા નંબરે છે. આ કમ્પ્યુટરનું નિર્માણ ભારત સરકારના AI નેશનલ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવ્યું છે.

AIRAWAT AI સુપર કમ્પ્યુટર કેમ છે ખાસ?

AI સુપર કમ્પ્યુટર AIRAWATની ઓળક ભારતના સૌથી મોટા અને ફાસ્ટ એઆઈ સુપર કમ્પ્યુટિંગ સિસ્ટમ તરીકે છે. આ AI સુપર કમ્પ્યુટરની સ્પીડ 13,170 ટેરાફ્લોપ્સ છે. AIRAWATને પૂણેના C-DACમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ AI સુપર કમ્પ્યુટરને તૈયાર કરનારી કંપનીનું નામ Netweb Technologies છે. સુપર કમ્પ્યુટર AIRAWAT Ubuntu 20.04.2 LTS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ઉપરાંત આ ડિવાઈસ AMD EPYC 7742 64C 2.24 GHz પ્રોસેસર પર રન કરે છે.

ISE 2023ની કોન્ફરન્સમાં પસંદગી પામેલા આ છે ટોચના પાંચ સુપર કમ્પ્યુટર્સ

ISE 2023 કોન્ફરન્સમાં ટોપ 5 સુપર કમ્પ્યુટરના લિસ્ટમાં અમેરિકા, જાપાન, ફિનલેન્ડ અને ઈટાલીના કમ્પ્યુટર્સે ટોપ 5માં બાજી મારી છે. આ લિસ્ટમાં ટોચ પર અમેરિકાનું Frontier Super Computer રહ્યું છે. આ સુપર કમ્પ્યુટર hpe cray ex235a કમ્પ્યુટિંગ સિસ્ટમ છે. જ્યારે બીજા નંબરે જાપાનનું Fugaku Super Computer A64FX આવ્યું છે. ફિનલેન્ડના LUMI, HPE CRA EX 235Aને ટોપ 500 સુપર કમ્પ્યુટરના લિસ્ટમાં ત્રીજું સ્થાન મળ્યું છે. જ્યારે ચોથા નંબર પર Leonardo, xeon platinum 8358 32C સુપર કમ્પ્યુટર છે. આ યાદીમાં પાંચમાં બનંબરે ફરીવાર અમેરિકાનું જ સુપર કમ્પ્યુટર Summit, IBM Power System AC922 એઆઈ સુપર કમ્પ્યુટર રહ્યું છે.

Frontier Supercomputer કેમ છે ખાસ?

ટોચના 500 સુપર કમ્પ્યુટરના લિસ્ટમાં પહેલા નંબરે આવનાર ફ્રંટિયરને અમેરિકાની ઓકરિજ નેશનલ લેબોરેટરીમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું છે. આ સુપર કમ્પ્યુટરનો ઉપયોગ એનર્જી ડિપાર્ટમેન્ટ માટે કરવામાં આવ્યું છે. દુનિયાનું આ પહેલું સુપર કમ્પ્યુટર 86,99,904 કોરસની સાથે 1.194 Exaflop પ્રતિ સેકન્ડ પર કામ કરે છે.

શું છે આંતરરાષ્ટ્રીય સુપરકમ્પ્યુટિંગ કોન્ફરન્સ?

આંતરરાષ્ટ્રીય સુપરકમ્પ્યુટિંગ કોન્ફરન્સ સુપર કમ્પ્યુટર અંગે યોજાતો સમારોહ છે. જે દર વર્ષે યોજવામાં આવે છે. આ કોન્ફરન્સની શરૂઆત 1986માં યુરોપથી કરવામાં આવી હતી. દર વર્ષે જર્મનીના જુદા જુદા શહેરોમાં તેનું આયોજન કરવામાં આવે છે.

Best Mobiles in India

English summary
Indias Airawat is in the list of world’s top 500 super computers

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X