ટ્રેન સર્વિસને પ્રથમ જૂનથી શરૂ કરવામાં આવશે તેના માટે ઓનલાઇન ટિકિટ કઈ રીતે બુક કરવી

By Gizbot Bureau
|

મિનિસ્ટ્રી રેલવેઝ દ્વારા પ્રથમ જૂનથી પેસેન્જર ટ્રેન સર્વિસને ફરી શરૂ કરી દેવા માટે વિચારવામાં આવી રહ્યું છે. અને મિનિસ્ટ્રી દ્વારા તે વાતની પુષ્ટી પણ કરવામાં આવી હતી કે બસ્સો નવી સ્પેશિયલ ટ્રેન ને અલગ અલગ સ્ટેશનો પર પહોંચાડવામાં આવશે.

ટ્રેન સર્વિસને પ્રથમ જૂનથી શરૂ કરવામાં આવશે તેના માટે ઓનલાઇન ટિકિટ કઈ

મિનિસ્ટ્રી દ્વારા પોતાના સ્ટેટમેન્ટ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે આ ટ્રેનની અંદર માત્ર રીઝલ્ટ ટ્રેન દોડાવવામાં આવશે તેનો અર્થ એ થાય છે કે માત્ર તે જ લોકો આ ટ્રેનની અંદર ટ્રાવેલ કરી શકશે કે જેમની પાસે પહેલાથી કન્ફર્મ થયેલી ટિકિટ હાજર હોય.

આ ટ્રેનો માટે ટિકિટ બુકિંગ પહેલાથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જો તમે પણ ટીકીટ બુક કરાવવા માગતા હો તો તમે રિઝર્વેશન કાઉન્ટર પર જઇ અથવા આઇઆરસીટીસીની વેબસાઇટ પર છે અને ટિકિટ બુક કરી શકો છો.

તો જો તમે આ લોકડાઉન દરમિયાન કોઈ જગ્યા પર ટ્રેન દ્વારા ટ્રાવેલ કરવા માંગો છો તો તમે આઇઆરસીટીસીની વેબસાઇટ પર નીચે જણાવેલ પગલાંઓ અનુસરી અને ટિકિટ બુક કરી શકો છો.

- તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટર પર આઈઆરસીટીસી ની વેબસાઈટ ની અંદર લોગીન કરો.

- ‎ત્યાર પછી તમે કઈ જગ્યા પરથી કઈ જગ્યા પર પહોંચવા માગો છો અને કઈ તારીખ પર ટ્રાવેલ કરવા માંગો છો તેને નીચે જણાવેલ વિકલ્પોમાંથી પસંદ કરો અહીં એક વસ્તુની ખાસ ધ્યાન રાખવું કે તમે જે તારીખ પસંદ કરી રહ્યા છો તે ૩૧મી મે પછીની હોય એટલે કે જે પ્રથમ મેં પછીની કોઈપણ તારીખ હોવી જોઈએ.

- ‎ત્યાર પછી તમે જે ટ્રેન દ્વારા ટ્રાવેલ કરવા માંગો છો તે ટ્રેન ની ઉપલબ્ધતા અને તેના ભાડાં વિશે માહિતી મેળવો.

- ‎ત્યાર પછી બુક ના બટન પર ક્લિક કરો.

- ‎ત્યાર પછીની સ્ક્રીન પર તમારું નામ સરનામું ઉંમર ફોન નંબર વગેરે જેવી વિગતો ભરી અને કંટીન્યુ બટન પર ક્લિક કરો.

- ‎ત્યાર પછીની સ્ક્રીન પર તમારી બધી જ વિગતો જેવી કે ટ્રેન ની માહિતી તમારી માહિતી તારીખ વગેરે જેવી બધી જ બાબતો ચેક કરી અને આગળ વધો.

- ‎ત્યાર પછી તમારે પેમેન્ટ કરી અને ટિકિટ કન્ફર્મ કરવાની રહેશે.

- ‎એક વખત જ્યારે ટિકિટ બુક થઈ જશે ત્યાર પછી તમને તમારા મોબાઈલ નંબર પર કન્ફર્મેશનનો મેસેજ મોકલવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Indian Railways Resume Operations: Book Tickets Online

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X