Just In
- 582 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 583 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 584 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 585 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
5G ભૂલી જાવ, ભારતમાં આ વર્ષથી શરૂ થશે 6G
શું તમે હજી પણ 4જી મોબાઈલ અને નેટવર્ક જ વાપરી રહ્યા છો? હજી સુધી 5જી સર્વિસનો ઉપયોગ શરૂ નથી કર્યો? તો તમને જણાવી દઈએ કે ભારત વિશ્વભરમાં 5જી સર્વિસ દેશના જુદા જુદા વિસ્તારો સુધી પહોંચાડવામાં સૌથી ઝડપી સાબિત થઈ રહ્યું છે. ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં 5જી સર્વિસ લોન્ચ કરવામાં આવી હતી. જે બાદ દેશના જુદા જુદા વિસ્તારોમાં 5જી કરતા પણ ઝડપી ગતિથી આ લેટેસ્ટ ટેક્નોલોજી પહોંચી રહી છે. એટલે સુધી કે 2029 સુધીમાં દેશમાં 6જી નેટવર્કનું માળખું લોન્ચ કરવાની પણ આશા છે.

ભારતમાં 5G, 6G અંગે અશ્વિની વૈષ્ણવનું નિવેદન
કેન્દ્રી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, જેઓ હાલ રેલવે, કમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી વિભાગ સંભાળી રહ્યા છે, તેમણે તાજેતરમાં જ યોજાયેલા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું, સરકારનું ઉદ્દેશ્ય ડિસેમ્બર 2023 સુધી દેશના 200 શહેરોમાં 5જી સર્વિસ શરૂ કરવાનું હતું. પરંતુ ડેક્કન હેરાલ્ડના એક રિપોર્ટ મુજબ 200ની સામે 397 શહેરોમાં 5જી સર્વિસ શરૂ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ, 2022ના રોજ ભારતમાં 5જી સ્પેક્ટ્રમની હરાજી પૂરી થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 1 ઓક્ટોબર 2022ના રોજ ઔપચારિક રીતે 5જી સર્વિસનું ઉદઘાટન કર્યું હતું.
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે એમ પણ કહ્યું છે કે હવે સરકારનું લક્ષ્ય 6જી ટેક્નોલોજીની શરૂઆત કરવાનું છે. કેન્દ્ર સરકારે આ માટે 2029ના વર્ષને લક્ષ્યમાં રાખ્યું છે. 2029 સુધીમાં કેન્દ્ર સરકાર 6જી ટેક્નોલોજીના માળખાને વિક્સિત કરવાની તૈયારી કરી રહી છે. ભારત 6જી ટેક્નોલોજી મામલે આખા વિશ્વનું નેતૃત્ત્વ કરવા તૈયાર છે. જો કે કેન્દ્રીય મંત્રીએ આ મામલે વધારે ડિટેઈલમાં માહિતી નથી આપી.
ભારતમાં 5જી ટેક્નોલોજી
ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ભારતમાં ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓમાંથી માત્ર બે કંપનીઓ જ 5જી સર્વિસ આપી રહી છે. નોન સ્ટેન્ડઅલોન એક્સેસ ટેક્નોલોજીને શરૂઆતમાં એરટેલે વ્યાવસાયિક સેટિંગમાં લાગુ કરી હતી. એરટેલ આવું કરનારી પહેલી સર્વિસ પ્રોવાઈડર હતી. બીજી તરફ જીયો એકમાત્ર એવી ભારતીય ટેલિકોમ કંપની છે જે 700 MHz બેન્ડનો ઉપયોગ કરે છે. અને જીયો એકમાત્ર એવી કંપની છે, જે 5જી સ્ટેન્ડ અલોન એક્સેસ ટેક્નોલોજી દ્વારા આ લેટેસ્ટ ટેક્નોલોજી પહોંચાડી રહી છે.
રેટિંગ એજન્સી ક્રિસિલના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, કે દેશમાં માર્ચ, 2025 સુધીમાં લગભગ એક તૃતિયાંશ વાયરલેસ ડેટા યુઝર્સ હશે, અથવા તો 300 મિલિયન ગ્રાહકો માર્ચ 2023 સુધીમાં 20-25 મિલિયનથી વધુ ગ્રાહકો 5જી સર્વિસનો ઉપયોગ કરી શકે છે.
CRISIL રેટિંગ્સના નિર્દેશક નવીન વૈદ્યનાથનના કહેવા પ્રમાણે ભારતમાં વેચાતા 150-170 મિલિયન સ્માર્ટફોનમાંથી માત્ર 30થી 35 ટકા સ્માર્ટફોન જ 5જી ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આગામી સમયમાં આ આંકડો હજી મોટો થવાનો છે. 2025 સુધીમાં 300 મિલિયનથી વધુ યુઝર્સ 5જી ટેક્નોલોજી વાપરતા થઈ જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications