તમારા ઇન્કમ ટેક્સ ને કેલ્ક્યુલેટ કરવા માટે આ 5 એપ્સ નો ઉપીયોગ કરો

By Gizbot Bureau
|

આ વર્ષ ના યુનિયન બજેટ ની અંદર પર્સનલ ઇન્કમ ટેક્સ ના નવા સ્લેબ ને જાહેર કરવા માં આવ્યા છે. કે જે 1 એપ્રિલ 2020 થી લાગુ કરવા માં આવશે.

વાર્ષિક

અને હવે નવા ઇન્કમ ટેક્સ રીજૅમ ની અંદર જેટલા પણ લોકો ની વાર્ષિક આવક રૂ. 5 લાખ કરતા ઓછી છે તેમને કોઈ પણ પ્રકાર નો ઇન્કમ ટેક્સ ભરવા ની જરૂર નહીં પડે. જે લોકો ની વાર્ષિક આવક રૂ. 5 લાખ થી 7.5 લાખ ની વચ્ચે છે તેમને 10% ટેક્સ ભરવા નો રહેશે. અને જેમની વાર્ષિક આવક 7.5 લાખ થી 10 લાખ ની વચ્ચે છે તેમને 15% ટેક્સ ભરવા નો રહેશે.

અને જે લોકો ની આવક 10 થી 12.5 લાખ ની વચ્ચે છે તેમને હવે 20% ટેક્સ ભરવા નો રહેશે. અને જે લોકો ની આવક 12.5 લાખ થી 15 લાખ ની વચ્ચે આવે છે તેમણે હવે 25% ટેક્સ ભરવા નો રહેશે. અને જયારે બીજી તરફ જેલોકો ની આવક 30 લાખ કરતા પણ વધુ છે તેલોકો ને 30% ટેક્સ ભરવા નો રહેશે.

અને જે લોકો આ નવા ટેક્સ સ્લેબ નું પાલન કરશે તેમને પરમિસિબલ એક્સમ્પશન અને ડિડક્શન ને મૂકવું પડશે.

અને જો તમે આ નવા ટેક્સ રેટ ને લઇ અને ચિંતા માં આવી ગયા હો અને હજુ પણ કેલ્ક્યુલેટર મી મદદ થી ટેક્સ ની ગણતરી ની અંદર ઘુચવ્યયેલા હો તો હવે તમારે ચિંતા કરવા ની જરૂર નથી કેમ કે, આજે અમે તમારી સમક્ષ 5 એવી સ્માર્ટફોન એપ્સ લઇ ને આવ્યા છીએ કે જે તમારા ઇન્કમ ટેક્સ ની ગણતરી કરી આપશે.

આયકર સેતુ

આયકર સેતુ

આ એક ફ્રી મોબાઈલ એપ છે કે જેને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવા માં આવી છે, જેને કારણે ઇન્ક ટેક્સ ની ગણતરી સરળતા થી કરી શકાય. અને માત્ર તેટલું જ નહીં પરંતુ તેની અંદર બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવ્યા છે જેવા કે આસ્ક આઇટી, જેની અંદર એક ચેટ બોક્સ આપવા માં આવે છે અને તે ટેક્સ પેયર્સ ના બધા જ સવાલ ના ખુબ જ જલ્દી જવાબ આપે છે. ટીપીએસ વર્ટિકલ ની મદદ થી યુઝર્સ તેમની નજીક ની ટીપીએસ ઓફિસ વિષે જાણી શકે છે. ટેક્સ ટુલ્સ, લાઈવ ચેટ, એપ્લાય ફોર પાન ઓનલાઇન, ટેક્સ જ્ઞાન અને બીજી ઘણી બધી વસ્તુ આપવા માં આવે છે.

ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર બાય મોર એપ સ્ટોર

ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર બાય મોર એપ સ્ટોર

કોઈપણ ટેક્સ કૌંસ હેઠળના પગારદાર લોકો આવકવેરા કેલ્ક્યુલેટર એપ્લિકેશનનો ઉપયોગ કરીને સરકારને કર તરીકે ચૂકવવા પડશે તે રકમની ગણતરી કરી શકે છે. એપ્લિકેશન વપરાશકર્તાઓને રેકોર્ડ્સ બનાવવા, અપડેટ અથવાડીલીટ નાખવાની મંજૂરી આપે છે.

અને તેની બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવા માં આવે છે જેવા કે તમે તમારી વિગતો ને તમારા મેલ પર એક્સપોર્ટ કરી શકો છો, અને ઘણી બધી યુઝર્સ એન્ટ્રી પણ એક સાથે કરી શકો છો વગેરે જેવા ઘણા બધા ફીચર્સ આપવા માં આવે છે.

માય ટેક્સ ઇન્ડિયા

માય ટેક્સ ઇન્ડિયા

આ એપ ની અંદર તેઓ યુઝર્સ ને ટેક્સ સ્લિપ્સ કેલ્ક્યુલેટ કરવા ની અનુમતિ પણ આપે છે અને ટેક્સ ની અંદર બચત કરવા માટે તમારે હજુ કેટલું વાળું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તેના વિષે પણ માહિતી આપે છે.

ઇઝી ટેક્સ કેલ્ક્યુલેટર

ઇઝી ટેક્સ કેલ્ક્યુલેટર

પેંશનર્સ અને સેલેરીડ વ્યક્તિઓ માટે આ એપ તેના નામ અનુસાર ખુબ જ સરળ અને ખુબ જ ઝડપ થી ટેક્સ ની ગણતરી માટે અનુમતિ આપે છે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ તેની અંદર આર્થિક વર્ષ 2018-2019, 2019-2020 અને 2020-2021 માટે ના ટેક્સ સ્લેબ પણ બતાવવા માં આવે છે.

ઇઝી ટેક્સ કેલ્ક્યુલેટર તમને આઈટીઆર ફાઇલિંગ માર્ગદર્શિકા વિભાગમાં તમારી આવકવેરા રીટર્ન ફાઇલ કેવી રીતે ફાઇલ કરવી તે અંગે માર્ગદર્શન આપે છે. તેમાં અન્ય સુવિધાઓ છે જેમ કે આઇટીઆર સબમિટ કરવા માટે ઇ-ફાઇલિંગ પોર્ટલમાં નોંધણી કેવી રીતે કરવી, આવકવેરા પોર્ટલને કેવી રીતે પહોંચવું, આઇટીઆર ફોર્મ કેવી રીતે પસંદ કરવું, તમારા વળતરને ઇ-વેરિફાઈ કેવી રીતે કરવું. એપ્લિકેશન યુઝર્સને ટેક્સ બચત આઇડિયા પણ આપે છે.

ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર બાય રે એન્ડ સન્સ ગ્રુપ

ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટર બાય રે એન્ડ સન્સ ગ્રુપ

બીજા બધા સામાન્ય વિકલ્પો ની સાથે સાથે આ એપ ની અંદર યુઝર્સ ને ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ માટે ના વિકલ્પો પણ આપવા માં આવે છે. જેની અંદર મ્યુચલ ફન્ડ અને બીજી સ્કીમો ની અંદર ઈન્વેસ્ટ કરવા માટે ના વિકલ્પો પણ આપવા માં આવે છે.

અને આ એપ્સ ને યુઝર્સ માટે બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ કરવા માં આવી છે, જેને તમે ખુબ જ સરળતા થી ગુગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર થી ડાઉનલોડ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Income Tax: These Five Apps Will Help Calculate Your Taxes.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X