Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ITR ભર્યા પછી ક્યારે આવશે રિફંડ? આ રીતે ઓનલાઈન મિનિટોમાં કરો ચેક
ઈન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ભરવાની છેલ્લી તારીખ ક્યારનીય વીતી ગઈ છે. ઘણા લોકો હજી પણ લેટ ફીઝ ભરીનેય રિટર્ન ફાઈલ કરી રહ્યા છે, તો કેટલાક યુઝર્સે સમયસર રિટર્ન ભરી દીધું હશે. જેમણે રિટર્ન ભરી દીધું છે, તે લોકો હવે રિફંડની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ એવા લોકોમાંના એક છો, તે રિફંડની રાહ જોઈ રહ્યા છો, તો આ આર્ટિકલ તમારા અત્યંત કામનો છે, એટલે ધ્યાનથી વાંચીને માહિતી સેવ કરી લેજો. આજે આ આર્ટિકલમાં અમે તમને એવી સરળ રીત જણાવીશું, જેની મદદથી તમે ગણતરીની મિનિટોમાં રિફંડ ક્યારે આવશે, તેનું સ્ટેટસ ચેક કરી શક્શો. તો ચાલો, આગળ સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ જણાવી દઈએ.

ઈન્કમ ટેક્સ રિફંડનું સ્ટેટસ ચેક કરવા માટે આગળના સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: રિફંડ સ્ટેટસ જોવા માટે તમારે સૌથી પહેલી ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઈ ફાઈલિંગ વેબસાઈટ https://www.incometax.gov.in ઓપન કરવાની છે.
સ્ટેપ 2: હવે તમારા યુઝર આઈડી, પેન કાર્ડનો નંબર અને કેપ્ચા નોંધીને લોગ ઈન કરો.
સ્ટેપ 3: હવે માય અકાઉન્ટ સેક્શનમાં જાવ.
સ્ટેપ 4: અહીં ડ્રોપડાઉન મેન્યુમાં જઈને Income Tax Returns પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે જે અસેસમેન્ટ યરનું ઈન્કમટેક્સ રિટર્ન ચેક કરવાનું છે, તે યર પસંદ કરો.
સ્ટેપ 6: હાઈપરલિંક પર ક્લિક કરો.
સ્ટેપ 7: હવે સ્ક્રીન પર તમને એક પોપ અપ મેસેજ જોવા મળશે, જેમાં તમે રિફંડ ઈસ્યુ થવાની તારીખ જોઈ શક્શો. એટલે કે આ દર્શાવેલી તારીખે તમારું રિફંડ આવી જશે.
Tin NSDL વેબસાઈટ પર જઈને રિફંડ ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોન કે કમ્પ્યુટરમાં https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html વેબસાઈટ ઓપન કરો.
સ્ટેપ 2: હવે આ વેબસાઈટ પર તમારા પાન કાર્ડનો નંબર એટર કરો.
સ્ટેપ 3: અહીં પણ તમારે અસેસમેન્ટ યર સિલેક્ટ કરવાનું છે, જે યરના રિફંડનું સ્ટેટસ તમે ચેક કરવા માગો છો.
સ્ટેપ 4: હવે કેપ્ચા કોડ એન્ટર કરીને સબમિટ બટન પર ટેપ કરો.
સ્ટેપ 5: હવે તમને સ્ક્રીન પર તમારું ઈન્કમ ટેક્સ રિફંડ ક્યારે આવશે, તેની માહિતી મળી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications