વોટ્સએપ પર આ 10 વસ્તુ કરવા થી તમને જેલ થઇ શકે છે

By Gizbot Bureau
|

ભારત ની અંદર વોટ્સએપ એ સૌથી વધુ ઉપીયોગ કરવા માં આવતી ચેટિંગ એપ છે અને તેનો ઉપીયોગ બધા જ લોકો દ્વારા પણ કરવા માં આવે છે જેની અંદર રાજનેતાઓ, સામાન્ય નાગરિકો, અને ક્રિમિનલ્સ નો પણ સમાવેશ થઇ જાય છે. પરંતુ સરકારી એજન્સીઓ માટે છેલ્લા ઘણા સમય થી વોટ્સએપ ગ્રુપ એ ખુબ જ ચિંતા નો વિષય બની ચૂક્યું છે, કેમ કે તેની મદદ થી ઘણી બધી મોબ હિંસાઓ ફેલાવવા માં આવી રહી છે.

વોટ્સએપ પર આ 10 વસ્તુ કરવા થી તમને જેલ થઇ શકે છે

એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન એ યુઝર્સ માટે ખુબ જ સારી સુરક્ષા આપે છે પરંતુ તેના કારણે ઓલિસ માટે એ જાણવું ખુબ જ અઘરું થઇ જાય છે કે કોઈ મેસેજ ને કઈ જગ્યા પર થી ઓરિજીન કરવા માં આવ્યો હતો. અને જો તમે એવું વિચારી રહ્યા હો કે આ એન્ક્રીપશન ને કારણે તમે સંપૂર્ણ રીતે સુરક્ષિત છો તો તમે ખોટું વિચારી રહ્યા છો.

વોટ્સએપ દ્વારા બધા જ યુઝર્સ ના મેટાડેટા ને સ્ટોર કરવા માં આવતું હોઈ છે અને તેની પેરેન્ટ કંપની ફેસબુક દ્વારા જયારે પણ તેની પાસે આ માહિતી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા માંગવા માં આવે ત્યારે શેર પણ કરવા માં આવતી હોઈ છે. જયારે તેની અંદર મેસાજીસ એ એન્ક્રિપ્ટેડ રહે છે પરંતુ જો પોલીસ ધારે તો તે તમારું નામ, આઈપી એડ્રેસ અને લોકેશન અને તમારા હેન્ડસેટ ના પ્રકાર વિષે જાણી શકે છે.

અને માત્ર તેટલું જ નહીં પરંતુ પોલીસ દ્વારા તે પણ જાણી શકાય છે કે તમે ક્યાં વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો ક્યાં સમય પર વાત કરી રહ્યા છો વગેરે જેવી બધી જ બાબતો વિષે જાણી શકાય છે. અને સાથે સાથે પોલીસ દ્વારા તમારા કોન્ટેક્ટ નું એક્સેસ પણ મેળવી શકાય છે. જોકે ભારત ની અંદર વોટ્સએપ યુઝર્સ માટે કોઈ અલગ થી લો બનાવવા માં આવ્યો નથી. પરંતુ તેમ છત્તા જો તમે વોટ્સએપ પર ઇન્ફોર્મેશન અને ટેક્નોલોજી એક્ટ 2000 ની અંતર્ગત કોઈ ખોટું કામ કરો છો તો પોલીસ દ્વારા તમને એરેસ્ટ કરવા માં આવી શકે છે.

  • જો કોઈ પણ ગ્રુપ ના સદસ્યો દ્વારા કોઈ અનલોફુલ એક્ટિવિટી ને પ્રોમોટ કરવા માં આવી રહી છે તો વોટ્સએપ ના ગ્રુપ એડમીન ને જેલથઇ શકે છે.
  • પોર્ન કલીપ અને તેની અંદર પણ ચાઈલ્ડ પોરનોગ્રાફી મોકલવા પર પણ તમને એરેસ્ટ કરવા માં આવી શકે છે.
  • અગત્ય ના લોકો ના ખોટા ફોટોઝ અને વિડિઓઝ પણ વોટ્સએપ પર શેર કરવા થી જેલ થઇ શકે છે.
  • અને જો કોઈ મહિલા દ્વારા વોટ્સએપ પર હેરેસમેન્ટ ની ફરિયાદ કરવા માં આવે તો પોલીસ તમને એરેસ્ટ કરી શકે છે.
  • કોઈ બીજા વ્યક્તિ ના નામ પર વોટ્સએપ એકાઉન્ટ બનાવવા થી પણ તમને એરેસ્ટ કરવા માં આવી શકે છે.
  • કોઈ પણ પ્રકાર ના ખોટા મેસેજીસ કે જેને કારણે હિંસા ફેલાય શકાય અથવા ધાર્મિક અશાંતિ ફફેલાય શકે તેવા મેસેજીસ મોકલવા પર પણ તમને જેલ થઇ શકે છે. .
  • સેન્સેટિવ ટોપિક્સ પર ખોટા સમાચાર ફેલાવવા કે જેને કારણે હિંસા ભડકી શકે તેના પર પણ તમને તકલીફ થઇ શકે છે.
  • વોટ્સએપ દ્વારા ડ્રગ્સ અથવા કોઈ પણ એવી વસ્તુ કે જે ઇલ્લીગલ છે તેને વહેંચવા ને કારણે પણ તમને જેલ થઇ શકે છે.
  • વોટ્સએપ પર હિડેન કેમેરા દ્વારા ઉતારવા માં આવેલ સેક્સ કલીપ ને મોકલવા પર પણ તમને એરેસ્ટ કરવા માં આવી શકે છે.
  • પોર્ન કલીપ, ચાઈલ્ડ પોર્ન કલીપ વગેરે જેવી વસ્તુઓ ને વોટ્સએપ પર શેર કરવા પર પણ તમને એરેસ્ટ કરવા માં આવી શકે છે.
Best Mobiles in India

Read more about:
English summary
If you Do These Things On WhatsApp, You May Land In Jail

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X