આ વર્ષ ના અંત માં હુવેઇ નો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

By Gizbot Bureau
|

હુવેઇ એ એ વાત ની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે તેમનો ફોલ્ડેબલ સ્માર્ટફોન મેટ એક્સ 2019 ના બીજા ક્વાર્ટર માં ઇન્ડિયા ની અંદર લોન્ચ કરવા માં આવશે. કંપની ના દવા મુજબ તે વિશ્વ નો પ્રથમ 5જી ફોલ્ડેબલ સ્માર્ટફોન છે અને તે 6.6 ઇંચ ના રેગ્યુલર સ્માર્ટફોન માંથી 8ઇંચ ના ટેબ્લેટ ની અંદર બદલી શકાય છે. કંપની એ અત્યાર સુધી મેટ એક્સ ની ઇન્ડિયા ની અંદર શું કિંમત રાખવા માં આવશે તેના વિષે માહિતી આપી નથી. જોકે મેટ એક્સ ને 2299 યુરોઝ ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો. જેની રૂ. માં કિંમત અંદાજે રૂ. 1.80 લાખ જેવી થાય છે. અને આ સ્માર્ટફોન એન મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2019 ની અંદર લોન્ચ કરવા માં આવ્યો હતો.

આ વર્ષ ના અંત માં હુવેઇ નો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

હુવેઇ મેટ એક્સ ની 5જી કેપેબીલીટીઝ

હુવેઇ મેટ એક્સ ની અંદર બેલોન્ગ 5000 મોડેમ આપવા માં આવેલ છે, કે જે વિશ્વ નું પ્રથમ મલ્ટી મોડ 5જી એસઓસી 7એનએમ પ્રોસેસ છે. અને આ મોડેમ 2જી, 3જી, 4જી, અને 5જી ના કેન્ક્ટીવીટી ઓપ્શન્સ આપે છે. "બેલોન્ગ 5000 એ ઇન્ડસ્ટ્રી ની અંદર પ્રથમ છે જેને 5જી ને હાંસેલ કર્યું હોઈ. કંપનીએ દાવો કર્યો છે કે સબ -6GHz (લો ફ્રી ફ્રીક્વન્સી બેન્ડ, 5 જી મુખ્ય ફ્રીક્વન્સી બેન્ડ) માં 4.6 જીબીએસ ઓફર કરે છે. ઉપરાંત, બલોંગ 5000 ચિપસેટ, એસએ (સ્ટેન્ડઅલોન) અને એનએસએ (નૉન-સ્ટેન્ડલોન) 5 જી નેટવર્ક્સને એક સાથે વપરાશકર્તાઓ અને ટેલિકોમ ઓપરેટર્સ માટે વિવિધ હાર્ડવેર આવશ્યકતાઓ અને ફોર્મેટ્સને સ્વીકારવાની ક્ષમતા સાથે સપોર્ટ કરે છે.

હુવેઇ મેટ એક્સ ની અંદર ફોલ્ડેબલ ડિસ્પ્લે કઈ રીતે કામ કરે છે.

હ્યુવેઇ મેટ એક્સ સ્માર્ટફોન 8 ઇંચના ટેબ્લેટમાં 'ખુલ્લા' થઈ શકે છે અથવા તેને 6.6-ઇંચનાં સ્માર્ટફોનમાં ફોલ્ડ કરી શકાય છે. નોંધ કરો કે મેટ એક્સ પ્લાસ્ટિક ડિસ્પ્લે સાથે આવે છે અને ગ્લાસ નથી. જ્યારે ઉપકરણ ફોલ્ડ થાય છે, ત્યારે ડિસ્પ્લેની પાછળની બાજુ આપમેળે કાળો થઈ જાય છે. ફોલ્ડિબલ મિકેનિઝમ પાછળના ભાગમાં મિકેનિકલ હિન્જ દ્વારા સક્ષમ કરવામાં આવ્યું છે, જે હુવેઇએ તેને "ફાલ્કન વિંગ મિકેનિકલ હિન્જ" કહે છે. આ ઉપકરણને તંબુમાં પણ ફોલ્ડ કરી શકાય છે પરંતુ પછી તે ઓછું ઉપયોગ થાય છે.

હુવેઇ મેટ એક્સ ના બીજા ફીચર્સ

હુવેઇ મેટ એક્સ એ એક બાજુ થી ઘણું જાડો રાખવા માં આવેલ છે કેમ કે તે જગ્યા પર બધા જ કેમેરા, ચાર્જિંગ પોર્ટ, ફિંગરપ્રિન્ટ સ્કેનર અને બીજી બધી વસ્તુઓ જેવી કે હેડફોન જેક, આપવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર લેઈકા કેમરા ના ત્રણ લેન્સ આપવા માં આવેલ છે.

આ સ્માર્ટફોન ની અંદર 40 એમપી નો મુખ્ય કેમેરા સેન્સર આપવા માં આવેલ છે અને તેની સાથે 16એમપી અને 8એમપી ના બીજા સેકન્ડરી સેન્સર આપવા માં આવેલ છે. અને આ કેમેરા ને સેલ્ફી અને રિઅર કેમેરા બંને તરીકે વાપરી શકાય છે કેમ કે ફોન ની બંને બાજુ પર વ્યૂફાઈન્ડર આપવા માં આવે છે.

અને આ ફોલ્ડેબલ સ્માર્ટફોન ની અંદર બે બેટરી આપવા માં આવેલ છે, અને કુલ 4500એમએએચ ની બેટરી આપવા માં આવે છે. અને તેની સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર 55w નું સુપરફાસ્ટ ચાર્જર પણ આપવા માં આવેલ છે જે સ્માર્ટફોન ને 85% બેટરી 30મિનિટ કરતા ઓછા સમય ની અંદર આપી શકે છે. અને હુવેઇ ના દાવા અનુસાર આ સ્માર્ટફોન ની સાથે જે ચાર્જર આપવા માં આવેલ છે તેને લેપટોપ ચાર્જ કરવા માટે પણ વાપરી શકાય છે.

હુવેઇ મેટ એક્સ 1.8 ગીગાહર્ટઝ ઑક્ટા કોર હાઇસિલીકોન કીરીન 980 પ્રોસેસર પર ચાલે છે, અને તેની સાથે 8 જીબી ની રેમ ને 512 જીબી નો સ્ટોરેજ કેપેસીટી આપવા માં આવે છે. અને મેટ એક્સ ફોન ને સુરક્ષિત રાખવા માટે સ્માર્ટકેસ ની સાથે આવે છે પરંતુ અત્યરે તે માત્ર ઇન્ટરસ્ટેલર બ્લુ કલર માં જ ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Huawei Mate X foldable 5G Android phone to launch in India later this year

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X