iPadનું Wi Fi શું વારંવાર ડિસકનેક્ટ થઈ જાય છે, તો આ રીતે આવશે સોલ્યુશન

By Gizbot Bureau
|

Appl iPad એક શાનદાર પોર્ટેબલ ડિવાઈસ છે, જે પોતાના પાવરફૂલ પર્ફોમન્સની સાથે સાથે રિલાયેબલ ડિવાઈસ પણ છે. આઈપેડ તમને ગમે ત્યારે ગમે ત્યાં ઈન્ટરનેટ એક્સેસ કરવાની સુવિધા આપે છે, સાથે જ તેમાં લેપટોપમાં થતા દરેક કામ જેમ કે એડિટિંગ, ગ્રાફિક્સ ડિઝાઈનિંગ વગેરે પણ થઈ જાય છે. પરંતુ ઘણી વાર આઈપેડમાં કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ સર્જાતી હોય છે. જેમ કે એક કોમન સમસ્યા વારંવાર વાઈ ફાઈ ડિસકનેક્ટ થઈ જવાની છે.

જો તમારા આઈપેડમાં પણ વાઈ ફાઈ વારંવાર ડિસકનેક્ટ થઈ જાય છે, તો કામ કરતા સમયે પ્રોબ્લેમ થાય છે. ખાસ કરીને જો તમે કોઈની સાથે વીડિયોકોલ પર છો, તો કોલ કપાઈ જાય છે. ઈન્ટરનેટ સંબંધિત કામ કરી રહ્યા છો તો કામ અટકી જાય છે. ઘણી વાર તો આઈપેડ રિસ્ટાર્ટ કરવાથી આ સમસ્યા સોલ્વ થઈ જાય છે. પરંતુ જો રિસ્ટાર્ટ કરવા છતાંય ઈસ્યુ થાય છે, તો તમે કેટલાક અન્ય ઉપાય કરીને તેનો ઉકેલ લાવી શકો છો.

iPadનું Wi Fi શું વારંવાર ડિસકનેક્ટ થઈ જાય છે, તો આ રીતે આવશે સોલ્યુશન

જો તમારા આઈપેડમાં પણ વાઈ ફાઈ ડિસક્નેક્ટ થઈ જાય છે, તો નીચેના ઉપાય કરો.

1. તમારા વાઈ ફાઈ રાઉટરને એકવાર રિસેટ કરી જુઓ. રાઉટર રિસેટ કરાથી વાઈ ફાઈ નેટવર્ક રિફ્રેશ થઈ જાય છે, અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે.

2. તેમ છતાંય જો કોઈ સમસ્યા રહે છે, તો તમારા આઈપેડ પર વાઈ ફાઈ સેટિંગ્સને રિસેટ કરી જુઓ. આના માટે સેટિંગ્સમાં જઈને જનરલમાં જાવ, રિસેટ પર ક્લિક કરો અને નેટવર્ક સેટિંગ્સ રિસેટ કરો. આનાથી આઈપેડના વાઈફાઈ સેટિંગ્સ રિસેટ થઈ જશે, અનેત મે ફરીથી વાઈ ફાઈ સરળતાથી કનેક્ટ કરી શક્શો.

3. જો આટલા ઉપાય કરવા છતાંય સમસ્યા નથી સોલ્વ થતી તો તમે આઈપેડને ફેક્ટ્રી રિસેટ પણ કરી શકો છો. જો કે આ છેલ્લો ઉપાય છે. અને ફેક્ટરી રિસેટ કરતા પહેલા આઈપેડના ડેટાનો બેક અપ લેવાનું ન ભૂલશો. ફેક્ટર રીસેટ કરવાથી આઈપેડમાં રહેલા બધા જ સેટિંગ્સ અને ડેટા જતો રહેશે. બાદમાં આઈપેડ એક નવું ડિવાઈસ બની જશે.

આ રીતો ફોલો કકરીને તમે તમારા આઈપેડના વાઈ ફાઈ કનેક્શનની સમસ્યાને સરળતાથી સોલ્વ કરી શકો છો, અને ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.

જો ફોનમાં વારંવાર વાઈ ફાઈ ડિસકનેક્ટ થઈ જાય તો શું કરશો?

1. સૌથી પહેલા ફોનને રિસ્ટાર્ટ કરો. આમ કરવાથી વાઈ ફાઈનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે.

2. ટેબ્લેટની જેમ આમાં પણ વાઈ ફાઈ રાઉટરને રિસેટ કરો. તેનાથી વાઈ ફાઈનું નેટવર્ક રિફ્રેશ થઈ જશે.

3. ફોનના વાઈ ફાઈ સેટિંગ્સને રિસેટ કરો. આના માટે સેટિંગ્સમાં જઈને જનરલમાં જાવ, રિસેટ પર ક્લિક કરો અને નેટવર્ક સેટિંગ્સ રિસેટ કરો.

4. રાઉટરની જગ્યા બદલી નાખો. જો કોઈ ખાસ જગ્યાએ રાઉટર રાખવાથી સમસ્યા થાય છે, તો રાઉટર હાટવીને બીજી બાજુ મુકો

5. વાઈ ફાઈનો બેન્ડ બદલી નાખો. 2.4 GHz થી બદલીને 5 GHz પર સ્વિચ કરો અથવા તેનું ઉલ્ટુ કરો.

Best Mobiles in India

English summary
ipad wi fi disconnect issue how to solve

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X