Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Instagram પર આ રીતે વધશે રીચ, ખુદ CEOએ જણાવી રીત
Instagram CEO Adam Mosseriએ એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમણે ડિટેઈલમાં સમજવાયું છે કે ફોટો શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે. સાથે જ, તેમણે એક બ્લોગ પોસ્ટ પણ શૅર કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવતી પોસ્ટ અને રીલ્સની રીચ વધારવા માટે યુઝર્સે શું કરવું જોઈએ. ઈન્સ્ટાગ્રામના સીઈઓનો આ વીડિયો અને તેમની બ્લોગ પોસ્ટ એવા ક્રિયેટર્સ માટે ઉપયોગી છે, જેઓ આ પ્લેટફોર્મ પરથી કમાણી કરવા ઈચ્છે છે અને પોતાનું કન્ટેન્ટ વધારેમાં વધારે લોકો સુધી પહોંચવા ઈચ્છે છે.

નવી અલ્ગોરિધમ અપડેટ
ઈન્સ્ટાગ્રામે પોતાના પ્લેટફોર્મ પર શૅર કરવામાં આવતા ફોટોઝ, વીડિયોઝ, રીલ્સ અને સ્ટોરીના અલ્ગિધમમાં નવી અપડેટ જાહેર કરી છે. આ અપડેટ 2021માં રોલ આઉટ કરવામાં આવેલી અલ્ગોરિધમ અપડેટ કરતા સાવ જ જુદી છે. એડમ મોસ્સેરીએ પોતાના બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે આ અલ્ગોરિધમ માત્ર એક અલ્ગોરિધમ નથી, પરંતુ તેમાં ઘણા જુદા જુદા અલ્ગોરિધમ અને પ્રોસેસનો ઉપયોગ થાય છે. જે બધા મળીને એક સાથે કામ કરે છે. સાથે જ આ અલ્ગોરિથમ કોન્ટેન્ટને યુઝર મુજબ ઓટોમેટિકલી પર્સનલાઈઝ્ડ કરે છે.
સીઈઓ એડમ મોસ્સેરીએ એ પણ જણાવ્યું છે કે ઈન્સ્ટાગ્રામ કેમ આ પ્રકારનું અલ્ગોરિધમ યુઝ કરે છે. તેમના કહેવા પ્રમાણે દરેક યુઝરનો રસ જુદા જુદા વિષયમાં હોય છે. એટલા માટે થઈને દરેક યુઝરને તેમના પસંદ પ્રમાણે કોન્ટેન્ટ આપવામાં આવે છે. એટલે જ યુઝર્સ ઈન્સ્ટાગ્રામ પર વધારે સમય વીતાવે છે, કારણ કે તેમને ગમતું કોન્ટેન્ટ અહીં જોવા મળે છે.
Instagram Storiesનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે?
ઉલ્લેખનીય છે કે કોઈ પણ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી 24 કલાક માટે રહે છે. એડમ મોસ્સેરીના કહેવા પ્રમાણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીને ફોલો કરનાર યુઝર્સના આધારે એ નક્કી કરે છે, કે તેમને કેવા પ્રકારના કોન્ટેન્ટમાં ઈન્ટરેસ્ટ છે. યુઝર્સને તેમની પસંદની આધારે સ્ટોરી ફીડ કરવામાં આવે છે, જેથી તેઓ આ સ્ટોરી ઓપન કરી શકે, રિપ્લાય કરી શકે અને રિએક્ટ કરી શકે. આ માટે ઈન્સ્ટાગ્રામ નીચે આપેલી રીતનો ઉપયોગ કરે છે.
- સૌથી પહેલા અલ્ગોરિધમ દ્વારા એ જાણવામાં આવે છે કે, યુઝર કેટલી ફ્રિકવન્સીમાં કયા ક્રિએટરની સ્ટોરી ઓપન કરે છે?
- યુઝર કેટલીવાર કોની સ્ટોરી પર રિએક્ટ કરે છે?
- આ ઉપરાંત એ પણ જોવામાં આવે છે કે યુઝર પોસ્ટ કરનાર ક્રિએટર સાથે શું સંબંધ ધરાવે છે?
- ઈન્સ્ટાગ્રામ યુઝરના ઈન્ટ્રેસ્ટ મુજબ સ્ટોરીઝને રેન્ક કરે છે.
Instagram Feedનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે?
ઈન્સ્ટાગ્રામની ફીડનું અલ્ગોરિધમ યુઝરને ક્રિએટર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા બેસ્ટ કોન્ટેન્ટના આધારે કામ કરે છે. આ માટે અલ્ગોરિધમ યુઝરે કોઈ પોસ્ટ પર કરેલી કમેન્ટ્સ, લાઈક અને શૅરની ફ્રિકવન્સી ચેક કરે છે. આ ઉપરાંત યુઝર કેટલીવાર કોઈ ક્રિએટરની પ્રોફાઈલ ચેક કરે છે, તે પણ ધ્યાન રાખવામાં આ છે. એટલું જ નહીં, યુઝર કોઈ ક્રિએટરની પોસ્ટ પર કેટલો સમય વીતાવે છે, તેની પણ અલ્ગોરિધમ ગણતરી કરે છે. ઈન્સ્ટાગ્રામ કોઈ પણ ફીડને પ્રોમટ કરવા માટે યુઝરની હિસ્ટ્રી ચેક કરે છે.
Instagram Reelsનું અલ્ગોરિધમ આ રીતે કામ કરે છે.
Instagram Reelsvનું અલ્ગોરિધમ યુઝર દ્વારા કરવામાં આવેલા જૂના ઈન્ટરએક્શન અને લાઈક્સ પર આધારિત છે. આ ઉપરાંત એ પણ ચેક કરવામાં આવે છે કે, ઈન્સ્ટાગ્રામ રીલ્સને કયા યુઝરે કેટલા સમય માટે જોઈ છે. રીલ્સમાં યુઝર ઈન્ટરએક્શનના આધારે રેન્કિંગ આપવામાં આ છે. જે રીલ પર વધારે યુઝર રિએક્ટ કરે છે, તેનું રેન્કિંગ સતત વધતું રહે છે, અને તે રીલ વાઈરલ થઈ જાય છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications