iPhone, Apple Watchની iOS 16માં આ રીતે કરો કાર ક્રેશ ડિટેક્શનનો યુઝ

By Gizbot Bureau
|

ટેક જાયન્ટ કંપની એપલે તાજેતરમાં જ iPhone 14 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ ફોનની સાથે સાથે કંપનીએ Apple Watch Series 8, Apple Watch SE અને Apple Watch Pro જેવી નવી સ્માર્ટ વૉચ પણ રિલીઝ કરી છે. આ બધી જ નવી ડિવાઈસિઝમાં અનુક્રમે iOS 16, WatchOS 9 આપવામાં આવી છે. જેને કારણે તેમાં મેડિકેશન એપ્સ, બેટર સ્લીપ ટ્રેકિંગ, સ્વિમિંગ ફીચર્સ, સેન્ટ મેસેજને ડિલીટ કરવાની કે એડિટ કરવાના ફીચર, મેડિકેશન રિમાઈન્ડર જેવા નવા ફીચર્સ ફોન અને સ્માર્ટ વૉચમાં આપવામાં આવ્યા છે. આ બધાની સાથે એપલે આ વખતે iPhone અને સ્માર્ટ વૉચીઝમાં કાર ક્રેશ ડિટેક્શન ફીચર પણ એડ કર્યું છે.

iPhone, Apple Watchની iOS 16માં આ રીતે કરો કાર ક્રેશ ડિટેક્શનનો યુઝ

શું કામ કરે છે કાર ક્રેશ ડિટેક્શન ફીચર?

જો તમારી કારનો અકસ્માત થાય તો તેવી સ્થિતિમાં એપલનું આ નવું કાર ક્રેશ ડિટેક્શન ફીચર તરત જ ઈમરજન્સી સર્વિસિઝને જાણ કરે છે. એપલની વેબસાઈટ પર સપોર્ટ પેજમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે કાર ક્રેશ ડિટેક્શન ફીચર સેડાન, મિની વાન, એસયુવી, પીકઅપ ટ્રક્સ, અય પેસેન્જર કાર્સ જેવા વાહનોના ગંભીર અકસ્માત જેવા કે ફ્રંટ ઈમ્પેક્ટ, સાઈડ ઈમ્પેક્ટ, રિયર એન્ડ કોલાઈઝન, રોલઓવર્સ જેવા અકસ્માત નોંધે છે, અને અકસ્માતની સ્થિતિમાં લોકલ ઈમરજન્સી સર્વિસને જાણ કરે છે.

એપલ કાર ક્રેશ ડિટેક્શનનો ઉપયોગ કેવી રીતે કરશો?

જો તમારી પાસે આઈફોન છે કે પછી એપલ વૉચ છે, તો તે તમારી કારનો અકસ્માત નોંધી શકે છે. જો તમે ફોનની કે વૉચની સ્ક્રીન થઈ પણ જોઈ શક્તા તો પણ તે એલર્ટ વિશે સજાગ હોય છે. જો તમારી પાસે માત્ર આઈફોન છે, તો તેની સ્ક્રીન પર તમને ઈમરજન્સી કોલ સ્લાઈડર જોવા મળશે, અને ઈમરજન્સીમાં તમારો ફોન ઈમરજન્સી સર્વિસ સાથે કનેક્ટ થઈ જશે.

જો તમારી પાસે એપલ વૉચ છે તો તેમાં એલર્ટ વાગશે, અને તમારા કાંડા પર વાઈબ્રેટ પણ થશે, જેથી તમે સ્ક્રીન તરફ નજર કરો. જો તમારી પાસે માત્ર એપલ વૉચ છે, તો તમારી સ્ક્રીન પર ફોનની જેમ ઈમરજન્સી કૉલ સ્લાઈડર જોવા મળશે, જેથઈ તમે લોકલ ઈમરજન્સી સર્વિસ સાથે કનેક્ટ થઈ શકો.

બીજી તરફ જો તમારી પાસે આઈફોન અને એપલ વૉચ બંને છે, તો ઈમરજન્સી કૉલ સ્લાઈડર માત્ર એપલ વૉચમાં જોવા મળશે અને તમારા ઈમરજન્સી કૉલનો ઓડિયો પણ એપલ વૉચમાંથી કમ્યુનિકેટ થશે.

જો તમારે ઈમરજન્સી સર્વિસઝને કોલ નથી કરવો તો તમે સ્ક્રીન પર દેખાતા કેન્સલ બટનને દબાવીને ફોન અટકાવી પણ શકો છો.

જો અકસ્માત બાદ તમે એપલ વૉચ કે આઈફોન સુધી નથી પહોંચી શક્તા તો 20 સેકન્ડની અંદર તેઓ જાતે જ ઈમરજન્સી સર્વિસને કોલ લગાવી દે છે.

એટલું જ નહીં આઈફોન અને એપલ વૉચ ઈમરજન્સીની સ્થિતિમાં જરૂરી લોકોને તમારું લોકેશન, ઈમરજન્સી કોન્ટેક્ટ પણ મોકલી આપે છે, સાથે જ તેમને જાણ કરે છે કે તમારી કારને ભયાનક અકસ્માત થયો છે.

આ રીતે તમારા આઈફોનમાં કાર ક્રેશ ડિટેક્શનનને ઓન કરો

સામાન્ય રીતે આઈફોનમાં આ ફીચર જાતે જ ઓન થઈ જાય છે. પરંતુ તમે નીચેના સ્ટેપ્સને ફોલો કરીને તમારી જાતે પણ કાર ક્રેશ ડિટેક્શન ફીચરને ઓન કરી શકો છો.

સ્ટેપ 1: સેટિંગ્સ એપ પર ક્લિક કરો.

સ્ટેપ 2: હવે પ્રાઈવસી એન્ડ સિક્યોરિટી ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 3: હવે લોકેશન સર્વિસમાં જાવ અને અહીં સિસ્ટમ સર્વિસ ઓપ્શન પર ક્લિક કરો.

સ્ટેપ 4: અહીં ઈમરજન્સી કોલ અને SOS વિકલ્પ ચાલુ છે કે નહીં તે ચેક કરો. જો ચાલુ ન હોય તો તેને ચાલું કરો.

આ ડિવાઈસમાં કરશે સપોર્ટ

એપલનું આ નવું કાર ક્રેશ ડિટેક્શન ફીચર બધા જ આઈફોન મોડેલ કે બધી જ એપલ વૉચ મોડેલ્સમાં કામ નથી કરતું. આ ફીચર માત્ર iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Maxમાં જ કામ કરશે. જ્યારે વૉચમાં આ ફીચર Apple Watch Series 8, Apple Watch SE (2nd Generation) Apple Watch Ultra જેમાં WatchOS9 છે, તેમાં જ કામ કરશે.

Best Mobiles in India

Read more about:
English summary
How To Use iOS 16s Car Cras Detection Feature on iPhone and Apple Watch

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X