Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebookમાં પોસ્ટ કરેલા ફોટોઝ Google Photosમાં કરો ટ્રાન્સફર
દિગ્ગજ સોશિલ મીડિયા એપ્લીકેશન ફેસબુકે પોતાના યુઝર્સની સુવિધા માટે પોતાના પ્લેટફોર્મ પર સંખ્યાબંધ ઉપયોગી ફીચર્સ આપ્યા છે. જેમાંથી એક ફીચર છે, ફોટો ટ્રાન્સફર ટૂલ. જેની મદદથી યુઝર્સ ફેસબુક પર પોસ્ટ કરેલા બધા જ ફોટોજને ગૂગલ ફોટોઝ પર ટ્રાન્સફર કરી શકે છે. એટલે કે જો તમે ફેસબુક પર પોસ્ટ કરેલા કેટલાક પસંદગીના ફોટોઝને હંમેશા માટે હાથવગા અ સેવ રાખવા ઈચ્છો છો, તો આ સુવિધા તમારા માટે ઉપયોગી છે.

સામાન્ય રીતે આપણે ફરવા જઈએ, ડિનર માટે જઈએ, પ્રસંગમાં જઈએ, ત્યારે ફોટોઝ ક્લિક કરીએ છીએ અને તેને ઈન્સ્ટાગ્રામ કે ફેસબુક પર પોસ્ટ કરી દઈએ છીએ. જો કે અમુક સમય પછી આપણે આ ફોટોઝને ભૂલી જઈએ છીએ. પરંતુ જો ભવિષ્યમાં તમારે આવી કોઈ યાદગીરીના ફોટોઝ જોઈતા હોય, તો તમે તેને ગૂગલ ફોટોઝમાં સ્ટોર રાખી શકો છો, જેથી સરળતાથી શોધી શકાય. આ માટે તમારે ફેસબુકમાં તમે અત્યાર સુધી સ્ટોર કરેલા એક એક ફોટોઝને ડાઉનલોડ કરીને પછી ગૂગલ ફોટોઝમાં અપલોડ કરવાની જરૂર નથી. ફેસબુક તમને એક ટ્રાન્સફર ટૂલ આપે છે જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી આ કામ કરી શકો છો. આ માટેની ટ્રાન્સફર પ્રોસેસ અમે તમને નીચે જણાવી રહ્યા છીએ.
ફેસબુક પર પોસ્ટ કરેલા ફોટોઝને ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.
- સૌથી પહેલા તમારા ફેસબુક અકાઉન્ટને તમારા કમ્પ્યુટર કે લેપટોપમાં ઓપન કરો.
- પછી જમણી બાજુ દેખાઈ રહેલા પ્રોફાઈલ આઈકન પર ક્લિક કરો.
- હવે સેટિંગમાં જઈને ફેસબુક ઈન્ફોર્મેશન પર ટેપ કરો.
- બાદમાં ટ્રાન્સફર અ કૉપી ઓફ યોર ઈન્ફોર્મેશન ઓપ્શનની સામે રહેલા વ્યુ બટન પર ક્લિક કરો.
- અહીં ગૂગલ ફોટોઝ નામનું બટન દેખાશે, તેના પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર બીજું પેજ ઓપન થશે, જેમાં તમારે જે ફોટોઝ ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર કરવા છે, તે સિલેક્ટ કરવાના રહેશે.
- બાદમાં તમારે ક્લિક બટન પર ટેપ કરીને ગૂગલ અકાઉન્ટમાં લોગ ઈન કરવાનું છે.
- આમ કરવાથી તમારું ગૂગલ અકાઉન્ટ અને ફેસબુક લિંક થઈ જશે.
- આટલું કર્યા બાદ તમારે સ્ટાર્ટ ટ્રાન્સફર બટન પર ક્લિક કરવાનું છે. જે બાદ તમારે ફેસબુક અકાઉન્ટનો પાસવર્ડ ઈન્સર્ટ કરવાનો છે.
- આટલું કરતા જ ફેસબુક પર તમે સિલેક્ટ કરેલા ફોટોઝ સીધા જ ગૂગલ ફોટોઝમાં ટ્રાન્સફર થઈ જદશે.
ફેસબુકે ક્યારે લોન્ચ કર્યું આ ફીચર?
તમને જણાવી દઈએ કે ફેસબુકનું આ ફીચર કોઈ નવું લોન્ચ થયેલું ફીચર નથી. આ ફીચર ફેસબુકમાં 2020થી મોજૂદ છે, પરંતુ ખૂબ જ ઓછા ફેસબુક યુઝરને આ વિશે ખ્યાલ છે. જો તમારે પણ તમારી મેમરીઝને સાચવી રાખવી હોય તો આ ફીચર ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications