Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફોનમાં વારંવાર થાય છે નેટવર્ક ઈસ્યુ, ઓન કરો આ સેટિંગ્સ
ઘણીવાર અચાનક કોલ ડ્રોપ, ઈન્ટરનેટ સ્પીડ ઘટી જવી અથવા તો ચાલુ કોલમાં અવાજ ન આવવો જેવી નેટવર્કને લગતી સમસ્યા આવી શકે છે. જો તમારે ક્યાંક ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય અને નેટવર્ક ન હોય તો તમને સમસ્યા આવી શકે છે. જો તમને પણ વારંવાર નેટવર્કને લગતી સમસ્યા આવી રહી છે તો ચિંતા કરવાની જરૂર નથી. ફોનમાં કેટલાક સેટિંગ્સ ઓન કરવાથી તમે આ સમસ્યા દૂર કરી શકો છો.

નેટવર્ક સેટિંગ્સ રિસેટ કરો
જો તમારા નેટવર્કમાં કોઈ ઈસ્યુ છે, તો નેટવર્ક સેટિંગ્સને રિસેટ કરવાનો પ્રયાસ કરો. સેટિંગ્સમાં જાવ અને રિસેટ ઓપ્શન શોધો. તેમાં તમને રિસેટ નેટવર્ક સેટિંગ્સનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો. ધ્યાન રાખો કે આનાથઈ ફોન સાથે લિંક કરેલા બ્લૂટૂથ, વાઈ-ફાઈ નેટવર્ક સહિત બધા જ નેટવર્ક સેટિંગ રિસેટ થઈ જશે.
ફોનને રિસ્ટાર્ટ કરો.
જો ઘણા દિવસથી તમારો ફોન બંધ નથી થયો, તો પણ તેના પર્ફોમન્સ પર અસર પડે છે. સૌથી પહેલા તમારો ફોન રિસ્ટાર્ટ કરી લો. ફોનને રિસ્ટાર્ટ કરવાથી પણ સિસ્ટમ રિફ્રેશ થઈ જાય છે અને સોફ્ટવેર સંબંધિત નાની-મોટી સમસ્યાનો ઉકેલ આવી શકે છે.જેને કારણે કનેક્ટિવિટીની સમસ્યા દૂર થાય છે.
સિગ્નલ સ્ટ્રેન્થ ચેક કરો
ખરાબ સિગ્નલ સ્ટ્રેન્થને કારણે પણ નેટવર્ક સંબંધિત સમસ્યા આવી શકે છે. એટલે જ્યારે પણ તમારા નેટવર્કને લગતો કોઈ ઈસ્યુ થાય ત્યારે મોબાઈલ નેટવર્ક કંપનીના ક્ષેત્રમાં છો અને ફોન પર સિગ્નલ સ્ટ્રેન્થ ચેક કરો. જો તમે લોઅર સિગ્નલ ધરાવતા વિસ્તારમાં છો તો સૌથી પહેલા એવા વિસ્તારમાં જાવ જ્યાં નેટવર્ક કવરેજ સારું છે.
સિમ કાર્ડ ચેક કરો
ઘણી વાર એવું પણ બનતું હોય છે કે સિમકાર્ડ રિચાર્જ નથી કરાવ્યું હોતું. જેને કારણે પણ મોબાઈલ નેટવર્ક કંપની સિમકાર્ડને બંધ કરી દે છે. આવી સ્થિતિમાં ન તો તમે ન તો કોલ કરી શકો છો કે ન તો તમારા મોબાઈલ પર કોલ આવી શકે છે. આવી સ્થિતિમાં તાત્કાલિક રિચાર્જ કરાવવાથી તમારી સમસ્યાનો ઉકેલ આવી જશે.
બીજા નેટવર્ક મોડ પર સ્વિચ કરો
જો તમને પણ નેટવર્કની સમસ્યા છે કે પછી સિગ્નલ નથી આવતા તો તમે 2જી, 3જી અથવા 4જી નેટવર્ક પર સ્વિચ કરી શકો છો. આ પ્રયાસ કરવાથી કોઈ પણ મોડમાં તમારું નેટવર્ક કામ કરી શકે છે. અથવા તો તમે ચેક કરી શકો છો કે કયા મોડમાં નેટવર્ક કવરેજ સારું છે, તે નેટવર્કમાં તમે ફોન કોલ કરી શકો છો અથવા રિસીવ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications