Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook પર આ રીતે હાઈડ કરો Active Status, સ્ટેપ ટુ સ્ટેપ ગાઈડ
ફેસબુકનો ક્રેઝ યુઝર્સમાં હજી પણ યથાવત્ છે. યુથમાંથી લઈને પ્રૌઢ સુધી બધા જ હવે ફેસબુકના રંગે રંગાયેલા જોવા મળે છે. તેમાંય મેસેન્જરનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે. ફેસબુક પર કોઈ પણ યુઝર ઓનલાઈન હોય ત્યારે તેમના ફ્રેન્ડ્ઝને પ્રોફાઈલ પિક્ચરની નીચે એક ગ્રીન ટપકું જોવા મળે છે, જે દર્શાવે છે કે આ યુઝર હાલ ઓનલાઈન છે. આ ઉપરાંત ફેસબુક એક ગ્રે અર્ધચંદ્રાકાર ઈન્ડિકેટર પણ દર્શાવે છે, જે દર્શાવે છે કે યુઝર ઓનલાઈન તો છે પરંતુ સક્રિય નથી. અને યુઝર જ્યારે ફેસબુક પર ઓનલાઈન જ ન હોય ત્યારે તેમના ફોટોની પાસે ગ્રે રાઉન્ડ જોવા મળે છે. જે દર્શાવે છે કે યુઝર ઓફલાઈન છે.

આ સ્ટેટસ ઈન્ડિકેટર્સ ખાસ કરીને, લીલું ટપકું જ્યારે પણ કોઈ યુઝરના ફોટો નીચે દેખાય, ત્યારે તેમના ફોલોઅર્સ કે ફ્રેન્ડ્ઝને તરત ખબર પડી જાય છે કે ભાઈ આ તો ઓનલાઈન છે. જેને કારણે વણજોઈતા લોકો તમને મેસેજ કરે છે, કે પછી તમારી ટાઈમલાઈન પર પોસ્ટ કરવા લાગે છે. જેને કારણે ઓનલાઈન રહેલા યુઝર્સને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે છે. પરંતુ યુઝર્સ કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરીને ઓનલાઈન હોવા છતાંય, પોતાને ઓનલાઈન દર્શાવતા ગ્રીન ડોટને છુપાવી શકે છે. જો તમે પણ ઓનલાઈન હો, ત્યારે આવતા મેસેજથી કંટાળી ચૂક્યા છો, તો તમે પણ ફેસબુક પર તમારા એક્ટિવ સ્ટેટસને હટાવી શકો છો. આ સુવિધા એન્ડ્રોઈડ, iOS અને વેબ ત્રણેય વર્ઝન માટે ઉપલબ્ધ છે.
ફેસબુક પર Active સ્ટેટસને હાઈડ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
વેબ વર્ઝન માટે
સ્ટેપ 1: સૌથી પહેલા ફેબસુકનું વેબ વર્ઝન ઓપન કરો. હવે તેમાં ડાબી બાજુ દેખાતા મેસેન્જર ટેબ પર ક્લિક કરો.
સ્ટેપ 2: અહીં મેસેન્જર વિન્ડોમાં તમને જમણી બાજુ ઉપરની તરફના ખૂણામાં 3 ડોટ્સ જોવા મળશે. જ્યાંથી તમે પ્રેફરન્સ નામનો વિકલ્પ પસંદ કરી શક્શો.
સ્ટેપ 3: આટલું કરતા જ એક પોપ અપ ઓપન થશે. જ્યાં તમને Active Status: On લખેલું જોવા મળશે. તેની સામે રહેલા ટોગલને તમે ઓફ કરી શકો છો. આ સાથે જ તમે ફેસબુક પર ઓનલાઈન દેખાતા સ્ટેટસને કેવી રીતે હાઈડ કરશો, તે પણ નક્કી કરી શકો છો.
સ્ટેપ 4: તમારે જોઈતા ફેરફાર કરી લીધા બાદ છેલ્લે સેવ પર ક્લિક કરો.
એન્ડ્રોઈડ વર્ઝન માટે
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા એન્ડ્રોઈન ફોન કે ટેબ્લેટમાં ફેસબુક એપ ઓપન કરો. અહીં જમણી તરફના ખૂણે દેખાતા મેસેન્જર બટન પર ક્લિક કરો. ધ્યાન રાખો કે તમે આ સ્ટેપ્સ ફોલો કરતા પહેલા મેસેન્જર એપ ડાઉનલોડ કરેલી છે.
સ્ટેપ 2: હવે મેસેન્જર એપ ઓપન કરીને તેમાં ચેટ્સમાં જાવ. બાદમાં તમારે મેસેન્જર સેટિંગ્સમાં જઈને Active Status નામના વિકલ્પ પર ટેપ કરવાનું છે.
સ્ટેપ 3: હવે Show When You are active આ ઓપ્શન સામે દેખાતા ટોગલને સ્વિચ ઓફ કરો. જેને કારણે હવે તમે ફેસબુક પર જ્યારે પણ ઓનલાઈન હશો, ત્યારે દેખાતું ગ્રીન ડોટ બંધ થઈ જશે.
iPad અથવા iPhone માટે
સ્ટેપ 1: તમારા iOS ડિવાઈસમાં ફેસબુક એપ ઓપન કરો. અહીં જમણી બાજુ નીચેની તરફ દેખાતી ત્રણ લાઈન્સના આઈકન પર ક્લિક કરો.
સ્ટેપ 2: હવે Settings And privacy સેક્શનમાં જાવ અને Settings પર ક્લિક કરો.
સ્ટેપ 3: પ્રાઈવસી સેક્શનમાં તમને Active Status નામનો વિકલ્પ મળશે. જ્યાં Show When you are active નું ટોગલ દેખાય છે, તેને સ્વિચ ઓફ કરી દો. છેલ્લે તમારે એગ્રી પર ક્લિક કરવાનું છે. બસ તમારું કામ થઈ ગયું.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications