Just In
કમ્પ્યુટરમાંથી પણ થઈ શકે છે WhatsApp વીડિયો કોલ, આ રીતે કરો
વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે રોજેરોજ નવી અપડેટ્સ આપે છે. લગભગ રોજ નવા ફીચર્સથી યુઝર્સને એપનો ઉપયોગ કરવામાં સરળતા રહે છે. હજી કેટલાક દિવસ પહેલા જ મેટાની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપે Message Yourself નામનું ફીચર લોન્ચ કર્યું છે, સાથે જ કંપની વ્યુ વન્સ ટેક્સ્ટ મેસેજ ફીચર પણ લોન્ચ કરવા જઈ રહી છે. આ ઉપરાંત પણ વ્હોટ્સ એપના કેટલાક એવા ફીચર છે, જે તમારું ઘણું કામ સરળ બનાવી શકે છે. જેમ કે વોઈસ કોલિંગ અને વીડિયો કોલિંગ સૌથી વધારે ઉપયોગી ફીચર્સ છે.

વ્હોટ્સ એપના યુઝર્સ એન્ડ્રોઈડ, આઈઓએસ અને વેબ વર્ઝનમાં એન્ડ ટુ એડ એન્ક્રિપ્ટેડ વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા આપે છે. આ ફીચર્સ દ્વારા કોઈ પણ યુઝર બીજા યુઝર સાથે ગમે ત્યારે જોડાઈ શકે. આ માટે બસ સ્ટેડી ઈન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
વ્હોટ્સ એપ પોતાના યુઝર્સ માટે કોલ લિંક ફીચર પણ આપે છે, જેના દ્વારા સરળતાથી ગ્રુપ વોઈસ કોલિંગ કરી શકાય છે. આ ગ્રુપ વોઈસ કોલિંગમાં એકસાથે 32 લોકો જોડાઈ શકે છે, જ્યારે વીડિયો કોલિંગમાં એક સાથે 8 લોકો જોડાઈ શકે છે. મોટા ભાગના એન્ડ્રોઈડ અને આઈઓએસ યુઝર્સ સેલ્યુલર નેટવર્ક પર કોલિંગ કરતા હોય છે. પરંતુ વ્હોટ્સ એપ યુઝર્સ પોતાના કમ્પ્યુટર પરથી પણ આ ગ્રુપ કોલિંગ કરી શકે છે.
વ્હોટ્સ એપ વેબનું કોલિંગ ફીચર
વ્હોટ્સ એપનું ડેસ્કટોપ કોલિંગ ફીચર વેબની વ્હોટ્સ એપમાં આપવામાં આવ્યું છે. એન્ડ્રોઈડ અને મેક માટે વ્હોટ્સ એપ વેબના જુદા જુદા વર્ઝન અવેલેબલ છે. જો તમે કમ્ય્ટુર દ્વારા વ્હોટ્સ વોઈસ કોલિંગ કે વીડિયો કોલિંગ કરવા ઈચ્છો છો, તો તમારે માઈક્રોસોફ્ટ સ્ટોર અથવા મેક એપ સ્ટોર પરથી વ્હોટ્સ એપની એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. જ્યારે તમે વ્હોટ્સ એપને ડેસ્કટોપથી કનેક્ટ કરશો, તમારી પાસે એક ઓડિયો આઉટપુટ ડિવાઈસ અથવા માઈક્રોફોનની જરૂર પડશે. સાથે જ તમારે વ્હોટ્સ એપને પોતાના કમ્પ્યુટરના માઈક્રોફોન અને કેમેરા એક્સેસ કરવાની પરવાનગી પણ આપવી પડશે.
વ્હોટ્સ એપના વેબ વર્ઝનમાં હજી સુધી ગ્રુપ કોલ સપોર્ટ નથી થતા, એટલે તમે માત્ર એક જ યુઝર સાથે વોઈસ કોલ કે વીડિયો કોલથી જોડાઈ શકો છો.
વ્હોટ્સ એપ વેબ પરથી આ રીતે કરો વોઈસ અથવા વીડિયો કોલ
1. સૌથી પહેલા તમારા કમ્પ્યુટરમાં વ્હોટ્સ એપ વેબ ઓપન કરો, અને તમારે જેની સાથે વાત કરવી છે, તેની ચેટ વિન્ડો ઓપન કરો.
2. હવે ત્યાં દેખાતા વીડિયો કોલ અથવા વોઈસ કોલના આઈકન પર ક્લિક કરો.
3. બસ, આટલું કરવાથી સામેના યુઝર્સની વ્હોટ્સ એપ એપ પર કોલિંગની નોટિફિકેશન આવી જશે.
જો વોઈસ કોલ કે વીડિયો કોલ દરમિયાન તમારે માઈક્રોફોન મ્યુટ અનમ્યુટ કરવું છે, તો આ સુવિધા પણ ઉપલબ્ધ છે. તમારે માઈક્રોફોનના આઈકન પર ક્લિક કરવાનું છે, આ જ રીતે કેમેરા ચાલુ બંધ કરવા માટે કેમેરા આઈકન પર ક્લિક કરો.
જો તમે સામેના યુઝર સાથે વોઈસ કોલમાં વાત કરો છો, અને તમારે વીડિયો કોલ કરવો છે, તો આ સુવિધા પણ ઉપલબ્ધ છે. વોઈસ કોલ દરમિયાન તમે કોલિંગ મોડમાં જઈને ઓકે પર ક્લિક કરો અથવા તો સ્વિચ ધી કોલ કે પછી કેન્સલ ટુ ડેડલાઈન પર ટેપ કરો
કોલ સ્વિચ કરવા માટે કેમેરા આઈકન પાસે માઉસને લઈ જાવ અને પછી તેના પર ક્લિક કરો. બસ તમારો વોઈસ કોલ વીડિયો કોલમાં બદલાઈ જશે અને તમે સામેના યુઝરને જોઈ શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470